________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એ બ્રહ્મચર્યની બાબતમાં મનનું નથી માનતો.
દાદાશ્રી : એટલે તમારા ધારેલામાં કોઈ અવળું કરવા જાય તો માનો નહીં ને ?
૩૬૪
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યની બાબતમાં મનનું નથી માનતો.
દાદાશ્રી : અને બીજી કઈ બાબતમાં માનો છો ?
પ્રશ્નકર્તા : બીજે બધે તો એવું જ થાય, વિચાર આવે ને એ પ્રમાણે કરીએ.
દાદાશ્રી : એનો સવાલ નથી. પણ તમારો ધ્યેય નથી ને મનનું માનીને કરવાનો ?
પ્રશ્નકર્તા ઃ મનનું માન્યા પ્રમાણે કરીએ છીએ, એ તો હમણાં ખબર પડી.
દાદાશ્રી : આ તો ‘મન કા ચલાયા' ચાલો છો. પોતાના વીલ પાવરથી નથી ચાલ્યા. ત્યાં આ નથી ગમતું અને આ ગમે છે, એ એનાં સાધનો, એ રોંગ કહેવાય. સૈદ્ધાંતિક હોવું જોઈએ. પણ શું થાય ? એમાં કામ કરતી વખતે સૈદ્ધાંતિક થઈ જાય, તો થઈ જાય.
પ્રશ્નકર્તા : થઈ જશે.
દાદાશ્રી : જુઓને, અત્યારથી થતા નથી.
પ્રશ્નકર્તા : એ તો થઈ જશે.
દાદાશ્રી : થઈ જશે એ તો આશાઓ જ રાખવાની ને ? ધ્યેય પ્રમાણે હાંકો...
હજુ નાની બાબતમાં, એક નક્કી કર્યું કે મનનું નથી માનવું એટલે કામનું હોય એટલું માનવું ને ના કામનું હોય એ નહીં. ગાડું આપણા ધાર્યા રસ્તે જતું હોય તો આપણે ચાલવા દેવું. અને પછી
મન કા ચલતા તન ચલે...
આમ ફરતું હોય તો આપણે ધ્યેય પ્રમાણે ચલાવવું. દરેક બાબતમાં એવું કરવાનું હોય. આ તો કહેશે, એ આ બાજુ દોડે છે, હવે હું શું કરું ? હવે એ ગાડાવાળાને કોઈ ઘરમાં પેસવા દે ?
પ્રશ્નકર્તા : ના, પણ મહીં ગમતી હોય એ વસ્તુ કરવાની
નહીં ?
૩૬૫
દાદાશ્રી : કોને ગમતું હોય એ કરવાનું ? આ હું નાસ્તો નથી કરતો ? પણ ના ગમતું રાખવાનું એને.
પ્રશ્નકર્તા : અમે તો સવારે ઊઠીને તમારી પાસે આવવાનું એવું રાખીએ. બીજો કોઈ નિશ્ચય નહીં. અમુક બાબતોમાં મન કહે એમ માનવું. વ્યવહાર જે માન્ય હોય એમ.
દાદાશ્રી : આપણા કહ્યા પ્રમાણે ચાલવું. આપણે જરૂર હોય, આપણો ધ્યેય હોય, એ પ્રમાણે ચાલવું. આપણે બોરસદ જવા નીકળ્યા, પછી અડધો માઈલ ચાલ્યા, પછી મન કહેશે, ‘આજે રહેવા દોને !’ એટલે પાછો ફરે આ તો. તો ત્યાં પાછું ના ફરવું. લોકોય શું કહે ? અક્કલ વગરનાં છો કે શું ? જઈને પાછા આવ્યા. તમારું ઠેકાણું નહીં કે શું ? એવું કહે કે ના કહે લોકો ?
પ્રશ્નકર્તા : કહે.
દાદાશ્રી : મોક્ષે જવાનો નિશ્ચય ખરો કે તારો ? પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો નિશ્ચય વધારે.
દાદાશ્રી : એમાં કશું આડું આવે તો ? પ્રશ્નકર્તા : તોય નિશ્ચય ના ડગે.
દાદાશ્રી : મન મહીં બૂમાબૂમ કરે તો ? પ્રશ્નકર્તા : તોય નિશ્ચય ના ડગે.
દાદાશ્રી : એનું નામ માણસ કહેવાય. આમને કુરકુરિયાંને શું