________________
૩૭૪
મન કા ચલતા તન ચલે..
૩૭૫
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) આ ભઈ નોકરી નથી કરતો ? કરે જ છે ને બધાં.
તને સંડાસ જવાનું ગમે છે ? ના ગમતું હોય તોય છૂટકો છે? છૂટકો થાય ?
પ્રશ્નકર્તા : કરવું જ પડે એ તો.
દાદાશ્રી : એવું ના ગમતું એવું બોલીએ જ નહિ. સંડાસ જવાનું મને ગમે છે, એવું કહીએ. ના ગમતું બોલીએ તો મન બગડી જાય આપણું.
આ મકાનમાં આવો માલ ભરેલો છે તો એ મકાન માલિકને કેટલું દુઃખ થાય ? મહાન ઉપાધિ થાય. આ તો કેટલી ઉપાધિ આવે ? જગત કબૂલ કરે નહિ ને આ સ્થિતિ.
નોકરી કરો, નહિ તો આ તો મગજ ખરાબ થઈ જાય. આ સત્સંગમાં બેસી રહેવાનું એટલું જ ગમે છે, બીજું કશું ગમતું નથી. પણ છૂટકો જ નહીં ને ! જેનો છૂટકો જ નહીં, તેને આપણે ગમાડવું જ પડે ને ! એટલે અમે ગોઠવણી જ એવી કરી નાખેલી હોય કે જે ના ગમે તેને પહેલું ગમાડવું. એટલે પછી ના ગમતાનો પ્રસંગ જ ઊભો ના થાય ને ! ગમવું, ના ગમવું એ તો સાયકોલોજીકલ ઇફેક્ટ છે ખાલી.
એ ના ગમતું જ્યારે ગમતું થાય ત્યારે શક્તિ આવે, નહિ તો શક્તિ ના આવે. અરે, ગમે જ છે એ તો. આ તો એક જાતનું મનમાં ડીસ્કરેજમેન્ટ (ઉત્સાહભંગ) છે, ખોટી અસર પડેલી છે.
પુણ્યથી પ્રાપ્ત, સુસંયોગ... તારો અમારી સાથેનો સંજોગ પુણ્યના આધારે છે. તારું પુણ્ય ખલાસ થાય એમાં અમે શું કરીએ ? અને તું માની બેસે કે આ સંજોગો જ મારે જોઈએ. પછી શું થાય ? માર ખાઈ જશે. માથું હલા તૂટી જશે. જેટલો મળ્યો એટલો લાભ. એનો આનંદ માણવો, કે મારું
પુણ્ય જાગ્યું છે. તું એમ માને છે કે આ ધારેલો સંયોગ ભેગો થાય?
પ્રશ્નકર્તા : એવું નહિ.
દાદાશ્રી : ત્યારે ? કોઈ કાયદેસર જ છે ને કે ગેરકાયદેસર હશે ?
પ્રશ્નકર્તા : કાયદેસર જ.
દાદાશ્રી : ત્યાર પછી માની બેસીએ તો શું થાય ? એ તો કો'ક ફેરો પુણ્ય જાગે ત્યારે ભેગો થઈ જાય, પછી વિખૂટા પડે ત્યારે ખબર પડી જાય. માટે વિખૂટા પડેલી સ્થિતિમાં અનુભવ કર્યો હોય તો પછી વાંધો નહીંને આપણને ?
ભાગેડુ વૃત્તિથી કંઈ કર્મથી છૂટાય ? હું વડોદરામાં હોઉં, તું વડોદરામાં હોઉં, તોય કર્મ ભેગાં નહિ થવા દે. આ જ્ઞાન આપેલું છે. જે વખતે જે ભેગું થયું તે ‘વ્યવસ્થિત' ને તેનો સમભાવે નિકાલ, બસ આટલી જ વાત છે.
દાદાની પાસે પુણ્ય હોય ત્યાં સુધી વખત મળી આવે, એ પુણ્યનો ઉપકાર માનવાનો. આ કાયમનું તો હોતું હશે કંઈ ? એવી આશા કેમ રખાય ?
ચાલવું, મતની વિરુદ્ધમાં. પેલો ભાઈ તારે ત્યાં આવતો હતો, તે તને ગમતું હતું. પછી હવે તું કહે છે કે એ ભાઈ મને નથી ગમતો. આ તે કંઈ માણસ કહેવાય ? અને પછી પાછો ગમતો થાય. ના ગમતું થાય એવું હોય કશું ?
પ્રશ્નકર્તા : એવું હોય નહીં, પણ એવું લાગે.
દાદાશ્રી : એ મનની સ્થિતિ છે, એમાં તારે શું વાંધો છે ? મનની સ્થિતિ એટલે “મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.” એટલે મન કહે તેના વિરુદ્ધ ચાલવું. મન કહેશે, “મને નથી ગમતું.” ત્યારે કહીએ, “મને ગમે છે પણ તું કોણ ? તું ઘરનો માલિક છું ?”