Book Title: Aptavani 10 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 229
________________ ૪૦૦ આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : હોય કોઈ વખત. વઢીએ ત્યારે કડવું લાગે. પ્રશ્નકર્તા : આમ તો દાદાને કહે છે કે દાદા, અમને પ્રસાદી આપો, પ્રસાદી આપો. બધા એવું ઇચ્છે છે કે દાદા, અમને પ્રસાદી આપે. વાણીથી આપો કે ગમે તેવી. અને જ્યારે ખરેખર વઢે અને જે અંદર હાલી જાય ત્યારે શું ? દાદાશ્રી : એ હાલી જાય એ નબળાઈ છે બિચારી. એની પોતાની ઇચ્છા નથી પણ અંદર નબળાઈ ખરી ને ! આ તો બધું ન હોય મજબૂત ! આ ફ્રેકચર થયેલા મન ! આ કંઈ મન છે ? આને મન કહેવાતું હશે ? જરાક કહીએ કે દહીં ફાટી ગયું ! અને આ તે કંઈ મન કહેવાતા હશે ? લાખ ગાળો ભાંડે તોય શું ? પ્રશ્નકર્તા : આમાં પોતાને સાચાપણાનો, હું સાચો છું ને દાદા કેમ આમ કહે છે, એવું લાગે છે. દાદાશ્રી : એ મન ફ્રેક્ચર થઈ ગયેલું છે તેથી. અને સાચો તો હોય જ નહીં ને ! સાચો હોય ત્યારે કહ્યું નહીં. એ તો પોતાને મન સાચો (!) હોય જ ને ! એ તો ખોટું માની બેઠો છે કે હું સાચો છું. સાચો હોય જ કેવી રીતે ? અને સાચો હોય એ અમુક બાબતમાં અમારાથી કહેવાય નહીં. એ તો વ્યવહારમાં કેટલીક ચીજ બફાય તે વાત જુદી બને. સાચો હોય એને કહેવાય નહીં. બાકી, આમ અમે ક્યારેય કોઈને કહીએ નહીં. પણ સાચો હોય શી રીતે માણસ ? પ્રશ્નકર્તા : એને પોતાને લાગે, પોતાની દૃષ્ટિએ. દાદાશ્રી : એ પોતાને લાગે, તે પોતાને માટે તો બધું સાચું માનેલું હોય. દાદાનુંય મગજ બગાડતારા ! આ જુઓને, આની ચોપડી જુદી, આના લૉઝ જુદા, આખી દુનિયાથી જુદો. એ ચાલે કંઈ ? એ તો આવડી આવડી ચોપડેને ત્યારે મન કા ચલતા તન ચલે... ઠેકાણે આવે. એ તો પછી અમે બંધ કરી દીધું. કારણ કે એક તો શરીર મારું સારું નથી રહેતું. ભઈને વઢ્યા પછી ઉપરથી દવા ચોપડવી પડે. એટલે હું ક્યાં સુધારવા જાઉં ? પણ હવે એની મેળે રાગે પડેલું સાચું. એ તો કહેતો'તો કે થોડું થોડું સુધારજો. મેં કહ્યું, ‘હું ક્યાં સુધારવા જઉં ? હું કંઈ નવરો છું આ બધું કરવા ? મારે કંઈ મગજ હોય કે ના હોય ?” પ્રશ્નકર્તા : ‘એવું ના થાય' એવું મન ક્યારે થાય ? ૪૦૧ દાદાશ્રી : એવું છે ને, બધા આખા જગતનું મન આવું, આ તો તમારું થોડુંક થોડુંક કેળવાયેલું છે અને તમારી ઇચ્છા આવી છે કે કેમ કરતા આવું ના થાય એવી ! જેમ ‘હું શુદ્ધાત્મા છું’ એમ સજ્જડ થાય, અને જેમ આ તકલાદી વસ્તુઓ તકલાદી જ છે, એમ ખાતરી થાય એટલે મન ના થાય પછી. હજુ ખાતરી વધતી જશે. દાદા વઢે તે દોષો ખરે ! પ્રશ્નકર્તા : દાદા વઢે તે વસ્તુ જુદી છે, પણ બીજું કોઈ બહારનું વઢે તોય લાગી આવે. દાદાશ્રી : બહારની વ્યક્તિનું તો લાગી આવે, એનું કારણ છે એ હજુ મન એવું મજબૂત નથી થયું ને. અને દુ:ખ સહન કરવાની શક્તિ જ નહીં. દુઃખ સહન કરવાની શક્તિ હોય તેનું આ છૂટે. આપણે આમ કહીએ કે જે થવું હોય એ થાઓ, એમ કરીને આપણે બેસીએ તો બધું થઈ જવાનું છે. પ્રશ્નકર્તા : પણ દાદા, સરવાળે પણ ફાયદો જ થતો હોય છે. તે ઘડીએ ભલે મન ઢીલું પડી જાય, પણ એ આપનું જે વઢેલું હોય, એ અચૂક ઊગે છે અને એનું પાછું ખબર પણ પડે કે ના, આ બરાબર થયું છે એમ. દાદાશ્રી : એ પછી ઊગે. અને પછી મજબૂત કરાવે. પેલું જરા અસર થઈ જાય, પણ પછી ઊગે અને ખબર પડે કે આ મજબૂત કરતું ગયું.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287