________________
મન કા ચલતા તન ચલે..
૪૪૧
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) થાય આમ ! મનને કહીએ, ‘અમે તારામાં ડખલ નહીં કરીએ, તું અમારામાં ડખલ ના કરીશ.' પછી કો'ક દહાડો મન કહેશે, “અમારામાં કેમ ડખલ કરો છો ? ત્યારે આપણે કહીએ, ‘હવે તારામાં ડખલ નહીં કરીએ એટલે અમારામાં ડખલ ના કરીશ.” કેટલાં ભાગીદારોનાં તોફાન છે આ બધાં તો, પણ શુદ્ધાત્મા હાથમાં આવી ગયો અને પાંચ વાક્યો, એટલે બસ થઈ ગયું.
મુક્ત રહેવું સ્વ-મત થકી.. પોતાનો મત જ ના રાખવો. સત્સંગમાં બધાં કરે એમ કરવું. નહીં તો સ્વચ્છેદ કહેવાય. તે મને પૂછતાં હોય તોય સારું કે, “મારે શું કરવું, આવું થાય તો ?” તો હું સમજણ પાડું કે આમ કરજો.
મનને કહેવું કે “આવું નહીં ચાલે. આ અમારે તો ધ્યેયે પહોંચવું છે. તમે અત્યાર સુધી ગાંડા કાઢેલા. હવે નહીં ચાલે.”
અપાર સુખના માલિક થવું છે, આ ધ્યેય છે ને કે દેવલોકોય છેટે રહીને જોયા કરે. એટલે હસવું ને લોટ ફાકવો, બે સાથે બને નહીં. કાં તો લોટ ફાક કાં તો હસી લે !
તારે ધ્યેયે પહોંચવાની ઇચ્છા ખરી કે ? ધ્યેયે પહોંચવું હોય તો ફેરફાર કરજો બધું, તો ધ્યેયે પહોંચાશે. નહીં તો નહીં પહોંચાય.
તે મત ઠેકાણે બેસે ! જ્ઞાન ઉત્પન્ન થાય તો મન ઠેકાણે રહે. નહીં તો એમ તો મન માને છે ?
પ્રશ્નકર્તા : ના માને જરાય. દાદાશ્રી : નહીં તો ઉછાળીને ફેંકી દે. તારે માને છે મન ?
પ્રશ્નકર્તા: હવે સીધું થઈ ગયું છે. મનથી છૂટા રહેતા હોય, તો આ વિચાર જ ના આવે ને ?
દાદાશ્રી : ના, ના આવે એવું ના હોય. આવું વિચાર તો ગમે ત્યારે આવે.
પ્રશ્નકર્તા : છૂટા રહેતા હોય તો પણ આવે ?
દાદાશ્રી : તદન છૂટા, બિલકુલ છૂટા હોય તોય આવે. એ તો ભરેલો માલ છે, ઇફેક્ટિવ છે એ. ઇફેક્ટ આપ્યા વગર રહે નહીં.
રાત્રે ઊંઘ આવતી હોય ને, તો જરાક ચૂંટી ખણીને બેસીને જાગૃતિ રાખજો કે બેસને બા. આ બહુ દહાડા ઊંધ્યો છે તે ?
અને તે ના માને એવું નથી, માની જાય. મન જોડે બીજો ઝઘડો નહીંને આપણને ? પછી એને ત્યાગ કરાવતા નથી, કશું તોફાન નથી કરાવતા. નહીં તો બહુ ત્યાગ કરાવ્યો હોય ને ત્યારે ચિડાયેલું હોય. હા, બહુ ચિડાયેલું હોય, આપણા બોલતા પહેલા બચકું ભરી લે. તે ચૂંટી ખણીએ ને તે ઘડીએ બચકું ભરી લે. કારણ કે ચિડાયેલું મન તે શું થાય ? આ તો જરાય ચિડાયેલું નથી, ઉશ્કેરાટ છે જ નહીં મનમાં. અને ઉશ્કેરેલું કૂતરું કેવું હોય ? બચકું ભરી લે. તે મનેય એવું જ છે, બળ્યું. એને ‘આ ત્યાગ થાય, આ ત્યાગ થાય’, તે કંટાળી જાય પછી.
મન કંઈ ખોટું નથી. મનને કરવાનું શું છે એ આપણે જાણવાની જરૂર છે. મન તો તમારે એક ધ્યેય નક્કી કરવો જોઈએ કે ‘મારે જવું છે.' મન સાચા રસ્તા પર હોય તો મનના કહ્યા પ્રમાણે ચાલવું. અને મન ઊંધે રસ્તે લઈ જતું હોય પછી આપણે એને મારી-ઠોકીને આપણા ધ્યેય તરફ લઈ જવાનું. ક્યાં જવું એ આપણે જોવાનું છે. આપણે શું ધ્યેય છે એ નક્કી કરવું જોઈએ. આપણે ક્યાં જવું છે એ નક્કી કરવું જોઈએ કે ના કરવું જોઈએ ?
સામ, દામ, દંડ, ભેદ વડે ! મનને એવું નથી કે આ જ જોઈએ છે. એ ના ન પાડે. પાંચસાત વખત પછી ધીમે ધીમે જબરજસ્તીથી પાઈ દોને તો પછી એમાં ટેવ પડી જાય.