________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૭૩ પ્રશ્નકર્તા : સમય જાગૃતિ ને વિચાર જાગૃતિમાં ફેર ?
દાદાશ્રી : વિચાર જાગૃતિ એ તો બહુ જાડી વસ્તુ છે. એ તો અત્યંત સ્થૂળ વસ્તુ છે. ચર થવું એ સૂક્ષ્મ છે અને વિચર સ્થળ છે.
પ્રશ્નકર્તા: ‘વિ’માં પણ જાગૃતિ અને ‘ચર’માં પણ જાગૃતિ, એ સમયની જાગૃતિ સાથે સરખાવી શકાય ?
દાદાશ્રી : ના, એ જાગૃતિ બહુ આગળ છે. સમયની જાગૃતિ એ તો બહુ છેલ્લી જાગૃતિ.
દરેકને જાગૃતિ જુદી જુદી હોય છે. હું જે કહેવા માગું છું, એ તમે તમારી જાગૃતિ પ્રમાણે પકડો તો ગ્રામ્પીંગ (ગ્રહણ) કરી શકો. મારું રિવોલ્યુશન મિનિટે પાંચ હજારનું હોય અને તમારું મિનિટે પાંચસોનું હોય તો શું થાય ? પકડી શકો નહીં. મારા શબ્દો ગ્રામ્પીંગ કરી શકો નહીં. તમારું રિવોલ્યુશન ઊંચું જોઈએ. એ જાગૃતિ કહેવાય. જેમ જેમ ઊંચા રિવોલ્યુશન થાય તેમ તેમ જાગૃતિ વધતી જાય. સામો માણસ કહેતાં એક્ઝક્ટ સમજી જાય. એ રિવોલ્યુશન વધારે કહેવાય. આ મજૂરને પણ રિવોલ્યુશન હોય, મિનિટે પાંચસો રિવોલ્યુશન ઊંચી નાતવાળાના હોય. જ્યારે મિનિટે પચાસ રિવોલ્યુશન મજૂરોને હોય, તે ચા પીતા સુધી કશું ખબર જ ના હોય કે આ શું થઈ ગયું છે? શાથી ? એ રિવોલ્યુશન બહુ ઓછાં છે.
આ પુરુષો બેઠા છે, બધાના રિવોલ્યુશન સરખાં છે ? ના. હવે તમારા રિવોલ્યુશન વધારે હોય અને તમે સામા માણસ જોડે વ્યવહાર કરો, એનાં રિવોલ્યુશન ઓછાં હોય, તો તમારે શું કરવું પડે ? પટ્ટો ના આપેને તો પંપનું શું થાય ? શાથી તૂટી જાય ? એનાં પાંચસો રિવોલ્યુશન અને તમારા ત્રણ હજાર રિવોલ્યુશન, તેથી પેલો પટ્ટો તૂટી જાય. એના માટે તમારે શું કરવું પડે ? કાઉન્ટર પૂલી નાખવી પડે. કાઉન્ટર પૂલી નાખીને પાંચસો રીવોલ્યુશન કરીને એક્કેક્ટ કરવું પડે. મહાવીર ભગવાનને જે રીવોલ્યુશન હતા એવા આ કાળમાં કોઈને રિવોલ્યુશન હોય નહીં.
૧૭૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) મહાવીરનું મત સમયવર્તી ! પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીને કેવા વિચાર આવતા હતા ?
દાદાશ્રી : મહાવીર ભગવાનને ય મન હતું પણ એ મન કેવું ? જેમ આ ઘડિયાળમાં મિનિટનો કાંટો હોય છે, એની મહીં પછી સેકન્ડનો કાંટો હોય છે ને, અને એનાથી નાનામાં નાનો સમયનો કાંટો ગોઠવ્યો હોય, એ સમયનો કાંટો ફરે એવી રીતે એમનું મન ફર્યા કરે. એટલે કોઈ જગ્યાએ અટકે નહીં.
એમને વિચાર કેવા આવે ? આપણે એક જગ્યાએ લગ્નમાં ગયા હોય, તો પેલો ‘રામ રામ' કરવાનો રિવાજ છે ને, તે આમ આમ કરતા આગળ ચાલવા માંડે. તે ભગવાન છે તે ઊભા હોય ને પેલા આમ આમ કરતાં ચાલે, એવા વિચાર આવે. એમને એક વિચાર આવ્યો, ગયો. બીજો વિચાર આવ્યો, ગયો. ફરી એનો એ જ વિચાર ના હોય પછી. એ સમયવર્તી કહેવાય. સમયે સમયે પલટાય.
અમને કોઈનો અભિપ્રાય ન હોય ને અમારું મન ખાલી થઈ ગયેલું હોય, એક્ઝોસ્ટ થઈ ગયેલું હોય, છતાં પણ મન ચાલુ હોય. આ પંખો ફરે છે ને એવી રીતે અમારું મન ચાલુ હોય. અમારું મન ભગવાન મહાવીર જેવું ફર્યા કરે. કોઈ પણ જગ્યાએ ચોંટે નહીં. એક સેકન્ડે એક જગ્યાએ વાર ન લગાડે. ઠેઠ સુધી મન તો ખરું પણ મન બિલકુલ હેરાન ના કરે. તે ભગવાનનું મન સમયવર્તી વર્તતું હતું અને અમારું ક્ષણવર્તી ફર્યા કરે, એટલે જાડું હોય. એનું કારણ કે સંપૂર્ણ કેવળજ્ઞાન નહીં એટલે આટલું જાડું. છેવટે તો પાકું થયે જ છૂટકો છે.
અક્રમતા ‘મહાત્માઓ'તું મા ! અને લોકોના મન તો કેવાં હોય કે કોઈ જગ્યાએ સારી વસ્તુ દેખે તો પા-પા કલાક, અરધો-અરધો કલાક ઊભું રહે. એ મન થોડી થોડી વારે કોઈ કોઈ જગ્યાએ ઊભું રહે, તે ગ્રંથિ કહેવાય. જ્યાં ગ્રંથિ ત્યાં મન ઊભું રહે. જેને ગ્રંથિ ન હોય તેને મન ઊભું ના રહે. ‘ખાંડનો