________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૬૧
૨૬૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અને રાઈટ બિલિફમાં તમે અચળ છો. એ અચળ, ‘જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત થાય. એટલે તમારું અચળપણું, સ્થિરપણું તૂટે નહીં, અસ્થિરતા ઊભી ના થાય પછી.
ગયા અવતારની માન્યતા-જ્ઞાન, તે જે હતું તે આ મન, અત્યારે આ માન્યતા-જ્ઞાન છે તે આવતા અવતારનું મન. મન વિલય થઈ ગયું એટલે મુક્તિ થઈ ગઈ.
મન તો બહુ ઊંચામાં ઊંચી, સારામાં સારી વસ્તુ છે. આ અત્યારનું તમારું મન જે છે ને, તે ગયા અવતારનું પ્રદર્શન છે. ગયા અવતારમાં તમે શેમાં શેમાં હતા ને શું શું કરતા હતા, તે અત્યારે આ બેઝિક પોઈન્ટ તરીકે અંદર છે. જો વિગતવાર કહું તો આવડું મોટું થાય.
ગયા અવતારમાં મનમાં ભાવ કર્યા હોય કે માંસાહાર કરવા જેવો છે, ભલે ગયા અવતારે કર્યો ના હોય, પણ આ અવતારમાં કર્યા વગર ચાલે નહીં. પેલો ભાવ કર્યો છે માટે બીજ પડ્યું.
અત્યારે વિચાર દેખાડે છે તે ઉપરથી આપણે સમજી જવાનું કે ગયા અવતારમાં કેવું હશે આ. બાવો હતો કે ખાનદાન હતો કે દાનેશ્વરી હતો કે નાદાર હતો. એ બધું ખબર પડી જાય. ગયા અવતારની છબી જ છે એ તો. પણ એ બેઝિક છે, ફંડામેન્ટલ છે, બાકી એને વિવરણ કરે ને તો મોટું સ્વરૂપ થાય. અને એના પરથી ઓળખાય કે આ કેટલો ડેવલપ થયેલો છે.
હોય છે, જો એની મહીં આપણે તન્મયાકાર થઈએ તો એ ઝાડરૂપે થાય છે. અને તન્મયાકાર ના થઈએ તો એ બીજ શેકાઈ જાય છે. ભલેને જ્ઞાન ના હોય પણ તન્મયાકાર ના થાય, એટલે આમ આડું જુએને તોય એ બીજ શેકાઈ જાય.
ગત' અને “વર્તમાત' જ્ઞાત-દર્શત મન એટલે શું? પૂર્વભવનો લઈને આવેલો તૈયાર માલ. પૂર્વભવે જે આપણું હતું, આપણું જે ગયા અવતારમાં હતું, તેનું એક્કેક્ટ સબસ્ટન્સ રૂપે છે. ત્યાં આપણે જેવા સંયોગો જોયાને, એવી શ્રદ્ધા બેઠી. આ સંસાર એટલે સમસરણ માર્ગ છે. તે માર્ગમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બદલાયા જ કરે છે, નિરંતર ! માર્ગ છે, એટલે ગયા અવતારમાં અગિયારમાં માઈલમાં હો તમે, તો અગિયારમા માઈલમાં ત્યાં રણ જોયું એટલે મનમાં એવું નક્કી કર્યું કે એકાદ રૂમ હોય તો બહુ થઈ ગયું આપણે. પતરાંની હશે તોય ચાલશે. પછી બીજું નક્કી કર્યું કે કમાણી થોડીક હોય તો ચાલે, બસ. આપણો ખર્ચો નીકળવો જોઈએ. આવું નક્કી કર્યું.
અને પછી અત્યારે અહીં આગળ આવ્યા, સોળમા માઈલમાં. અહીં આગળ પાર વગરની દરેક વસ્તુ મળે, જોઈએ એવી મળે. અહીં લોક મોજશોખવાળાં જોયાં. પણ અત્યારે લઈને પેલું આવ્યો છે અને આજનું આ જ્ઞાન શું કહે છે કે “મોજશોખ કરવા જેવા છે.” પણ રૂમ તો એને એક જ મળી. જે નક્કી કરીને આવ્યો હતો ને, એ જ એને મળ્યું. એટલે એને આવું ને આવું ક્યાંથી આવ્યું પાછું ? તે પેલું ખેંચ્યા કરે. એટલે આપણા નક્કી કરેલા પ્રમાણે મળે છે. અને જોડે જોડે નવું જ્ઞાન નવું નક્કી કરે છે. આ નવા જ્ઞાનને અને જૂના જ્ઞાનને ઘર્ષણ થાય છે. પહેલાંની શ્રદ્ધા હતી ને આજની શ્રદ્ધામાં, એ બેમાં ઘર્ષણ થાય છે. અને એનું જ નામ મનની અશાંતિ ! આખા જગતને, સાધુસંન્યાસી, બધાનેય અશાંતિ થાય !
ગયે અવતાર અગિયારમા માઈલમાં હતો, ત્યાં એને જ્ઞાન એવું
| ‘પૂર્વાત્મા છે શૂળ મન.” જે સ્થળ મન છે ને બધાનું, તે એમનો પૂર્વાત્મા છે. તે લોક પૂછે છે કે મન શું છે ? તે મુઆ તારો પહેલાનો માનેલો આત્મા છે. તું વાંચી લે ને કે તું પહેલાં ક્યાં હતો, ને તે તારું મન છે. તેના ઉપરથી પૂર્વે પૂર્વભવ શું હતો એ બધુંય ખબર પડે. મન વાંચી લે, તો પૂર્વભવમાં શું કરેલું છે તે એને દેખાય.
મન એટલે ગયા અવતારમાં તમે શું શું વિચાર પૂર્યા, એના પરથી મન, વિચાર બીજ ઉત્પન્ન થાય છે અને એ બીજરૂપે અત્યારે