Book Title: Aptavani 10 P Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ જોવા જેવું’ તો આંખો ના જુએ. મનની ઉપર છે નિયંત્રણ બુદ્ધિનું અને બુદ્ધિ ઉપર છે નિયંત્રણ અહંકારનું. પણ અહંકાર ઉપર નિયંત્રણ કોનું? અજ્ઞાનતામાં તો “પોતે પરવશતાથી અંતઃકરણની સક્રિયતામાં ઈન્વોલ્વ (સહભાગી) રહ્યા કરે છે. ત્યાં સુધી પોતાનું સ્વરૂપ ઓળખાય નહીં. એ તો જ્ઞાની પુરુષ પોતાની જાત ઓળખાવે તો આ સક્રિયતામાંથી ‘પોતે ખસી જાય અને આત્મજાગૃતિ ઉત્પન્ન થાય. ભ્રાંતિ ભાગે ને પુરુષાર્થ પ્રગટે. ગયા ભવન ચાર્જ કરેલું અંતઃકરણ, આ ભવમાં ડિસ્ચાર્જ થઈ જાય ને આ ભવનું નવું ચાર્જ કરેલું અંતઃકરણ, દેહ છૂટે ત્યારે જીવ જોડે જાય છે. મન ફિઝિકલ છે, મગજેય ફિઝિકલ છે ને આત્મા ચેતન છે. બન્નેને આત્મા જોડે કંઈ લેવાદેવા નથી. અહંકાર, બુદ્ધિ અને ચિત્ત જડ નથી પણ ‘પાવર ચેતન' છે. મૂળ આત્માની હાજરીથી આ બધામાં પાવર પૂરાય છે. તે આ મિકેનિકલ આત્મા, પાવર ભરેલો આત્મા તૈયાર થાય છે. મૂળ આત્મા તો તેનો તે જ રહે, એમાં કદી ફેરફાર થાય નહીં. મન એ ડિસ્ચાર્જ થતો પાવર છે. મન નવું ના કરી શકે, બુદ્ધિ નવું કરે. મન ને દેહ નિચેતન ચેતન છે અને બુદ્ધિ, ચિત્ત, અહંકાર મિશ્રચેતન છે અને આત્મા છે સંપૂર્ણ શુદ્ધ ચેતન. અંતઃકરણની ક્રિયાઓ મિશ્રચેતન છે અને ખાઈએ-પીએ, શ્વાસ લઈએ એ દેહની ક્રિયાઓ નિશ્ચેતન ચેતન છે. મૂળ આત્માને ને અંતઃકરણને કોઈ સંબંધ નથી, માત્ર મૂળ આત્માનો પ્રકાશ અંતઃકરણને મળે છે. મૂળ આત્મા અક્રિય છે. કર્તાભાવથી કર્મો બંધાય ને કર્મ બંધાવાથી આખું અંતઃકરણ ઊભું થયું છે. દેહમાં હું ને મારાપણાની પ્રતિષ્ઠા કર કર કરીને પ્રતિષ્ઠિત આત્મા ઉત્પન્ન થાય છે. અંતઃકરણ, એ પ્રતિષ્ઠિત આત્મામાં આવી જાય છે. દેહાધ્યાસ છૂટે તો પ્રતિષ્ઠા બંધ થઈ જાય. અંતઃકરણની સર્વ ક્રિયાને શુદ્ધાત્મા પોતાના સ્વધર્મમાં આવે ત્યારથી જોયા જ કરે છે. (૧.3) અંતઃકરણનો ધર્મ ! વિચારની ભૂમિકા એ મન, ભટકવાની ભૂમિકા એ ચિત્તની સ્થિતિ, નિર્ણય કરતી વખતે બુદ્ધિ ને કર્તુત્વનું ભાન, માન-તાનની ખોજ, તે ઘડીએ અહંકારનું સ્વરૂપ છે. આત્મા આત્માના ધર્મમાં ને અંતઃકરણ અંતઃકરણના ધર્મમાં આવે તે જ્ઞાની. મન, મનના ધર્મમાં, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સહુ સહુના ધર્મમાં જ હોય છે. કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો સહુ સહુના ધર્મમાં છે. આમાં આત્મા ધર્મ ચૂક્યો, જોવા-જાણવાને બદલે કર્તાભાવમાં આવી ગયો ને ખડો થઈ ગયો આવડો મોટો સંસાર !!! અંતઃકરણની ક્રિયા સ્વયંસંચાલિત છે, ડિસ્ચાર્જ પાવર છે. ડિસ્ચાર્જમાં કોઈએ કશું કરવું પડે ? આત્મજ્ઞાન પછી અંતઃકરણ આખુંય ‘વ્યવસ્થિત'ના તાબે જાય છે. આત્મા સિવાયના તમામ ચંચળ વિભાગ ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. અચળ ભાગ એકલો જ પોતાનો છે. (૧.૪) દેહમાં દરેકતાં વિશેષ સ્થાન ! મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારનાં ભૌગોલિક સ્થાનો ક્યાં ? સૂક્ષ્મ મનનું સ્થાન બે ભ્રમરની મધ્યમાંથી અઢી ઈચ અંદર રહેલું છે અને સ્થળ મન હૃદયકમળની પાંદડીઓ છે. સ્થૂળ ચિત્તનું સ્થાન માથામાં પાછળ ચોટલી બાંધે ત્યાં છે અને સૂક્ષ્મ ચિત્ત બુદ્ધિની જોડે રહે છે, એ અરૂપી છે. મન રૂપી છે. સૂક્ષ્મ ચિત્ત જે ભટકવા જાય છે તે સ્થળ ચિત્તમાંથી સૂક્ષ્મ ઊભું થયેલું છે. બુદ્ધિનું સ્થાન તાળવા ઉપર (બ્રહ્મરંધ્ર દસમું સ્થાનમાં) છે. અને સ્થૂળ અહંકારનું સ્થાન કેડ નીચે, પાછળ છે. છોકરાંને શાબાશી આપે છે ત્યાં. આ ચારેવના ફોટા પડી શકે તેમ છે. (૧.૫) ઉત્ક્રાંતિ, અંતઃકરણતી ! ચાર ઈન્દ્રિયોના જીવો સુધી મન જ ના હોય. પાંચ ઈન્દ્રિયોવાળાને મન ખરું પણ તે સીમિત, લિમિટેડ મન. મનુષ્ય એકલાને જ અનલિમિટેડ મન છે. ચાહે તેટલું ખીલી શકે. બાકી બીજાં બધાં તીર્થંચોને ચાર સંજ્ઞા 11Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 287