Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ લાલચ મૂળ જ્ઞાનને પ્રગટ ના થવા દે. એ બુદ્ધિજ્ઞાનમાં જ જઈને અટકે. પ્રથમ પોતાની ભૂલો દેખાય, તેની પ્રતીતિ બેસે. ખાતરી થાય પછી પુરુષાર્થ માંડીને લાલચની ભૂલો ભાંગી શકે. પૂજાવાની લાલચ તો રીતસરની ટોળકીઓ ઊભી કરાવીને પોતાને પૂજાવડાવે. તેનું ફળ શું આવે ? નર્કગતિ. ગુરુ થઈ બેસવું ને તે પદ ભોગવવું એ ય લાલચ ! આ તો ભયંકર રોગ ગણાય. સંસાર રોગ નિર્મૂળ કરવો હોય તો એક ભવ જ્ઞાનીની આધીનતામાં કાઢવો. તેનાથી જુદી દંડકી ના વગાડાય. જેને કંઈ પણ લાલચ નથી, તેને ભગવાન પણ પૂછનાર નથી. ૫. માત : ગર્વ : ગારવતા મોહનીય કાર્ય પૂરું થાય ત્યારે જ્ઞાનાવરણ તૂટે એવું જણાવતા જ્ઞાની પુરુષ કહી જાય છે કે, ‘અમને શેનો મોહ હતો ? અમને કોઈ પણ પ્રકારનો મોહ નહોતો. પૈસા આપો કે વિષય, કોઈ મોહ નહોતો. એક માનનો જ મોહ.... પાછું અભિમાનનું જોર નહીં. અભિમાન તો, મમતા હોય ત્યારે અભિમાન થાય. આ તો મમતા વગરનું માન !'' અપમાન, અપમાન ને અપમાન જ જેને નાનપણથી મળ્યાં હોય, તેને માનની ભૂખ જબરજસ્ત રહે. માન, માન ને માન જ જ્યાંથી ત્યાંથી મળ્યું હોય, તેને માનની ભૂખ મટી જાય. માનીને માન મળે તો તેની લોભની ગાંઠ છૂટતી જાય, જ્યારે લોભિયાને ગમે તેટલું માન મળે તો ય લોભની ગાંઠ ના છૂટે. માન હોય તો પણ તે ચલાવી લેવાય. પણ ‘ક્યાંથી માન મળે, ક્યાંથી માન મળે' એવો ઉપયોગ રાત-દહાડો રહે તે ભયંકર જોખમી. માનનો તો નિકાલ થઈ શકે પણ માનની ભૂખનું મુશ્કેલ છે. લોક માન આપે તે નિરાંતે ચાખવું પણ તેની ટેવ ન પડી જવી જોઈએ. વળી જે માન આપે, તેની પર રાગ ના થઈ જાય તે જોવું જોઈએ. માન ચાખવામાં જાગૃતિ મંદતાને પામે ને માનમાં કપટ પેઠું તો અંધારું ઘોર થઈ જાય. માન ચાખવાનો વાંધો નથી પણ મનની વિકૃતિ કેફમાં પરિણમે તેનો વાંધો છે. માનનું અસ્તિત્વ જ કદરૂપું બનાવે પછી તે આકર્ષણરૂપ ના થઈ શકે. સામાને હલકો માન્યો તેથી માન ટક્યું છે. માનનો પ્રેમી એટલો જ અપમાનનો પ્રેમી થઈ શકે ? પોતાનું અપમાન ક્યાંક ન થઈ જાય એનું જ લક્ષ રહ્યા કરે. એ માનની ભીખ પેટી કહેવાય. આ માન-અપમાન કોને સ્પર્શે છે ? આત્માને ? ના. એ અહંકાર ભોગવે છે. જો ‘તમે’ ‘આત્મસ્વરૂપ’ હો તો તમારું કોઈ અપમાન કરી શકે જ નહીં. આત્માને કંઈ માન-અપમાન વળગે ? અક્રમ વિજ્ઞાનમાં ‘જેનું અપમાન થાય છે, તે ‘પોતે' હોય કહેતાં જ પોતે છૂટો પડી જાય છે. અપમાન કરનારો ઉપકારી દેખાય તો માન કપાય. અજ્ઞાનતામાં અપમાનનો ભય જતો રહે તો નફફટે ય થઈ જાય, ને જ્ઞાન પછી અપમાનનો ભય જતો રહે તો સંપૂર્ણ સ્વતંત્ર થઈ જાય. માનના અનેક પર્યાયો છે. અભિમાન, ઘમંડ, તુમાખી, તુંડમિજાજી, ઘેમરાજી, મછરાળ, સ્વમાન, મિથ્યાભિમાન. ‘મારું નામ લલવો’ કહે તો જાણવું એકલો અહંકારી કહેવાય. ‘મારું નામ લલ્લુભાઈ’ કહે તો એ માની પણ કહેવાય. ‘હું લલ્લુભાઈ વકીલ, મને ના ઓળખ્યો ?” એ અભિમાની. કશો ય માલ ના હોય તો ય કહેશે, ‘હું ગમે તેને હરાવી પાડું” એ ઘમંડ. નહીં સમજણનો છાંટો કે નહીં લક્ષ્મીનો, છતાં મિજાજ પાર વગરનો, એ તુંડમિજાજી, તુમાખીવાળો તો ગમે તેવાં મોટા શેઠ જેવા માણસને ય હડધૂત કરી મૂકે ! જેને ને તેને છી છી ર્યા કરે, ને પોતાથી બે માઈલે ય ના જવાતું હોય તો ય કહેશે, કે આખી દુનિયા ફરી આવું, એ ઘેમરાજી ! હમ જુદો, અહંકાર જુદો, અહંકાર જાય, પણ ‘હમ” ના જાય જી. જ્યાં કશો જ માલ ના હોય ત્યાં હમ ઊભું થાય. ‘હમ’ જુદું ને ‘હું કંઈક 28

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 253