________________
‘મારી પાછળ શું બોલતા હતા ?” એ થયું કે ત્યાંથી મોક્ષમાર્ગ ઊડ્યો. જેને જે બોલવું હોય, તે ભલેને બોલે. આપણે જાતને છૂપાવવી હોય તો આ પ્રશ્ન ઊભો થાય ને ! | ‘કાન દઈને સાંભળે' તે ય ભયંકર રોગ કહેવાય. અને આપણો ગુનો હશે તો બોલે તેમાં શું વાંધો ? કોઈ આપણા માટે ગમે તે બોલે, એ ભલે બોલે. સારું જ છે. આપણે સ્ટ્રોંગ રહેવાની જરૂર છે. નાની ભૂલ પણ ભયંકર ભમાવી દે ! પોતાનામાં કપટ હોય તેથી તો કાન દઈને સાંભળવાનું મન થાય.
બીજાની વાત સાંભળીને તો આપણું મગજ બગડી જાય. એ વાત કહેનારો એના સહજ ભાવે કહી જાય. પણ આપણા દૂધપાકમાં મીઠું પડ્યું તેનું શું? આપણી શી દશા થાય ?
કેટલાંક કહે છે કે અમારે ડરના માર્યા કપટ કરવું પડે છે. પણ ડર શેનો ? ગુનો હોય તેને ડર ને !
મોક્ષના કામી થઈ જાય તેને મોક્ષમાર્ગનું કોઈ બાધક કારણ અડે નહીં.
‘હું જાણું છું’ એ મોક્ષમાર્ગનું મોટામાં મોટું બાધક કારણ ! એ આપઘાત કરાવે. ‘હું જાણું છું’ એ નરી માદકતા લાવે, જે જવી મહા મુશ્કેલ ! જેને ‘હું જાણું છું કેફ નથી, એનું તો મોટું ય રૂપાળું દેખાય. ભયંકર અજાગૃતિને કારણે તો આ રોગ ઉત્પન્ન થઈ જાય. | ‘જાણું છું' એમ માનીને પડેલી ભાંજગડનો નિકાલ કરવા જાય તો ઊલટું બફાઈ જાય.
‘હું જાણું છું'ની મીઠાશ વર્તે કે કૂંપળો ફૂટે. ત્યાં તરત જ ભૂંસી નાખવું. કૂંપળો ફૂટતાં જ ચૂંટી કાઢવું. નહીં તો એ રોગ વધી જાય, જાગૃતિ ખલાસ કરી નાખે.
મોક્ષમાર્ગમાં બધા જ ભય-સિગ્નલો જ્ઞાની પુરુષ પાસેથી જાણી લેવા જોઈએ, તો જ સેફ સાઈડ રહે. નહીં તો સ્ટીમર કયે ગામ જશે, તેનું
ઠેકાણું નહીં. જેને મોક્ષે જ જવું છે તેને સાચો માર્ગ જડી આવે જ એવો નિયમ છે.
૮. જાગૃતિ : પૂજાવાતી કામતા જ્ઞાનીની સમજણે આપણી સમજણ મેળવી, તેમના સમાંતરે ચાલવાનું. નહીં તો માર્ગ ક્યારે ફંટાઈ જશે તે કહેવાય નહીં. મોક્ષમાર્ગે પોતાની સમજણનો એક અંશ પણ ચાલે તેમ નથી. પોતાને સાચી સમજણ જ નથી તેથી તો ભટકીએ છીએ ને !
સામાના પ્રશ્નોનું સમાધાન ક્યારે થાય કે જ્યારે અહંકાર સંપૂર્ણ ખલાસ થાય, ડિસ્ચાર્જ અહંકાર પણ ખલાસ થાય ત્યારે. જ્યાં સુધી ગર્વરસ ચખાય છે ત્યાં સુધી ચાલ્વાદ વાણી પણ ના નીકળે. એટલે બુદ્ધિનો, અહંકારનો રસ ના પડવો જોઈએ. અહંકાર ગયો ના હોય ને ઉપદેશક થઈ બેસે તો સામાને કંઈ ફાયદો થાય નહીં. એના કાનને સારું લાગે એટલે વાહ વાહ કરે. પણ એનાથી પોતાને ભયંકર નુકસાન થાય. અહંકાર જ બધો ખોરાક ખાઈ જાય ને આખો મોક્ષમાર્ગ ચૂકાવી દે !
અક્રમ માર્ગમાં ઉપદેશક થવા જનારાને જ્ઞાની પુરુષ લાલબત્તી ધરે છે કે, “આપણા જ્ઞાનનો એક વાળ જેટલું કહેવા જાય તો લોકો તૂટી પડે. લોકોએ આવી શાંતિ જોઈ નથી, આવું સાંભળ્યું નથી એટલે તૂટી પડે ને ! પણ પેલો અહંકાર મહીં બેઠો બેઠો હસ્યા કરે.” પૂર્ણાહુતિ કરવી હોય તો કોઈ જગ્યાએ, કોઈ પૂછે તો ય કાચા ના પડશો.
બુદ્ધિનો ક્ષય ના થાય, અહંકારનો ક્ષય ના થાય, પૌગલિક ઇચ્છાઓ ખલાસ ના થાય, વિષયનો વિચાર પણ આવે છે ત્યાં સુધી ભારેલો અગ્નિ જ છે. એ ક્યારે ભભૂકી ઊઠે, તે કહેવાય નહીં. ઉપશમ થયેલા કષાયો જ્યાં સુધી ક્ષય થયા નથી, ત્યાં સુધી ઉપદેશમાં પડવું એ ભયંકર જોખમ છે.
જ્યાં સુધી પોતાની જાત માટે પક્ષપાત રહેલો છે, ત્યાં સુધી પોતાની ભૂલો ના જડે. મૂર્ધામાં ને મૂર્ધામાં રાખે. કર્મના ઉદયનો ઝપાટો આવે ત્યારે
38