________________
એડજસ્ટ એવરીવ્હેર થવા માટે જ્ઞાની પુરુષ કઈ રીતે બધે એડજસ્ટ થઈને ચાલતા હોય છે તેનું નિરીક્ષણ કરવાથી આવડી જાય. ને જે એડજસ્ટ એવરીવ્હેર થતાં શીખી ગયો, તે સંસાર તરી ગયો.
ફરિયાદ કરવા કરતાં ‘એડજસ્ટ’ થઈ જવું ઉત્તમ. આપણી ‘લાઈટ’ વધુ હોય તો તેને ડીમ કરી, ડીમ લાઈટવાળા જોડે એડજસ્ટ થઈ જવું.
મતભેદ ટાળવા જ્ઞાની પુરુષ ચાવી આપે છે કે, “આપણે બધા એક છીએ અને આપણામાં જુદાઈ નથી.” આટલું દરરોજ પાંચ વખત સવારમાં બોલવું. તો એક દહાડો કોઈની જોડે મતભેદ નહીં રહે એવી વેળા આવીને ઊભી રહેશે.
આપણી એકતા પર કોઈ ફાચર મારવા આવે જ કેમ કરીને ? એ જ ઘાલમેલિયા. એને પેસવા જ કેમ દેવાય ? કાચા કાનના રહ્યું કેમ પાલવે ?
હમેશા કોઈનું તૂટતું હોય ત્યાં ‘વેલ્ડીંગ’ કરી આપવું. પોતે અડચણ વેઠીને ય સામાને ‘વેલ્ડીંગ’ કરી આપવું એ બહુ ઊંચામાં ઊંચો ગુણ કહેવાય.
આ કાળમાં વેલ્ડીંગ કરનારો માર ખાય. બે જણનું વેલ્ડીંગ કરી આપ્યું. એ બંને એક થઈ ગયાં તો ય વેલ્ડીંગ કરનારને ભાગે તો નુકસાન જ ! આવો માર પડે એટલે વેલ્ડીંગ કરનારો પાછો પડે. પણ આત્માનું જેને સુધારવું છે તેણે તો માર ખાઈને ય વેલ્ડીંગ કરવું !
વેલ્ડીંગ કરતાં ના ફાવે તો ય મનમાં ‘વેલ્ડીંગ કરવું છે' એવા ભાવ રાખી છોડી દેવું, પણ ‘વિખૂટા પડે તો સારું એવો દુર્ભાવ તો ના જ સેવાય.
ફ્રેકચર કરી આપનારા ઠેર ઠેર મળે પણ વેલ્ડીંગ કરનારો તો વિરલો જ મળે.
કાદવ અડે નહીં એ રીતે નીકળી જવાનું છે. જ્યાં કિંચિત્ માત્ર કોઈ પણ જાતની અપેક્ષા નથી, ડાઘ નથી ત્યાં સંપૂર્ણ શુદ્ધતા હોય, તે જ જ્ઞાની દશા ! જ્ઞાની પુરુષને દેહનું પણ મમત ના હોય. જ્ઞાની પુરુષ અહંકાર ને મમતારહિત હોય.
મમતા એટલે “મારું” છે અને તેથી હું ખડું રહ્યું છે. મમતાનો વિસ્તાર તો “મારો દેહથી માંડીને ‘મારી વહુ, મારું ઘર, મારું ગામ, મારો દેશ, મારી દુનિયા’ સુધી વિસ્તરે તેમ છે.
મમતા બાઉન્ડ્રીપૂર્વકની હોવી જોઈએ. મમતાની બાઉન્ડ્રી એટલે આપણે જીવતાં હોઈએ ત્યાં સુધી જ એનું અસ્તિત્વ હોય. દાખલા તરીકે આ દેહ, તો એથી આગળની મમતા આપણી જવી જોઈએ, એ પછી એકના એક દીકરા માટેની પણ ! નહીં તો એ વિસ્તારેલી મમતા દુ:ખદાયી જ છે.
ઇસ્યોરન્સ લીધેલી સ્ટીમર ડૂબે તો ઇસ્યોરન્સવાળાને કેટલી ચિંતા થાય ? એવી મમતા હોય તો કશી ઉપાધિ ના કરાવે.
બંગલો વેચ્યાના દસ્તાવેજ થઈ ગયા પછી બંગલો બળી જાય તો કંઈ થાય ? ના. દસ્તાવેજના કાગળિયાથી મમતા ઊડી જાય તો શું સાચી સમજણથી મમતા ના જઈ શકે ? બાકી, બંગલો તો કહે છે કે “શેઠ, કાં તો હું જઈશ કાં તો તું જઈશ.”
સંગ્રહસ્થાનની શર્તો શું? મહીં જોવાની-ફરવાની બધી જ છૂટ પણ જોડે લઈ ના જવાય. એવું આ મનુષ્યોને બધું જ અહીંનું અહીં જ મૂકીને નિરાંતે ઠાઠડીમાં માનભેર સૂતાં સૂતાં જવાનું ! એવા જગતમાં આ બધી શી માથાફોડ ?!
કકળાટ થાય તે મમતા શું સૂચવે છે ? જે વાઈફ ખરેખર પોતાની નથી, તે મરી જાય તો દુ:ખ કેમ થાય છે ? લગ્નવેળાએ જ ચોરીમાં ‘મારી વહુ, મારી વહુ....' એમ મમતાના આંટા મારતો ગયો. તેનાથી સાયકોલોજિકલ ઈફેક્ટ થઈ ને વહુ પર મારાપણું પેઠું. તેનું દુઃખ થાય છે. તેને ‘ોય મારી, હોય મારી’ કરે તો તે મારાપણાના આંટા ઉકલી જાય, તો દુ:ખમુક્તિ થાય.
૪. મમતા : લાલચ
ટૂંકું જીવન તેમાં એક મિનિટ પણ કેમ બગાડાય ? સંસારમાં ક્યાંય
23
24.