________________
છું’ એ ય જુદું !
જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, એનું નામ અહંકાર. અહંકારનું અસ્તિત્વ દરેકમાં હોય જ, જ્ઞાની પુરુષ સિવાય.
વિસ્તરેલો અહંકાર એટલે માન. મમતાસહિત માન એ અભિમાન. આ મારો બંગલો, આ મારી મોટર એમ પ્રદર્શિત કરે એ અભિમાન.
અભિમાન છે ત્યાં સંયમ નથી ને જ્ઞાને ય નથી, ત્યાં અજ્ઞાન છે.
‘હું ચંદુભાઈ છું’ એ જ અહંકાર ને ‘હું શુદ્ધાત્મા છું’ તો એ નિર્અહંકાર. સ્વરૂપજ્ઞાન પછી મૂળ અહંકાર ગયો પણ અહંકારના પરિણામ રહ્યાં. અહંકારનાં સર્વપરિણામ ખતમ થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
| ‘આપણા અહંકારના પરિણામથી કોઈને કિંચિત્માત્ર દુ:ખે ન હો’ એવો ભાવ કરવાનો. છતાં કોઈને દુ:ખ થઈ જાય તો તેનું પ્રતિક્રમણ કરી આગળ ચાલવા માંડવાનું.
માન અને સ્વમાનમાં શું અંતર ? માન એટલે ઇગો વીથ રીચ મટેરિયલ્સ. અને સ્વમાન એટલે પોતાની જે લાયકાત છે તેટલા પૂરતું જ માન. પોતાના માનને સહેજે ય સળી ના થાય, તે જુએ એ સ્વમાન. વ્યવહારમાં સ્વમાન એ સદ્ગુણ છે પણ જ્યારે મોક્ષે જનારાઓને સ્વમાનથી ય મુક્ત થવું પડે. અપમાન સામે રક્ષણ કરે તે સ્વમાન.
અભિમાની તો હોય, તેનું જ પ્રદર્શન કરે ને મિથ્યાભિમાની તો કશું ય ના હોય તો ય ‘અમારે આમ છે ને તેમ છે” એમ ઠોકાઠોક કરે.
અપમાન થવાં એમાં માન માપવાનું થર્મોમિટર છે. અપમાન કરે ને તે અડે તો જાણવું કે એ જબરજસ્ત માની છે.
નિર્માનીને ‘હું નિર્માની છું’ એવો અહંકાર. નિર્માનીપણાનો અહંકાર તો વધારે સૂક્ષ્મ ! એ અહંકારે ય શૂન્ય થાય તો જ કામ થાય.
- જ્ઞાની પુરુષ સસ્પૃહ-નિસ્પૃહ હોય. સામાના પુદ્ગલ માટે સંપૂર્ણ નિસ્પૃહ ને એના આત્મા માટે સંપૂર્ણ સસ્પૃહ.
જ્ઞાની પુરુષમાં ઉન્મત્તતા ના હોય. લોકોને તો ગજવામાં જરા રકમ પડી હોય કે છાતી ટાઈટ થઈ જાય, ને ઉન્મત ! અને જ્ઞાનીને તો જબરજસ્ત વૈભવ સામેથી આવીને પડે છતાં ય એમનામાં કિંચિત્માત્ર ઉન્મત્તતા ના હોય.
જ્ઞાની પુરુષને પોતાપણું ના હોય. મન-વચન-કાયા પ્રત્યે પોતાપણું જ ના હોય ને !
જ્ઞાની પુરુષમાં ગર્વ ના હોય. ‘હું કરું છું, મેં કહ્યું” એ બધું ય ગર્વ. સ્વરૂપમાં આવે તો ગર્વ માટે. ‘મેં કર્યું’ એવું થતાં જ મહીં મીઠો ગર્વરસ ઉત્પન્ન થયા વગર રહે જ નહીં. ‘હું હતો તો થયું’ એ જ ગર્વરસ. જગતમાં ગર્વરસ જેટલો મીઠો રસ કશામાં ના હોય.
ગર્વરસ શી રીતે જાય ? એ વિજ્ઞાન જાણવાથી જાય. કયું વિજ્ઞાન ? ‘આ કોણ કરે છે? તે જાણે તો પોતે કરતો નથી એ સમજાય. ને પછી ‘હું કરું છું'નો ગર્વરસ ઉત્પન્ન જ ના થાય. જ્ઞાની પુરુષને કોઈ ક્રિયા ‘મેં કરી’ એવું ના હોય.
‘જાણું છું’નો કેફ ચઢે તે તો ભયંકર જોખમ ! જ્ઞાની વિના એ રોગ ક્યારેય ના જાય, ઝેર કરતાં ય ભયંકર. અહમ્ રાખવો હોય તો હું કંઈ જ જાણતો નથી’નો રાખવો.
સામો પ્રશંસા કરે તેનાથી આખો દહાડો મસ્તીમાં રહે તે સર્વ પ્રશંસા. ને ગર્વરસ તો ‘મેં કેવું સરસ ક્યું !’ હું કરું છું' એવો અહંકાર ગર્વરસ ચાખવાની ટેવ પાડે.
ગર્વરસ ના ચખાય, તે માટે શું કરવું ? કશું કરવાનું જ નથી. સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું હોય, તેણે જ્ઞાન જ જાણવાની જરૂર કે ગર્વરસને ચાખનારા આપણે હોય અને આપણે શુદ્ધાત્મા છીએ એ લક્ષમાં રાખવું જોઈએ.
જ્ઞાની પુરુષ ગારવતામાં ના હોય. ગારવતા એટલે ઉનાળામાં કાદવમાં બેઠેલી ભેંસને કાદવની ઠંડક કાદવમાંથી બહાર નીકળવા ના દે,
30