Book Title: Aptavani 09
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ રાખીએ એટલે સામો નોંધ રાખે જ. પ્રથમ તો નોંધ લેવાની શરૂઆત થાય. એટલે માનસિક યુદ્ધ શરૂ થયું, પછી વાચિક યુદ્ધ ને છેવટે કાયિક યુદ્ધ સુધી જઈ શકે. માટે મૂળ જ ઊખેડી નંખાય, તે ઉત્તમ ! મોક્ષે જનારને તો નોંધવહી જ કાઢી નાખવી પડે. નોંધ લેવાની અટકી, તેનો સંસાર અટક્યો. સંસારમાં ચોક્કસ તે મોક્ષ માટે અચોક્કસ. સંસારની ચોકસાઈ એટલે સંસારના ટેકાઓ ! નોંધ કરવાની પ્રકૃતિને ઓગાળવા અક્રમ વિજ્ઞાન શું કહે છે ? કે એ નોંધ પ્રકૃતિ કરે છે, તેને ‘આપણે’ જાણીએ. પ્રકૃતિ નોંધ કરે એનો વાંધો નથી, પણ એની જોડેની ‘આપણી’ સહમતિ ઊડી એટલે નોંધ ઊડી. નોંધ કરવાની’ ટેવ વિજ્ઞાન વિના છૂટે નહીં. સંસારી સ્વભાવ તો મરણ પસંદ કરે પણ નોંધ છોડવાનું નાપસંદ કરે. જ્યાં કર્મોનો ઉદય ને અસ્ત નિરંતર થતો હોય એવાં બદલાતાં કર્મોની નોંધ તે કેમ લેવાય ? નોંધ કઈ રીતે લેવાઈ જાય છે ? કોઈ પણ નિમિત્તથી સહેજ પણ પોતાને અરૂચિ કે રૂચિ થઈ તો તેની નોંધ લેવાઈ જ જાય. પણ ત્યાં એ નિમિત્ત જોડે નોંધ ન રહે તો એ પુરુષાર્થ મોક્ષને પમાડે. નોંધ થાય ત્યાં પોતે પુદ્ગલમાં તન્મયાકાર થઈ જ જાય. પછી સત્તા ય પુદ્ગલની જ વર્તે. પોતાની સ્વસત્તા ત્યાં આવરાય. નોંધ લેવાથી મન તે પ્રત્યે ડંખીલું થાય ને જેને નોંધ લેવાની બંધ થાય, તે વીતરાગ દશા તરફ વળ્યો ગણાય. 3. કોમત સેસ : વેલ્ડીંગ આ કાળમાં કોમનસેન્સ કોરાણે મૂકાણી છે, એવું વર્તમાન જ્ઞાની પુરુષ બેધડક કહે છે. ‘કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લિકેબલ, થીયરેટિકલ એઝ વેલ એઝ પ્રેકિટકલ.” કોમનસેન્સની આ વ્યાખ્યા તદન મૌલિક અને અદ્ભુત છે. કોમનસેન્સવાળો તો ગમે તેવા કાટ ખાધેલાં તાળાં ય ઉઘાડી નાખે. કોઈની જોડે અથડામણમાં ના આવે. અથડામણને કોમનસેન્સથી જ ટાળે, ઘરમાં બહાર-ઓફિસમાં બધે જ. ઘરમાં તૌ બૈરી જોડે મતભેદ જ ના પડવા દે. ગમે તેટલો બુદ્ધિશાળી હોય પણ તેનામાં વ્યવહારુકતા ના હોય, એટલે કે કોમનસેન્સ ના હોય તો ઝઘડા જ થાય. જેટલો અહંકાર ડાઉન થાય તેટલું ગમે તેની જોડે ‘ડિલિંગ’ સુંદર રીતે થઈ શકે. બધાની સાથે મિલનસારપણાથી જાત જાતની વાતચીત કરવાથી કોમનસેન્સ ખીલે. વ્યવહારનો તિરસ્કાર કરવાથી કોમનસેન્સ ખલાસ થાય. કોમનસેન્સવાળાનો બધા જોડે સૂર મળતો આવે. - વ્યવહારમાં ડિસીસન લેવા અથડામણ ટાળવા કોમનસેન્સ જ કામ લાગે. સરળ માણસ છેતરાય પણ બદલામાં કોમનસેન્સ એની વધતી જાય. કોમનસેન્સ તો ત્યાં સુધી કાર્યકારી બને છે કે કોઈ ગમે તેટલું અપમાન કરે તો ય ‘ડીપ્રેશન’ ના આવવા દે. સ્વાર્થ-ઘાટ હોય ત્યાં કોમનસેન્સ ના ખીલે. કારણ કે કોમનસેન્સ ઘાટમાં જ વપરાઈ જાય. કોઈ પણ એક બાબતમાં એકસ્પર્ટ થયો કે તેની કોમનસેન્સ રૂંધાઈ. કોમનસેન્સવાળાને સામાઓની પ્રકૃતિનો સ્ટડી હોય તેથી જ તો એ ગમે તેવું તાળું ખોલી શકે. કોમનસેન્સ એ એક પ્રકારની સૂઝ છે અને સૂઝ એ કુદરતી બક્ષિસ છે. જ્યારે બુદ્ધિ નફો-ખોટને દેખાડનારી છે અને પ્રજ્ઞા તો જ્ઞાન-પ્રકાશ લાવ્યા પછી જ ઉત્પન્ન થાય. કોમનસેન્સ સંસારના તાળાં ઉકેલી શકે પણ મોક્ષનું એકુંય નહીં, જયારે પ્રજ્ઞા મોક્ષ તરફ લઈ જાય. 21 22.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 253