________________
વરસના તપથી જેટલા કર્મોનો ક્ષય થાય તેટલા કર્મોનો ક્ષય. નવકારની અનાનુપૂર્વીગણવાથી અડધી ક્ષણમાં થાય છે. આમાં આ કૃતિ અભ્યાસુઓના હૃદયમાં નવકાર પ્રત્યેની શ્રદ્ધામાં વૃદ્ધિ કરવામાં અવશ્ય સફળ થશે.
બીજી કૃતિ છે અંગુલસત્તરી. ૭૦ ગાથાની આ કૃતિમાં ગ્રંથકારે ત્રણ પ્રકારના અંગુલનું સ્વરુપ જણાવ્યું છે. ત્રણ પ્રકારના અંગુલ આ પ્રમાણે છે. ઉલ્લેધાંગુલ, આત્માગુલ અને પ્રમાણાંગુલ. ગ્રંથકારે આ અંગુલોને વિષે જુદા જુદા મતો બતાવી યુક્તિઓ પૂર્વક તેનો નિરાસ કર્યો છે અને સાચો મત પણ દર્શાવ્યો છે. આ કૃતિના રચયિતા છે શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજા. તેઓએ નાની ઉંમરમાં ચારિત્ર લઇ દીક્ષાદિવસથી જ છએ વિગઇનો ત્યાગ કર્યો હતો અને વાપરવામાં ચાર દ્રવ્યથી વધારે નહિ લેવાની પ્રતિજ્ઞા કરી હતી. તેઓ મોટા ભાગે આયંબિલ જ કરતા હતા. તેઓ શ્રી યશોભદ્રસૂરિ મહારાજાના શિષ્ય હતા. મુનિચન્દ્રસૂરિજીએ ભવ્ય જીવોના ઉપકાર માટે ઘણા ગ્રંથોની રચના કરી. તેમાંથી કેટલાકના નામ નીચે મુજબ છે – ૧ પ્રાભાતિક સ્તુતિ ૨ વણસ્સઇ સત્તરિ ૩ આવસ્મય સત્તરિ, ( ૪ ઉવએસ પંચાસિયા. ૫ મોક્ષપદેશ પંચાશક ૬ ઉવએસ પંચવીસિયા ૭ દિવએસ.
૮ વિસયનિંદાકુલય ૯ સામણ ગુણોવએસ ૧૦ અણુસાસણંકુસ