________________
પ્રથમ ઉપયોગપણું કહ્યું. હવે પ્રમાણભંગુલનું ત્રણ ગાથાથી બીજું ઉપયોગપણું કહે છે.
सुत्तम्मि जत्थ भणिओ उसभसुओ भरहनामगो चक्की। आयंगुलेण वीसा समहिय अंगुलसयपमागो॥१०॥
અર્થ - જિહાં સૂત્રને વિષે શ્રી ઋષભ સ્વામીના પુત્ર ભરતચક્રીના આત્માગુલનું અંગુલ ૧૨૦ પ્રમાણ કહ્યું છે. ||૧૦||
सो सूइअंगुलेणं चउसयमाणेण होइ धित्तव्यो । कहमन्नह पंचसया उस्सेहंगुलधणूणं सो॥११॥
અર્થ :- સ તે ભરત સૂચી પ્રમાણાંગુલ લેવું. તે કેવું છે. સૂચી પ્રમાણાંગુલ ચારસેં ગુણું કીધું છે. અન્યથા એહ જો સૂચી પ્રમાણાંગુલ ના માનિયે અને ચોથી ગાથામાં આત્માગુલ કહ્યું છે તેને માનીએ તો છ— ઉત્સધાંગુલે ધનુષ છે જિહાં. એવાં પાંચસે ધનુષ પ્રમાણ શરીર છે જેહનું એવા ભરતચક્રી કેમ બને ||૧૧|| પાંચસે ધનુષ પ્રમાણ શરીર કેમ હોય તે બતાવે છે.
वीसाहियसय चउसयगुणणे जाया सहस्स अडयाला । छन्नवइभागहारे लभते धणुसया पंच ॥१२॥
અર્થ :- એકસોવીસ ઉત્સધાંગુલને ચારસો ગુણા કરિયે તો અડતાલિસસહસ્ર (૪૮૦૦૦) ઉત્સધાંગુલ થાય. અને તેને છએ ભાગ કરીએ ત્યારે પાંચસો ધનુષ થાય. એટલે પાંચસો ધનુષનું ભરતચક્રીનું શરીર થાય. ૧૨II હવે ત્રીજા અંગુલનું સ્વરુપ કહે છે.
जे पुढवाइपमाणा तविक्खंभेण ते मिणिजंति । अणुओगदारचुन्नीवित्तीसु य भणियमेयं ति ॥१३॥
અર્થ :- જે પૃથ્વી આદિકનાં પ્રમાણ તે પ્રમાણાંગુલનું જે વિખ્રભા અઢીઉત્સધાંગુલરુપ તેણે તે પૃથ્યાદિક માપવાં એ પ્રમાણે અનુયોગદ્વારની ચૂર્ણિવૃત્તિમાં કહ્યું છે. ll૧૩ણા ને કારણે અનુયોગદ્વારની ચૂર્ણિવૃત્તિમાં કહ્યું