________________
જરા મને પણ વાંચતા જજો.... - આ. વિજય હેમચંદ્રસૂરિ
કેવળજ્ઞાન પામ્યા બાદ તીર્થંકર ભગવંતો જો પૃથ્વીતલ ઉપર વિચરત નહીં અને દેશના આપત નહી તો પણ તેમનો મોક્ષ અટકવાનો નહોતો. છતા તેઓ ધરા પર વિચર્યા અને દેશનાઓ આપી. શા માટે ? જગતના જીવો ઉપર ઉપકાર કરવા અને પોતાનુ તીર્થંકર નામકર્મ ખપાવવા. તીર્થંકરના જીવો સદા પરોપકાર વ્યસની હોય છે.
પ્રભુ પરંપરામાં થઇ ગયેલા મહાપુરુષોએ પણ પરોપકારવૃત્તિને પ્રધાન બનાવીને પોતપોતાની શક્તિમુજબ જીવો પર ઉપકાર કર્યો, કોઇએ જિનમંદિરોના નિર્માણો કરાવવા દ્વારા, કોઇએ અમારી પળાવવા દ્વારા, કોઇએ શાસનપ્રભાવના કરાવવા દ્વારા, કોઇએ ગ્રંથ સર્જન કરવા દ્વારા.
પ્રસ્તુત પુસ્તકની અંદર બે નાની નાની કૃતિઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાંની એક કૃતિ છે નમસ્કારસ્તવ તપાગચ્છમાં થયેલા શ્રી સોમસુંદરસૂરિના શિષ્યરત્ન શ્રી જિનકીર્તિસૂરિએ આ નાની પણ સુંદર રચના દ્વારા ભવ્ય જીવો પર ઘણો ઉપકાર કર્યો છે. આ કૃતિ ઉપર તેમણે પોતે જ વૃત્તિ પણ રચી છે. ૩૨ ગાથાની આ કૃતિમાં તેમણે ચાર વસ્તુ જણાવી છે - ૧) પ્રસ્તાર, ૨) ભંગસંખ્યા, ૩) નષ્ટ, ૪) ઉદ્દિષ્ટ. આ ચારેના કરણો ઉદાહરણો સહિત સમજાવ્યા છે. નવકારના નવ પદના ૩,૬૨,૦૮૦ ભાંગા કેવી રીતે થાય તેનું સુંદર અને સરળ નિરુપણ તેમણે કર્યું છે, અંતે તેઓ જણાવે છે કે ૬ માસ કે ૧