Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૬/-/૫૨૮ થી ૫૩૨
આરંભીને લોકસ્થિતિ સુધીના સૂત્રો કહે છે. • સૂત્ર-૫૩૩ થી ૫૩૮ :
૨૩
[૫૩૩] છ પ્રકારે મનુષ્યો કહ્યા - જંબુઢીપજ, ધાતકીખંડદ્વીપ પૂવધિજ, ધાતકીખંડદ્વીપ પશ્ચિમાજ, પુષ્કરવરદ્વીપા પૂર્વાર્ધજ, પુષ્કરવરદ્વીપ પશ્ચિમાજિ, તદ્વિપજ... અથવા મનુષ્યો છ ભેદે છે - સંમૂર્ત્તિમ મનુષ્યો ત્રણ ભેદે - કર્મભૂમિજ, અકમભૂમિજ, આંતદ્વિપજ. ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારે - કર્મભૂમિજ, કર્મભૂમિજ, તદ્વિપજ
[૫૩૪] ઋદ્ધિમાન મનુષ્યો છ ભેદે કહ્યા અરિહંત ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, જંઘાચારણ, વિધાધર... ઋદ્ધિરહિત મનુષ્યો છ ભેદે કહ્યા છે - હેમવંત - હૈરણ્યવંત - હરિવર્ષ - રમ્યક્ - ગુરુ - અંતરદ્વીપ ક્ષેત્રના મનુષ્યો.
[૫૩૫] અવસર્પિણી છ પ્રકારે કહી - સુષમસુધમા સાવત્ દુધમષમા. ઉત્સર્પિણી છ પ્રકારે કહી છે - દુધમષમા યાવત્ સુનસુષમા,
[૫૩૬] જંબુદ્વીપના ભરત-ઐવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમસુષમા આરામાં મનુષ્યો ૬૦૦૦ ધનુષ ઉંચા હતા, છ અર્ધ [ત્રણ] પલ્યોપમનું પરમ આયુ પાળતા... જંબુદ્વીપમાં ભરત-ૌરવતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુધમસુષમામાં એમજ જાણવું. જંબુદ્વીપમાં ભરત-ઐરવતમાં આગામી ઉત્સર્પિણીમાં સુષમાસુષમામાં એમજ જાણવું યાવત્ » X - આયુ પાળશે.
દેવકુર-ઉત્તરકુરના મનુષ્યો ૬૦૦૦ ધનુષુ ઉંચા, છ અર્ધપોમાયુવાળા છે... પૂર્વોક્ત રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ચાર આલાપકો યાવત્ પુષ્કરવદ્વીપના પશ્ચિમાર્કમાં ચાર આલાપો કહેવા.
[૫૩] સંઘયણો છ ભેદે કહ્યા છે - વઋષભનારા સંઘયણ, ઋષભ નારા સંઘયણ, નારાય સંઘયણ, અર્ધનારાય, કીલિકા, સેવાઈ સંઘયણ. [૫૩૮] સંસ્થાન છ ભેદે કહ્યા છે. તે આ - સમચતુરા, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, કુબ્જ, વામન અને કુંડક.
• વિવેચન-૫૩૩ થી ૧૩૮ ઃ
[૫૩૩] અર્થ કહેવાયેલ છે. વિશેષ આ અહીં કર્મભૂમિજ આદિ ભેદથી સંમૂર્ણિમ મનુષ્યો ત્રણ ભેદે અને ગર્ભજ મનુષ્યો ત્રણ ભેદે એ રીતે છ ભેદે છે. [૫૩૪] ચારણ એટલે જંઘાચારણ, વિધાચારણ. વિધાધર-વૈતાઢ્યવાસી. [૫૩૫] વૃત્તિકારે કોઈ વૃત્તિ નોંધી નથી.
[૫૩૬] ૬૦૦૦ ધનુષુ એટલે ત્રણ કોશ, છ અર્ધ એટલે ત્રણ પલ્યોપમ. [૫૩૭] સંઘયણ - અસ્થિ સંચય - ૪ - શક્તિ વિશેષ. વજ્ઞ - કીલિકા, ક્ષમ
- ચોતરફ વીંટવાનો પટ્ટ, નારાવ - બંને પડખેથી મર્કટ બંધ. જેમાં બે અસ્થિ બંને પડખેથી મર્કટ બંધથી બંધાયેલ હોય પટ્ટાકૃતિ ત્રીજા અસ્થિથી વીંટાયેલ હોય, તેના ઉપર તે ત્રણેને ભેદનાર ખીલી આકારે વજ્ર નામક અસ્થિ હોય તે વજ્રઋષભ નારાય તે પ્રથમ... જેમાં ખીલી નથી તે ઋષભનારાય નામે બીજું. જેમાં બંને પડખે માત્ર
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
મર્કટબંધ હોય તે ત્રીજું નારાય. જેમાં એક પડખે મર્કટબંધ અને બીજે પડખે ખીલી હોય તે ચોથું અર્ધનારાય. ખીલીથી વિદ્ધ તે પાંચમું અર્ધનારાય અને અસ્થિ સ્પર્શનરૂપ કે સેવાની આકાંક્ષાવાળુ તે સેવાર્તા નામે છટ્યું. શક્તિ વિશેષ પક્ષે કાષ્ઠવત્ દૃઢત્વ
સંઘયણ. - ૪ -
૨૪
વૃત્તિમાં બે ગાથા ઉક્ત અર્થને જણાવનારી નોંધાઈ છે.
[૫૩૮] સંસ્થાન-અવયવોની રચનાત્મક શરીની આકૃતિરૂપ છે, તેમાં શરીરલક્ષણરૂપ કહેલ પ્રમાણથી અવિરોધી એવી ચાર હાંસ છે જેને સમચતુસ્ટ સંસ્થાન, અહીં અગ્નિ એટલે ચાર દિશાના વિભાગથી જણાતા શરીરના અવયવો છે તેથી જેના બધા અવયવો શરીર લક્ષણ ઉક્ત પ્રમાણથી અવ્યભિચારી છે, પણ ન્યૂનાધિક પ્રમાણથી તુલ્ય નથી તે સમયતુસ.
વડના ઝાડ જેવા વિસ્તારવાળુ તે ન્યગ્રોધ પરિમંડલ - જેમ વડનું ઝાડ ઉપરના ભાગે સંપૂર્ણ અવયવ અને નીચેના ભાગે તેમ ન હોય, આવું સંસ્થાન નાભિ ઉપર બહુ વિસ્તારવાળું અને નીચેના ભાગે હીનાધિક પ્રમાણ છે.
માવિ - આદિથી ઉંચાઈરૂપ નાભિને અધોભાગ ગ્રહણ કરાય છે, તે શરીરલક્ષણ ઉક્ત પ્રમાણને ભજનાર સાથે જે વર્તે તે સાદિ. આખું શરીર અવિશિષ્ટ આદિ સાથે વર્તે છે માટે આ વિશેષણ છે - x - ત્તિ ઉત્સેધબહુલ.
ધુન - અહીં અધાનકાય શબ્દથી પગ, હાથ, શિર, ગ્રીવા કહે છે. તે જેમાં શરીરલક્ષણના ઉક્ત પ્રમાણથી વ્યભિચારી હોય અને વળી જે શેષ શરીર યયોક્ત
પ્રમાણવાળું હોય તે કુબ્જ સંસ્થાન.
વામળ - જેમાં હાથ, પગ, શિરા, ગ્રીવા યથોક્ત પ્રમાણવાળાં હોય અને શેષ શરીર ન્યૂનાધિક પ્રમાણવાળું હોય તે વામન સંસ્થાન.
ઝુંડ - સર્વત્ર અસંસ્થિત, પ્રાયઃ જેના એકપણ અવયય શરીરલક્ષણના ઉક્ત
પ્રમાણ સાથે મળતું ન હોય તે હુંડક સંસ્થાન.
એક ગાથા વૃત્તિકારે નોંધી છે. તેમાં ચોથા-પાંચમાંનો ક્રમ ઉલટો છે. • સૂત્ર-૫૩૯ થી ૫૪૩ :
[૫૩૯] અનાત્મભાવવર્તી [કષા માટે છ સ્થાન અહિત માટે, અશુભ માટે, અશાંતિ માટે, અકલ્યાણ માટે, અશુભ પરંપરા માટે થાય છે. તે આ પ્રમાણે પચયિ, પરિવાર, શ્રુત, તપ, લાભ, પૂજા સત્કાર... આત્મભાવવર્તી માટે છ સ્થાનો હિત માટે યાવત્ શુભપરંપરા માટે થાય - ચયિ યાવત્ પૂજારાત્કાર.
[૫૪૦] જાતિ આ મનુષ્ય છ પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે [૫૪૧] અંબષ્ઠ, કલંદ, વૈદેહ, વેદગાયક, હરિત અને ચુંચુણ-ઈભ્યજાતિ. [૫૪૨] કુલામિનુષ્યો છ ભેદે-ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય. [૫૪૩] લોકસ્થિતિ છ ભેદે કહી છે. તે આ - આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, પૃથ્વી પ્રતિષ્ઠિત સ સ્થાવર પ્રાણી, જીવ પ્રતિષ્ઠિત અજીવ, કર્મપ્રતિષ્ઠિત જીવ.