Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 65
________________ ૮|-|૭૧૩ થી ૭૨૨ ઘર અર્હત, જિન, કેવલી જાણે છે - જુએ છે યાવત્ વાયુ. [૨૨] આઠ પ્રકારે આયુર્વેદ કહેલ છે કુમારભૃત્ય, કાયચિકિત્સા, શાલાક્ય, શહત્યા, જંગોલી, ભૂતવિધા, ક્ષારતંત્ર, રસાયણ. • વિવેચન-૭૧૩ થી ૭૨૨૬ - ૧૦૩ [૭૧૩] અતીત, અનાગત અને વર્તમાન સંબંધી અતીન્દ્રિય ભાવોને જાણવામાં વસ્તુથી ઉત્પન્ન થયેલ જે હેતુ તે નિમિત્ત, તેનું કથનકર્તા શાસ્ત્રો પણ નિમિત્તો કહેવાય છે, તે પ્રત્યેક શાસ્ત્રો સૂત્ર-વૃત્તિ-વાર્તિકથી ક્રમશઃ હજાર-લાખ-કરોડ પ્રમાણ છે, તેથી મોટા એવા નિમિત્તો તે મહાનિમિત્ત. તેમાં (૧) ભૂમિ વિકાર તે ભૌમ-ભૂકંપાદિ, તેના પ્રયોજનવાળું શાસ્ત્ર પણ ભૌમ જ છે, એમ બીજા પણ શાસ્ત્રો કહેવા. વિશેષ ઉદાહરણ અહીં કહે છે - મોટા શબ્દથી ભૂમિ જ્યારે અવાજ કરે, કંપે ત્યારે સેનાપતિ, પ્રધાન, રાજા, રાજ્ય પીડાય છે, ઇત્યાદિ... (૨) ઉત્પાદ-સહજ લોહીની વૃષ્ટિ. (૩) સ્વપ્ન - જેમ કોઈ સ્વપ્નમાં અતિ લાલ મૂત્ર કરે છે કે વિષ્ટા કરે છે, ત્યારે જો જાગે તો તે પુરુષ દ્રવ્યના નાશને પામે છે. (૪) આંતરિક્ષ-આકાશમાં થયેલ તે - ગંધર્વ નગરાદિ. જેમ કપિલ વર્ણ ધાન્ય નાશ માટે થાય છે, મજીઠ વર્ણ ગાયનું હરણ કરે છે, અવ્યક્તવર્ણ બળનો ક્ષોભ કરે છે, એ નિસંદેહ છે. સ્નિગ્ધ, સપ્રાકાર, સતોરણ, સૌમ્યદિશા આશ્રિત ગંધર્વનગર રાજાને વિજય કરનાર છે ઇત્યાદિ. (૫) આંગ-શરીર અવયવ, તેનો વિકાર. જેમ શિસ્ફૂરણાદિ. જમણું પડખું ફકવું, તેનું ફળ સ્ત્રીને ડાબા પડખે હું કહીશ. શિર સ્ફૂરણે પૃથ્વી લાભ. (૬) સ્વર-પાદિ શબ્દ, પડ્ત સ્વરથી આજીવિકા પામે, કરેલ કાર્ય વિનાશ ન પામે, ગાય-મિત્ર-પુત્રની વૃદ્ધિ થાય, સ્ત્રીને વલ્લભ થાય. અથવા શકુન સ્વર-કાળી ચકલીનો વિવિચિવિ શબ્દ પૂર્ણ ફળને આપે છે ઇત્યાદિ. (૭) સ્ત્રી-પુરુષોના લક્ષણ-જે મનુષ્યના હાડકાં મજબૂત હોય તે ધનવાન થાય - ૪ - આંખો તેજસ્વી હોય તે સ્ત્રીસુખ ભોગવે - ૪ - ઇત્યાદિ. (૮) વ્યંજન-મસા વગેરે. કપાળમાં કેશ પ્રભુતા માટે થાય, આદિ. [૭૧૪ થી ૭૨૦] આ શાસ્ત્રો વચનવિભક્તિના યોગ વડે કથનીયને પ્રતિપાદન કરે છે. માટે વનવિભક્તિ સ્વરૂપને કહે છે - જેનાથી એકત્વ, દ્વિત્વ, બહુત્વ લક્ષણ અર્થ કહેવાય તે વચનો અને કર્તૃત્વ-કર્મત્વાદિ લક્ષણ અર્થ જેનાથી વિભક્ત કરાય તે વિભક્તિ. વયનાત્મિકા વિભક્તિ તે વચનવિભક્તિ. સ્-1-સ્ ઇત્યાદિ. (૧) નિર્દેશવું તે નિર્દેશકદિ કારક શક્તિ વડે રહિત લિંગાર્થ માત્ર પ્રતિપાદન, તેમાં પ્રથમા થાય. જેમકે – તે કે આ રહે છે અથવા હું રહું છું... (૨) ઉપદેશાય તે ઉપદેશન-ઉપદેશ ક્રિયાના સંબંધવાળું. આ વ્યાપ્ય ક્રિયાના સંબંધવાળું તે કર્મ. તેમાં દ્વિતિયા છે. જેમ – આ શ્લોકને ભણ, તે ઘડાને કર. ઇત્યાદિ. (૩) જેના વડે કરાય છે તે કર્મ કે ક્રિયા પ્રત્યે સાધક કરે તે કરણ. - x સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ - કરણમાં તૃતિયા કહી છે. જેમકે ગાડા વડે ધાન્ય લઈ જવાયું આદિ. (૪) સંપ્રદાન-સત્કારીને જેના માટે અપાવાય અથવા જેના માટે સારી રીતે અપાય તે સંપ્રદાન, તેમાં ચતુર્થી. જેમકે – ભિક્ષુને માટે ભિક્ષા અપાવાય છે. - x - ઉપલક્ષણથી નમઃ, સ્વસ્તિ, સ્વાહા આદિ યુક્ત પદોને ચતુર્થી હોય છે. જેમકે – નમ: શાવાય આદિને કેટલાક સંપ્રદાન કહે છે. ૧૦૪ (૫) પંચમી - જીપ - જુદા કરવાથી, આ - મર્યાદા વડે, રીવતે. ભેદાય છે અથવા ગ્રહણ કરાય છે, જેમાંથી તે અપાદાન-‘અવધિમાત્ર’ આ અર્થ છે, તેમાં પંચમી થાય. જેમકે – ઘરમાંથી ધાન્યને કાઢ, ઇત્યાદિ. (૬) છટ્ઠી-સ્વ અને સ્વામી, તે બંનેનું વચન-કથન. તેમાં સ્વ-સ્વામીના વચનમાં છટ્ઠી થાય છે. જેમકે – તેનો, આનો આદિ - ૪ - (૭) જેમાં ક્રિયા સ્થપાય છે તે સન્નિધાન-આધાર, તે જ અર્થ સન્નિધાનાર્થ, તેમાં સપ્તમી છે. તેના કાલ અને ભાવરૂપ ક્રિયાવિષયમાં સપ્તમી છે. ત્યાં સન્નિધાનમાંતે ભોજન આ પાત્રમાં છે. તે વન અહીં શરદઋતુમાં ખીલે છે. આ ગાય દોહન કરાતા તે કુટુંબ ગયું. આદિ - x - (૮) અષ્ટમી-આમંત્રણમાં છે. સુ-*-નર્. આ વિભક્તિ પ્રથમા છતાં આમંત્રણ લક્ષણ અર્થને કર્મ, કરણાદિની જેમ લિંગાર્થ માત્રથી ભિન્ન પ્રતિપાદકપણે અષ્ટમી કહી છે. જેમકે – હે યુવન્ ! ઉદાહરણની ગાથા કરેલ વ્યાખ્યાનુસાર વિચારવી - ૪ - ૪ - અનુયોગદ્વારાનુસાર આ વ્યાખ્યાન કર્યું. - ૪ - [૨૧] વચન વિભક્તિ યુક્ત શાસ્ત્ર સંસ્કારથી શું છાસ્યો સાક્ષાત્ અદૃશ્ય પદાર્થોને જાણે છે ? નહીં. તેથી કહે છે – આઠ સ્થાને પૂર્વે તેની વ્યાખ્યા કરેલ છે. વિશેષ એ કે - યાવથી ૨-અધર્માસ્તિકાય, ૩-આકાશાસ્તિકાય, ૪-શરીરરહિત જીવ, ૫-પરમાણુ પુદ્ગલ, ૬-શબ્દ. આ આઠ વસ્તુઓને જિન જાણે છે, માટે સૂત્ર કહ્યું છે, તે સુગમ છે. [૨૨] જેમ ધર્માસ્તિકાયાદિને જિન જાણે છે, તેમ આયુર્વેદને પણ જાણે છે. તે આ - આવુ - જીવન, તેનું રક્ષણ કરવું જાણે છે કે અનુભવે છે અથવા ઉપમ રક્ષણને જાણે છે. યથાકાળમાં મેળવે છે જેના વડે, જેનાથી કે જેને વિશે તે આયુર્વેદ-ચિકિત્સા શાસ્ત્ર, તે આઠ ભેદે છે– (૧) વધુમાર - બાળકોના પોષણમાં શ્રેષ્ઠ તે કુમારભૃત્ય - કુમારના ભરણપોષણ અને ક્ષીરસંબંધી દોષ સંશોધનાર્થે તથા દુષ્ટ શૂન્ય નિમિત્તોને અને વ્યાધીને ઉપશમાવવાને માટેનું શાસ્ત્ર. (૨) જાય - જ્વારાદિ રોગથી ગ્રસ્ત શરીરની ચિકિત્સા બતાવનાર શાસ્ત્ર તે કાયચિકિત્સા. તે શાસ્ત્ર, મધ્યાંગને આશ્રીને જ્વર, અતિસાર, ક્ત, સોજો, ઉન્માદાદિ રોગોને શમાવવા માટેનું ચાયેલ શાસ્ત્ર. (૩) શલાકાનું કર્મ તે શાલાક્ય, તેનું પ્રતિપાદક શાસ્ત્ર. આ શાસ્ત્ર ઉર્ધ્વ

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109