Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 99
________________ ૧૦/-/૯૨૦ થી ૯૨૮ દ્રવ્યાદિ ભેદથી ચાર પ્રકારની આપત્તિને વિશે, દ્રવ્યથી પ્રાસુક દ્રવ્યની દુર્લભતા, ક્ષેત્રથી માર્ગમાં પતન, કાળથી દુર્ભિક્ષ, ભાવથી ગ્લાનત્વ. કહ્યું છે કે – દ્રવ્યાદિના અલાભમાં ચાર પ્રકારની આપદા હોય છે. ૧૭૧ શંકા હોય તો એષણીય પણ અનેષણીય બને - ૪ - .. સહસાકાર-અકસ્માત કરણ, સહસાકારનું લક્ષણ આ છે – પૂર્વે જોયા સિવાય પગ મૂક્યા પછી જે જુએ છે, પણ પાછો ફરી શકતો નથી, આ પ્રાયઃ સહસાકરણ છે. મય - રાજા, ચોરાદિથી ડરવું, દ્વેષ - માત્સર્ય ભય અને પ્રદ્વેષથી પ્રતિષેવા થાય છે. જેમ રાજાદિના અભિયોગથી માર્ગાદિ બતાવે છે, સિંહના ભયથી વૃક્ષ પર ચડે છે. - ૪ -... અહીં પ્રદ્વેષના ગ્રહણથી કપાયો કહ્યા છે. કહ્યું છે કે – ક્રોધાદિ પ્રદ્વેષ છે... વિમર્શ-શિષ્યાદિની પરીક્ષા કહ્યું છે કે – શિષ્યાદિની પરીક્ષાથી પણ-પૃથ્વી આદિના સંઘટ્ટન રૂપ પ્રતિષેવા થાય છે. [૯૨૬] પ્રતિષેવામાં તો આલોચના કરવા યોગ્ય છે. તેમાં જે દોષો છે તે પરિહરવા યોગ્ય છે, એમ બતાવવા આ સૂત્ર છે... - [૯૨૭] – (૧) આમ્ય - આવર્જીને, ખુશ કરીને. કહ્યું છે – વૈયાવૃત્યાદિ વડે પ્રથમ આચાર્યને પ્રસન્ન કરી પછી આલોચે છે. કેવી રીતે મને થોડું પ્રાયશ્ચિત્ત આપે... (૨) અનુમાનત્તા - અનુમાન કરીને - આ મૃદુ દંડ છે કે ઉગ્રદંડ છે એમ જાણીને અર્થાત્ જો આ મૃદુ દંડ આપનાર હશે તો હું આલોચના આપીશ અન્યથા નહીં. કહ્યું છે આ ઉગ્રદંડ છે કે મૃદુદંડ એમ અનુમાન કરીને બીજાને થોડી આલોચના આપે છે માટે મને પણ થોડું પ્રાયશ્ચિત્ત આપશે... (૩) ખં વિદ્યું - જે દોષ આચાર્યાદિએ જોરોલ હોય તે દોષને જ આલોચે, બીજાને નહીં. આનું આલોચવું માત્ર આચાર્યને રાજી કરવામાં તત્પર૫ણાએ કરીને અસંવિજ્ઞપણાથી છે. કહ્યું છે – જે દોષ બીજાએ જોયા હોય તેને જ પ્રગટ કરે, અન્યને નહીં, શોધિના ભયથી કે આચાર્યાદિ એમ જાણશે કે આટલા બધા દોષવાળો છે એવા ભયથી પ્રકાશે નહીં. (૪) ચાવર - મોટા અતિયારને જ આલોચે, સૂક્ષ્મને નહીં... (૫) સૂક્ષ્મ-સૂક્ષ્મ અતિચારને જ આલોચે. જે સૂક્ષ્મ અતિચારને આલોયે તે બાદરને કેમ ન આલોચે ? એવા પ્રકારના આચાર્યનો ભાવ સંપાદન કરવાને કહ્યું. (૬) છન્ન - છાનું એવી રીતે આલોચકે જેમ પોતે જ સાંભળે પણ આચાર્ય ન સાંભળે. - X -...(૭) શબ્દાકુલ-શબ્દ વડે આકુલ-મોટો શબ્દ, તેવા મોટા શબ્દ વડે આલોચે કે જેમ બીજા અગીતાર્થો પણ સાંભળે. (૮) વધુનન ઘણા લોકો એટલે આલોચનાચાર્યો છે જે આલોચનામાં તે બહુજન. આ અભિપ્રાય છે – એક આચાર્ય પાસે આલોચીને વળી તે જ અપરાધને અન્ય આચાર્ય પાસે પણ આલોચે છે તે બહુજનદોષ. (૯) અવ્યTM - અગીતાર્થ ગુરુની પાસે જે આલોચવું તે ગુરુના સંબંધથી અવ્યક્ત કહેવા.- ૪ ---- (૧૦) તસ્મૈત્રિ - જે દોષ આલોચના યોગ્ય છે, તે દોષોને સેવનાર જે ગુરુ છે, તેની પાસે આલોચવું તે તત્સેવિ લક્ષણ આલોચના દોષ છે. તેમાં આલોચના સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કર્તાનો આ અભિપ્રાય છે - જે રીતે મેં દોષ સેવેલ છે, તેમ તે પણ દોષ સેવનથી મારા જેવો છે, તેથી તે મને મોટું પ્રાયશ્ચિત નહીં આપે, એ રીતે ક્લિષ્ટ ચિત્તે આલોચે. [૯૨૮] આ દોષોનો પરિહાર કરનાર ગુણવાનને આલોચના દેવી. તે ગુણોને કહે છે – દશ સ્થાને, આ ક્રમ વડે, જેમ આઠમાં સ્થાનમાં કહ્યું છે, તેમ આ સૂત્ર કહેવું. ક્યાં સુધી? ચાવત્ ક્ષાંત, દાંત, આ પદ સુધી. તે કહે છે – વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શન સંપન્ન, ચાસ્ત્રિ સંપન્ન. અહીં (૯) અમાયી, (૧૦) અપશ્વાતુતાવી, આ બે પદ અધિક છે, તે પ્રગટ છે, વિશેષ એ કે – ગ્રંથાંતરમાં કહેલ તેનું સ્વરૂપ આ - અમાયાવી છુપાવે નહીં અને અપશ્વાતાપી પરિતાપ કરે નહીં. આવા પ્રકારના ગુણવાળાને અપાતી આલોચના ગુણવાન પુરુષ દ્વારા ઈષ્ટ છે, તે ગુણોને કહે છે– (૧) જ્ઞાનાદિ આચારવાન્, (૨) અવધારણવાન્. • ચાવત્ - શબ્દથી (૩) આગમાદિ પાંચ પ્રકારના વ્યવહારવાળો, (૪) લજ્જાને દૂર કરાવનાર, જેમ બીજો સુખે આલોચના કરી શકે, તે અપવ્રીડક. (૫) આલોચિતમાં શુદ્ધિ કરવા સમર્થ. (૬) એવા પ્રકારે પ્રાયશ્ચિત આપે જેથી બીજો નિર્વાહ કરવામાં સમર્થ થઈ શકે. (૭) આલોચના દોષો સાંભળીને બીજા પાસે પ્રકાશે નહીં. (૮) સાતિચાર પુરુષને પારલૌકિક અપાય બતાવનાર. આ આઠ પૂર્વોક્ત જ છે. (૯) પ્રિયધર્મ-ધર્મ ઉપર પ્રીતિવાળો, (૧૦) દૃઢ ધર્મા—આપત્તિ આવ્યા છતાં ધર્મથી ન ડગે. – આ બે ગુણ અહીં અધિક છે. આલોચિત દોષોને માટે પ્રાયશ્ચિત આપવું, આ હેતુથી તેના પ્રરૂપણાનું સૂત્ર છે – (૧) આલોચના-ગુરુને નિવેદન, તેના વડે જે થયેલ અતિચારની શુદ્ધિ થાય છે, તે આલોચનાને યોગ્ય હોવાથી આલોચનાર્હ. તેની શુદ્ધિ માટે જે પ્રાયશ્ચિત્ત તે પણ આલોચનાર્હ, એમ સર્વત્ર જાણવું. યાવત્ શબ્દથી – (૨) પ્રતિક્રમણ-મિથ્યાદુષ્કૃત્, તેને યોગ્ય તે પ્રતિક્રમણાર્હ. (૩) આલોચના અને પ્રતિક્રમણને યોગ્ય તે તદુભયાર્હ.. (૪) પરિત્યાગથી શોધ્ય, તે વિવેકાé... (૫) કાયોત્સર્ગ યોગ્ય-વ્યુત્સર્ગાહ.. (૬) નીવિ આદિ તપથી શોધ્યતપાé.. (૭) પર્યાય છેદ યોગ્ય તે છેદાé.. (૮) વ્રત ઉપસ્થાપના યોગ્ય-મૂલાર્હ.. (૯) જેમાં દોષ સેવ્યા પછી કેટલાક કાળ સુધી વ્રતમાં ન સ્થાપીને પછી આચીર્ણ તપવાળો થાય, દોષથી વિરામ પામે ત્યારે વ્રતોમાં સ્થપાય તે અનવસ્થાપ્યાહ.. (૧૦) અહીં અધિક આ છે, તેમાં દોષ સેવ્યા પછી લિંગ, ક્ષેત્ર, કાલ, તપ વડે બહાર કરાય છે, તે પારાંચિકને યોગ્ય તે પારાંચિકાઈ, ૧૭૨ પારાંયિક, મિથ્યાત્વને પણ અનુભવે, તેથી મિથ્યાત્વ નિરૂપણ— • સૂત્ર-૯૨૯ થી ૯૩૫ : [૨૯] મિથ્યાત્વ દશ ભેદે કહ્યું – (૧) અધર્મમાં ધર્મસંજ્ઞા, (૨) ધર્મમાં અધર્મસંજ્ઞા, (૩) અમાર્ગમાં માર્ગ સંજ્ઞા, (૪) માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા, (૫) અજીવમાં જીવસંજ્ઞા, (૬) જીવમાં જીવસંજ્ઞા, (૭) અસાધુમાં સાધુ સંજ્ઞા, (૮) સાધુમાં અસાધુસંજ્ઞા, (૯) અમુક્ત મુક્તસંજ્ઞા, (૧૦) મુક્તે અમુક્ત સંજ્ઞા. [૯૩૦] અર્હત્ ચંદ્રપ્રભ દશ લાખ પૂર્વનું સયુ પાળીને સિદ્ધ યાવત્ સર્વ

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109