Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 102
________________ ૧૦/-/૯૩૮ થી ૯૪૨ ૧e સ્વવ. તે આ રીતે-અનંત પરિણામવાળા દ્રવ્યના સહકારી કારણ સમીપે તે - તે રૂપને પ્રકાશે છે માટે સત્યતા. () વ્યવહાર સત્ય- વ્યવહાર વડે સત્ય. જેમ પર્વત બળે છે, વાસણ ગળે છે. અહીં પર્વતમાં તૃણાદિ બળે છે, વાસણમાં પાણી મળે છે, છતાં આવો વ્યવહાર છે... (૮) ભાવસત્ય-અધિક શુક્લાદિ પર્યાયને આશ્રીને જે સત્ય છે. જેમ બગલા ધોળા છે, પાંચ વર્ણોના સંભવ છતાં શુક્લ વર્ણની અધિકતા છે. (૯) યોગ સત્ય • સંબંધથી સત્ય છે. જેમ દંડના યોગથી દંડ, છગના યોગથી છબ જ કહેવાય છે... (૧૦) ઔપ સત્ય - ઉપમા એ જ ઔપચ્ચે. તેના વડે જે સત્ય છે. જેમ સમુદ્ર જેવું તળાવ, આ દેવ છે, તું સિંહ છે. [૯૪૦] સત્યના વિપક્ષરૂપ મૃષાને કહે છે. મૃષા એટલે અમૃત, અસત્ય. [૯૪૧] તે આ - (૧) ક્રોધમાં નિશ્રિત, આ સંબંધથી ક્રોધાશ્રિત-કોપાશ્રિત અષા, તે જેમ ક્રોધથી પરાભવ પામી અદાસને પણ દાસ કહે. (૨) માનમાં નિશ્રિત - જેમ માનથી ધમધમતો કોઈ પૂછે ત્યારે અલાઘની છતાં હું મહાઘની છું કહે. (3) માયામાં નિશ્રિત-જેમ માયા કરનાર આદિ કહે - પિંડ નાશ થયો. (૪) લોભમાં નિશ્રિત - જેમ વણિક આદિનું વચન, ઓછા મૂલ્ય ખરીધુ હોય છતાં વધુ મૂલ્ય ખરીધુ કહે. (૫) પ્રેમમાં નિશ્રિત-અતિ ક્તનું વચન, જેમ હું તારો દાસ છું. (૬) વેષમાં નિશ્રિત-ઈર્ષ્યાળુ ગુણવાને નિર્ગુણ કહે. (૭) હાસ્યમાં નિશ્રિતજેમ કંદર્પક કોઈનો કોઈ સંબંધ ગ્રહણ કરાયે પકડાયે છતે પૂછવાથી નથી જોયું એમ કહે. (૮) ભયમાં નિશ્રિત-પકડાયેલ ચોરાદિનું તેમ તેમ અસમંજસ બોલવું. (૯) આખ્યાયિકામાં નિશ્રિત - તે કથામાં પ્રતિબદ્ધ અસતુપલાપ. (૧૦) ઉપઘાત-પ્રાણીના વધમાં નિશ્રિત, એ દશમું મૃષા, ચોર ન હોય તેને ચોર છે એવું અભ્યાખ્યાન વચન. [૯૪૨] સત્ય-અસત્ય બંનેના યોગમાં મિશ્રવચન થાય તે કહે છે - સત્ય અને મૃષા તે ‘સામોસં'. તેમાં (૧) ઉત્પન્ન મિશ્ર-ઉત્પન્ન વિષયક મિશ્ર છે. • x • જેમ એક નગરને આશ્રીને, અહીં દશ બાળકો ઉત્પન્ન થયા એમ કહે તો ન્યૂનાધિક જમમાં વ્યવહારથી એનું સત્યમૃષાત્વ હોવાથી કાલે તને સો રૂપિઆ આપીશ એમ કહીને ૫૦ આપે તો લોકમાં તેનું મૃષાવ જણાતું નથી અને નહીં આપેલને વિશે મૃષાવની સિદ્ધિ થવાથી કેમકે સર્વથા ક્રિયાના અભાવ વડે સર્વથા વિપરીતત્વથી. એ રીતે બધે કહેવું. (૨) વિગત મિશ્ર-વિગત વિષય મિશ્ર, જેમ એક ગામને આશ્રીને આ નગરમાં આજે દશ વૃદ્ધો મરણ પામ્યા, જૂનાધિક હોય તો તે મિશ્રવચન. (3) ઉત્પન્ન વિગતમિશ્ન-ઉત્પન્ન અને વિગત, બંને વિષયવાળું મિશ્ર છે. જેમ એક નગરને આશ્રીને દશ બાળક જન્મ્યા, દશ વૃદ્ધો માં. (૪) જીવમિશ્ન-જીવ વિષયક મિશ્ર, જેમ જીવતા અને મરેલા કૃમિની રાશિમાં જીવરાશિ છે તેમ કહેવું. (૫) અજીવમિત્ર-અજીવોને આશ્રીને જે મિત્ર છે. જેમ કે જ ઘણામૃત કમિરાશિને વિશે તે અજીવરાશિ છે તેમ કહેવું. (૬) જીવાજીવ મિશ્ર[7/12 ૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ જીવ જીવના વિષયવાળું મિશ્ર, જેમ તે જ જીવતાં-મલા કૃમિઓની સશિમાં પ્રમાણથી આટલાં જીવતાઆટલાં મરેલા છે તેમ કહેવું. | (a) અનંતમિશ્ર - અનંતના વિષયવાળું મિશ્ર. જેમ પ્રત્યેક ગાદિવાળા કંદમૂલાદિને વિશે આ અનંતકાય છે એમ બોલે છે... (૮) પીતમિશ્ર - પરિત વિષયક મિશ્ર, જેમ અનંતકાયના લેશવાળા પ્રત્યેકમાં આ પ્રત્યેક છે એમ બોલે... (૯) દ્વામિશ્ર - કાલ વિષયક સત્યાસત્ય, જેમ કોઈ કંઈક પ્રયોજનમાં સહાયક પ્રત્યે પ્રેરણા કરતો કે પરિણત પ્રાયઃ દિવસ છતાં સત્રિ વર્તે છે એમ કહે.. (૧૦) અદ્ધદ્વામિશ્ર - મીતા એટલે દિવસ કે રાત્રિ. તેનો એક દેશ - પ્રહાદિ તે અદ્ધદ્ધા, તેના વિષયમાં મિશ્ર છે. જેમ કોઈ કંઈક પ્રયોજનમાં પ્રહર માત્રમાં જ મધ્યાહ્ન થયો એમ કહે તે મિશ્રવચન છે. ભાષા અધિકારથી સકલ ભાષણીય અર્થ વ્યાપક સત્યભાષારૂપ દૈષ્ટિવાદને પર્યાયથી દશ પ્રકારે કહે છે • સૂત્ર-૯૪૩ - દષ્ટિવાદના દશ નામો કહેલા છે - દષ્ટિવાદ, હેતુવાદ, ભૂતવાદ, ddવાદ, સમ્યગ્રવાદ, વિાદ, ભાષાવિચય, પૂર્વગત, અનુયોગગત અને સર્વ પ્રાણ-ભૂતજીd-સત્ય સુખાવહ. • વિવેચન-૯૪૩ - દૃષ્ટિ-દર્શન, બોલવું તે વાદ. તે દૃષ્ટિવાદ. દૃષ્ટિનું પડવું. જેમાં તે દૃષ્ટિપાત અર્થાત્ સર્વે નયની દષ્ટિઓ અહીં કહેવાય છે. તેના દશનામો છે તે આ - (૧) દષ્ટિવાદ-પ્રતિપાદન કર્યો છે. શબ્દ વિકલામાં છે.. (૨) હેતુવાદ - જિજ્ઞાસિત અર્થને જણાવે તે હેતુ - અનુમાનને ઉત્પન્ન કરનારું લિંગ અથવા ઉપચારથી અનુમાન જ, તેનો જે વાદ.. (3) ભૂતવાદ-સબૂત પદાર્થોનો વાદ છે. (૪) તવવાદ-વસ્તુના સારભૂત ભાવો, તેનો વાદ છે. અથવા તથ્ય એટલે સત્ય, તેનો વાદ તે તથ્યવાદ. (૫) સમ્યક્ - અવિપરીતવાદ તે સમ્યગ્રવાદ.. (૬) ધર્મ-વસ્તુના પયયિોનો વાદ અથવા ચાઅિધર્મનો વાદ તે ધર્મવાદ.. () સત્યાદિ ભાષા તેનો વિચય-નિર્ણય તે ભાષા વિજય અથવા ભાષા-વાણીનો વિજય તે ભાષાવિજય.. (૮) બધાં શ્રતોથી પૂર્વે ચાય છે, તે પૂર્વો-ઉત્પાતાદિ ચૌદ. તેમાં ગત-અત્યંતરીભૂત થતુ તેનો સ્વભાવ તે પૂર્વગત. (૯) અનુયોગ-તીર્થંકરદિના પૂર્વભવાદિના વ્યાખ્યાન ગ્રંથરૂપ પ્રથમાનુયોગ અને ભરતરાજાના વંશજોના મોક્ષગમન અને અનુત્તર વિમાન-ગમનની વકતવ્યતારૂપ વ્યાખ્યાન ગ્રંથરૂપ ચંડિકાનુયોગ એમ બે રૂપે અનુયોગમાં રહેલ. આ પૂર્વગત અને અનુયોગણતરૂ૫ બે નામ દષ્ટિવાદના અંશરૂપ છે તો પણ દૈષ્ટિવાદપણે કહ્યા, તે અવયવમાં સમુદાયનો ઉપચાર કરવાથી. (૧૦) સર્વે તે પ્રાણો - હીન્દ્રિયાદિ, ભૂતોવનસ્પતિ, જીવો-પંચેન્દ્રિયો, સવો-પૃથ્વી આદિ. •x• તેઓને સુખ અથવા શુભ પ્રત્યે

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109