Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ ૬/-/૫૬૪ થી ૫૬૬ 33 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પંકાભા પૃedીમાં છ અપકાંત મહાનરકો કહ્યા છે - આર, વાર, માર, રોર, રોરત, ખાડખડ. • વિવેચન-૫૬૪ થી ૫૬૬ : [૫૬૪] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ક્ષુદ્ર - અધમ. કહ્યું છે - અલા, અધમ, વેશ્યા, કુર, મધમાખી, નટી આ છ ક્ષુદ્ર કહેવાય. વિકલેન્દ્રિય, તેઉં અને વાયુના અનંતભવે સિદ્ધિગમન અભાવથી અધમપણું છે. કહ્યું છે કે - પૃરવી, અાપુ, પંકપ્રભાથી, ઉત્પન્ન મનુષ્ય એક સમયે ચાર સિદ્ધ થાય, વનસ્પતિથી ઉત્પન્ન છ સિદ્ધ થાય, વિકલેન્દ્રિયથી ઉત્પન્ન વિરતિ પામે પણ સિદ્ધ ન થાય. સૂક્ષ્મ કસ-dઉં, વાયુ કંઈ પણ ન પામે. પૃથ્વી, અપુ, વનસ્પતિ, ગર્ભજ પર્યાપ્તા સંખ્યાત આયુવાળામાં સર્વથી યુત દેવોનો વાસ છે, શેષમાં નિષેધ છે. સંમર્થિત પંચેન્દ્રિય તિર્યંચોનું અધમત્વ તેમાં દેવોની અનુત્પત્તિ થકી છે, પંચેન્દ્રિયવ છતાં અમનકતાથી વિવેક અભાવે નિર્ગુણત્વ છે. વાચનાંતરમાં સિંહ, વાઘ, વરુ, દીપડા, રીંછ, ચિત્રને ક્ષુદ્ર-જૂર કહ્યા છે. [૫૬૫] અનંતર સત્વ વિશેષ કહ્યા. સત્વોને પીડા ન કરવાથી સાધુને ભિક્ષાય કાર્ય છે. તે છ ભેદે છે. તે બતાવે છે ન - બળદ, ચરવું તે ગોયરતેની માફક જે ચય તે ગોચચર્યા અર્થાત્ જેમ બળદ ઉંચ-નીચ તૃણોને વિશે સામાન્યથી ચરવામાં પ્રવર્તે, તેમ રાગ-દ્વેષરહિત સાધુ ઉંચ-નીચ-મધ્યમ કુળોમાં ધર્મોના સાધનભૂત દેહના પરિપાલન માટે ભિક્ષા લેવા ફરે તે ગોચરચય. તે અભિગ્રહથી છ ભેદે છે (૧) પેટા • વંશદલમય પેટી પ્રસિદ્ધ છે, તે ચોરસ હોય છે. સાધુ, તેમાં અભિગ્રહ વિશેષથી ગામ આદિ ક્ષેત્રમાં પેટી માફક વિભાગ કરતો વિચરે છે. (૨) અર્ધપટા - એ રીતે ઉપર મુજબ અર્ધ પેટી પણ કહેવી. (3) ગોમૂબિકા - બળદનું મુતરવું, તેની માફક જે ચર્ચા છે. પરસ્પર સન્મુખ ઘરોની પંક્તિમાંથી એક પંક્તિમાં જઈ, બીજીમાં ફરી પહેલીમાં જાય. (૪) પતંગવીયિકા - પતંગીયાના માર્ગ માફક જે ચર્ચા છે. પતંગીયાની ગતિ અનિયત ક્રમવાળી હોય. એ રીતે અચોક્કસ ક્રમે જે ચર્ચા છે. (૫) સંબુકવૃત્તા - સંવૃદ્ધ - શંખ, તેની માફક જે વૃતચર્યા તે. - તેમાં જે ચયમાં ક્ષેત્રના બહારના ભાગે શંખની જેમ વૃતત્વ ગતિ વડે ફરતો ક્ષેત્રના મધ્યભાગે આવે તે અત્યંતરસંબુક્કા. જેમાં મધ્યભાગ થકી ફરતો બહાર જાય તે બહિસબુક્કા. (૬) ગવાયત્યાગતા - ઉપાશ્રયથી નીકળી ઘરોની પંક્તિમાં ભિક્ષા કરતો ક્ષેત્રના છેડા સુધી જઈને પાછો આવી ફરી બીજા ઘરની પંક્તિ ફરે. [૫૬૬] સાધુચર્યા કહી. ચર્યાના પ્રસ્તાવથી આ સાધુચર્યાના ફળને ભોગવનારાના સ્થાન વિશેષોને કહેવા માટે આ સૂત્ર છે - સૂગ સુગમ છે. વિશેષ આ - મપાના - સર્વ શુભ ભાવોથી ભ્રષ્ટ થયેલા અર્થાતુ બીજાથી અત્યંત કનિટ અથવા અમનોહર બધા નરકાવાસો આવા છે, પણ આ વિશેષ અમનોહર છે. એમ બતાવતું વિશેષણ છે. [7/3 આ નરકાવાસો આ પ્રમાણે - ૧૩, ૧૧, ૯, ૩, ૫, 3, ૧ - આ પ્રમાણે ક્રમથી સાત પૃથ્વીમાં પ્રસ્તટની સંખ્યા છે. એ રીતે કુલ-૪૯ પ્રસ્તો છે. તેમાં ક્રમથી ૪૯ સીમંતકાદિ વૃતાકાર નરકેન્દ્રકો છે. તેમાં સીમંતકની પૂવદિ દિશાઓમાં ૪૯ સંખ્યાથી નકાવાસાઓ છે અને વિદિશાઓમાં-૪૮ની સંખ્યામાં છે, પછી દરેક પ્રdટમાં દિશા અને વિદિશાએ એક એક નકાવાસની ન્યૂનતા વડે સાતમી નરકમાં દિશાઓમાં એકએક જ નરકાવાસા છે. વિદિશાઓમાં નથી. કહ્યું છે કે સીમંતકની પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ દિશામાં ૪૯-નક શ્રેણિ છે. સીમંતકને ઇશાન ખૂણે ૪૮ નરક શ્રેણીઓ જાણવી. એ રીતે ત્રણે ખૂણામાં જાણવું. સાતમી નરકમાં દરેક દિશામાં એક-એક નરકાવાસો છે. મધ્યમાં પ્રતિષ્ઠાન નારકાવાસ છે. વિદિશાનક વિરહિત છે. છેલ્લો પ્રતર પાંચ નરકાવાસ સમજવો. સીમંતકની પૂવદિ દિશામાં સીમંતકપ્રભાદિ નરકો છે. કહ્યું છે - સીમંતકની પૂર્વે સીમંતક પ્રભ, ઉત્તરે સીમંતક મધ્યમ, પશ્ચિમે સીમંતક અને દક્ષિણે સીમંતકાવશિષ્ટ નકાવાસ જાણવો. પૂવદિ દિશાઓમાં સીમંતકની અપેક્ષાએ પ્રત્યેક સાવલિકાઓમાં વિલય આદિ નકાવાતો હોય છે. એ રીતે લોલ આદિ છે નરકાવાસો પણ આવલિકાગતોની મધ્ય વિમાનનકેન્દ્ર નામના ગ્રંથમાં કહ્યા છે. તેમાં કહ્યું છે કે - લોલ અને લોલુપ આવલિકાના પર્યો છે ઉદઘ, નિદગ્ધ સીમંતકપ્રભથી વીશમા, એકવીશમાં છે. જક, પ્રજાક ૩૫ મો, ૩૬ મો છે. કેવલ લોલ અને લોલુપ એ શુદ્ધ પદો વડે બધા નરકાવાસોની પૂર્વે આવલિકામાં કથન છે. ઉત્તરદિશાદિની આવલિકા વિશે સવિશેષ એ જ નામો વડે નરકાવાસાઓ કહેવાય છે. તે આ - ઉત્તરમાં લોલમધ્ય, લોલુપમધ્ય, એ રીતે પશ્ચિમમાં લોલવd, દક્ષિણમાં લોલાવશિષ્ટ આદિ. અહીં તો દક્ષિણદિશાના આવલિકામતનકાવાસના વિવક્ષિતત્વથી લોલાવશિષ્ટ આદિ વકતવ્યતામાં પણ સામાન્ય નામ જ વિશેષરહિત વિવક્ષિત છે એમ સંભવે છે. પંકપ્રભામાં અપકાન્તા કે અપકાના ઇત્યાદિ પૂર્વોક્ત રીતે જાણવું. અહીં સાત પ્રતટ, સાત નક્કેન્દ્રો છે. કહ્યું છે કે - આર, માર, નાર, તામ, તમક, ખાડખડ, ખડખડ આ સાત નકાવાસ ચોથી નરકમાં જાણવા. આ રીતે આર, માર, ખાડખડ આ ત્રણ નક્કેન્દ્રો છે, બીજા ત્રણ-વાર, રોર, રોક એ પ્રકીર્ણક છે. અથવા ઇન્દ્રકો જ નામાંતરથી કહેલા સંભવે છે. અનંતર અસાધુચર્યાના ફળને ભોગવનારાઓના સ્થાનો કહ્યા. હવે સાધુચર્યાના ફળને ભોગવનારા સ્થાન વિશેષો કહે છે. • સબ-૫૬,૫૬૮ - પિ૬] બ્રહ્મલોક કથમાં છે વિમાન પ્રસ્તટો કહેલા છે, તે આ પ્રમાણે - અરજ, વિરજ, નિરજ નિમલ, વિમિતર, વિશુદ્ધ,

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109