Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ el-I૬૮૮,૬૮૯ અનુકંપાથી પોતાના જ મૃતશરીરમાં અધિષ્ઠિત થઈને બધી સામાચારી અનુપવાવીને યોગની સમાપ્તિ શીઘ કરી. પછી તે મુનિઓને વંદન કરીને કહ્યું - હે ભદંતો ! તમે મને ક્ષમા કરશો. કેમકે મેં અવિરતિ હોવા છતાં તમારી પાસે વંદન કરાવ્યું. પછી શિયોએ વિચાર્યું કે અમે ઘણાં કાળ અસંયતને વંદન કર્યું. એમ વિચારીને આવ્યકત મત સ્વીકાર્યો. તે આE કોણ જાણે આ સાધુ હશે કે દેવ ? કોઈએ કોઈને વંદન ન કરવું. કેમ કે અસંયતને વંદન થઈ જાય. કોઈને વ્રતી કહેતા મૃષાવાદનો દોષ લાગે. વીરોએ તેમને કહ્યું - જો તમને બીજા વિશે શંકા થાય છે કે આ દેવ છે કે સાધુ? તો તમને દેવમાં પણ આ દેવ છે કે નહીં તે શંકા કેમ નથી થતી ? તેણે કહ્યું કે - હું દેવ છું. અમોને પણ તેને જોવાથી આ દેવ છે એમ લાગે છે, એવું જો તમે કહેતા હો તો જે કહે છે - હું સાધુ છું અને સાધુ સમાન વેશ દેખાય છે તો શંકા શા માટે ? અથવા શું દેવ વચન સત્ય છે અને સાધુનું નથી ? જેથી જાણવા છતાં તમે પરસ્પર વંદન કરતા નથી. એ રીતે વિરોએ સમજાવ્યા છતાં, તેઓએ ન સ્વીકારતા તેમને સંઘ બહાર કર્યા, પછી તેઓ વિચરતા રાજગૃહે આવ્યા. બલભદ્ર રાજાએ કોટવાળ દ્વારા મારવાનો હુકમ કર્યો. ત્યારે તેઓ બોલ્યા- તું શ્રાવક છો છતાં અમને સાધુને કેમ મરાવે છે? ત્યારે રાજાએ કહ્યું - અમે જાણતા નથી કે તમે ચોર છો કે ગુપ્તચરો? એ રીતે તેઓને પ્રતિબોધ્યા. તે આ અવ્યકત મતના ધર્માચાર્ય. જો કે અષાઢાચાર્ય તે મતના પ્રરૂપક નથી. (૪) અશ્વમિત્ર- તે મહાગિરિના શિષ્ય કૌડિન્યનામકનો શિષ્ય હતો. મિથિલામાં લક્ષ્મીગૃહ ચૈત્યમાં અનુપવાદ નામક પૂર્વમાં-નૈપૂણિક નામક વસ્તુમાં છિન્ન છેદન નય વક્તવ્યતામાં-વર્તમાન સમયના નૈરયિકો નાશ પામશે ચાવતુ વૈમાનિકો પણ નાશ પામશે, એ પ્રમાણે દ્વિતીયાદિ સમયોમાં કહેવું. આવા આલાપકને ભણતા મિથ્યાવ પામ્યો, બોલ્યા કે- જ્યારે બધાં જીવો વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા નાશ પામશે. ત્યારે કર્મોનું વેદન ક્યાંથી થાય? એ રીતે સુકૃત-દુકૃતાદિનું વેદન ક્યાંથી હોય કેમકે ઉત્પાદ પછી બધા જીવના નાશનો સદ્ભાવ છે. તેને ગુરુએ સમજાવ્યું - આ સૂત્ર વચન એક નયના મત વડે છે, તેને ગ્રહણ ન કર. કેમકે અન્ય નયોની અપેક્ષા રહિત વયન મિથ્યાત્વ છે. માટે તું બીજા નયોનું વચન પણ હૃદયમાં વિચાર. કારણ અદ્ધાપર્યાય માત્ર કાલકૃત અવસ્થાનો નાશ થતાં વસ્તુનો સર્વથા નાશ થતો નથી. કેમકે દક વસ્તુ સ્વપર્યાય-પપયરયોથી અનંતધમત્મિક છે. જો સૂણના પ્રમાણથી તું સર્વથા વસ્તુનાશ છે એમ માનતો હોય, તો અન્ય સૂત્રમાં વસ્તુનું શાશ્વતપણું પણ દ્રવ્યાર્થતાએ છે અને પર્યાયથી અશાશ્વત. ત્યાં પણ-સર્વથા નાશ કહ્યો નથી. સમયાદિ વિશેષણથી નાશ કહ્યો છે. અન્યથા સર્વનાશે સમયાદિ વિશેષણ ઘટી શકશે નહીં. ગુરના આ વચન ન સ્વીકારતા, તેને સંઘ બહાર કર્યો. પછી તે કાંપિલ્યપુર ૮૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ આવ્યો. ત્યાં શકપાલ શ્રાવકે મારતા, તેણે કહ્યું કે- તમે શ્રાવક થઈને સાધુને કેમ મારો છો ? શ્રાવકે કહ્યું - તમારા ક્ષણિક નાશના સિદ્ધાંત વડે સાધુ-શ્રાવક નાશ પામ્યા. હાલ તમે અને અમે તો અન્ય છીએ. આવા ઉત્તરથી તે સમ્યકત્વ પામ્યો. તે આ સામુચ્છેદિકોનો ધર્માચાર્ય અશ્ચમિત્ર હતો. (૫) ગંગ - આર્ય મહાગિરિના શિષ્ય ધનગુપ્તનો શિષ્ય. ઉલકાતીર નામક નગરથી શરદઋતુમાં આચાર્યને વંદનાર્થે ચાલ્યા. ત્યારે નદી ઉતરતા મરતકે સૂર્યના તાપસી ઉણતા અને બંને ચરણોમાં નદીની ઠંડકનો અનુભવ થતા વિચારવા લાગ્યો કે - સૂરમાં કહ્યું છે, એક સમયે શીત કે ઉણ એક કિયા વેદાય, પણ હું હાલ બે ક્રિયાને વેદ છે. આથી એક સમયે બે ક્રિયા વેદાય છે. પછી ગર પાસે જઈને, વેદન કરીને પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. આચાર્યએ તેને અટકાવીને કહ્યું - એક સમયે બે કિયાનું વેતન ન જ થાય. માત્ર સમય અને મનની સૂક્ષ્મતાને લઈને તે ભેદ સમજાતો નથી. તો પણ ગંગે તે ન સ્વીકારતા તેને સંઘથી દૂર કરાવ્યો. કોઈ વખતે રાજગૃહ નગરમાં મહાતપસ્વીરપ્રભા નામક દ્રહની સમીપ મણિનાગ નામક ચૈત્યમાં પર્ષદા મધ્યે પોતાના મતનું નિવેદન કરતો હતો ત્યારે મણિનાગ • x • કહ્યું - હે દુષ્ટ ! અમે અહીં વિધમાન છીએ તો પણ તું આવા રાપરૂપ્ય વચનને કેમ પ્રરૂપે છે ? આ સ્થાનમાં જ ભગવન વર્ધમાન સ્વામીએ કહ્યું છે કે – એક સમયમાં એક જ ક્રિયા અનુભવાય છે. તો શું તું તેનાથી પણ વિશેષ જ્ઞાની થયો છે ? જો તું આ મિથ્યાવાદને નહીં છોડે, તો હું તને મારીશ. એમ સાંભળી તે ભય પામતો પ્રતિબોધિત થયો. આ ઐક્રિયાવાદીનો ધર્માચાર્ય. (૬) પલુક – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય લક્ષણ છે. પદાર્થના પ્રરૂપકત્વથી અને ગોત્ર વડે કૌશિક હોવાથી ષડલક, જે નામાંતરથી રોહગુપ્ત છે, તે અંતરંજીપુરિમાં ભૂતગૃહ વ્યંતરાયતનમાં રહેલ શ્રી ગુપ્ત આચાર્યને વંદનાર્થે ગ્રામાંતરથી આવતા પ્રવાદી વડે વગાડાવેલ ઢોલના નિને સાંભળીને ગર્વસહિત તેનો નિષેધ કર્યો. પછી આયાયને તેનું નિવેદન કરીને, તેમની પાસેથી માયુરી આદિ વિધા ગ્રહણ કરીને રાજસભામાં આવ્યો. બલશ્રી રાજા પાસે પોશાલ નામના પવ્રિાજકપ્રવાદીને બોલાવીને વાદ આરંભ્યો. વાદીએ જીવ અને અજીવ બે રાશિ સ્થાપી. ત્યારે રોહગુપ્ત તેની શક્તિના પ્રતિઘાત માટે ‘નોજીવ' લક્ષણ બીજી રાશિને સ્થાપી, તથા તેની વિધાને પોતાની વિધા વડે પ્રતિઘાત કરવાપૂર્વક તેને જીતીને ગુરુની આગળ આવીને સર્વ વૃતાંત નિવેદન કર્યું. ત્યારે ગુરુએ તેને કહ્યું – તું રાજસભામાં જઈને કહે કે, ત્રણ શશિનું પ્રરૂપણ અપસિદ્ધાંતરૂપ છે, પણ વાદીનો પરાભવ કરવા માટે કર્યું હતું. ત્યારે તે અભિમાનથી આચાર્યને બોલ્યો કે શશિ ત્રણ જ છે. જેમકે જીવો - સંસારી આદિ, અજીવો-ઘર વગેરે, નોજીવો તો દષ્ટાંતસિદ્ધ છે. જેમ દંડનો આદિ, મધ્ય અને અગ્રભાગ હોય છે, એમ બધાં ભાવોનું ત્રિવિધપણું છે, આચાર્યે રાજ સમક્ષ કુનિકાપણમાંથી જીવની યાચના કરતાં પૃથ્વી આદિ જીવ મળ્યા. અજીવની યાચના કરતા અચેતન ટેકું મળ્યા

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109