Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
el-I૬૮૮,૬૮૯
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
અને નોજીવની યાચના કરતાં મોતન ટેકું આદિ મળ્યા. આચાર્યે તેનો નિગ્રહ કર્યો. તે આ ઐશિકનો ધમચાર્ય.
(૩) ગોષ્ઠા માહિલ - દશાપુરનગરમાં આર્યરક્ષિત સ્વામી સ્વર્ગમાં જતા આચાર્ય શ્રી દુર્બલિકા પુષ્પમિત્ર ગચ્છને પાળતા હતા. વિંધ્ય નામક સાધુ કર્મપ્રવાદ નામે આઠમા પૂવને આચાર્ય પાસેથી સાંભળી ગોઠા માહિલને કહ્યું કે – કર્મબંધના અધિકારમાં કિંચિત કર્મ જીવપ્રદેશો વડે પૃષ્ટ માત્ર કાલાંતર સ્થિતિને પામ્યા સિવાય નાશ પામે છે. સૂકી ભીંત પર ફેંકૈલ ચૂર્ણની મૂઠીની જેમ, વળી કિંચિત્ ઋષ્ટ બદ્ધ કાલાંતરે નાશ પામે છે. આદ્ધ લેપવાળી ભીંત પર ફેંકેલ ચીકાશવાળા ચુર્ણની જેમ. વળી કિંચિત્ કર્મ ઋષ્ટ બદ્ધ નિકાચીત કરેલ જીવ સાથે એકત્વપણાને પ્રાપ્ત થયું હોય તે કાલાંતરે વેદાય છે. એ રીતે સાંભળીને ગોઠા માહિલ બોલ્યો કે એમ માનતા મોક્ષનો અભાવ થશે. કેવી રીતે ? જીવથી કર્મ જુદા નહીં થાય. કારણ ? અન્યોન્ય વિભાગરહિત બદ્ધ હોવાથી સ્વપ્રદેશવતું.
કહ્યું છે - સાંભળીને ગોઠામાહિલે કહ્યું - આ વ્યાખ્યાન દોષવાળું છે. કેમકે એથી જીવપ્રદેશનો અને કર્મનો વિભાગ ન થવાથી મોક્ષાભાવ થશે. ઉક્ત કથનાનુસાર જીવ અને કર્મનો તાદાભ્ય સંબંધ થતા કર્મ, એ જીવથી ક્યારેય દૂર નહીં થાય - x - કદાપી મોક્ષ નહીં થાય. તેથી આ મારું કથન યુક્ત છે કે પૃષ્ટ માનતારૂપ કર્મનો જીવની સાથે સંબંધ છે તથા જીવ કર્મ વડે પૃષ્ટ છે, બદ્ધ નથી. કેમકે વિયોગ થાય છે. - X - X -
વિંધ્ય મુનિએ ગોઠામાહિલને કહ્યું - હે ભદ્ર! જે તેં કહ્યું કે જીવથી કર્મ જુદા થતા નથી. તે પ્રત્યક્ષતાથી બાધિત પ્રતિજ્ઞા છે. કેમકે આયુકર્મના વિયોગરૂપ મરણનું પ્રત્યપણું છે. હેતુ પણ અનેકાંતક છે, કેમકે અન્યોન્ય અવિભાગ સંબંધવાળા ક્ષીરઉદકાદિનો ઉપાય વડે વિયોગ થતો જોવાય છે. દૃષ્ટાંત પણ સાધનધર્મને અનુરૂપ નથી. કેમકે સ્વ પ્રદેશનું વિયોગપણું અસિદ્ધ છે. કેમકે તદ્રુપતા વડે અનાદિ સ્વરૂપ છે. જીવથી કર્મ ભિન્ન છે. વળી તારા મત મુજબ - X - કર્મ જીવના દરેક પ્રદેશને આકાશની જેમ સ્પર્શેલું છે કે વર્ માત્ર-કાંચળીની જેમ? જો તું એક પક્ષ સ્વીકારીશ તો કાંચળી વડે દરેક પ્રદેશ સ્પર્શીત નથી. બીજો પક્ષ સ્વીકારીશ તો ભવાંતરમાં જતાં કર્મ સાથે નહીં આવે. એ રીતે કર્મનું સાથે ન જવાપણું હોવાથી બધાં જીવો મોક્ષને ભજનાર થશે.
એ રીતે ઘણું સમજાવવા છતાં સ્વીકાર ન કર્યો ત્યારે તેને નિહવ જાણી સંઘ બહાર કર્યો. તે આ અબદ્ધિક ધર્માચાર્ય.
૬િ૮૯] ઉત્પત્તિના નગરો સાતેના ક્રમશઃ સાત જ સામાન્યથી વર્તમાનપણામાં પણ નગરોનું વિશેષગુણના અતીતપણાથી અતીતનો નિર્દેશ કરેલ છે. પ્રાપખપુર • રાજગૃહ. ઉલુકાનદીના કાંઠે રહેલ તે ઉલ્લકાતીર નગર, પુરી - નગરી, અંતર નીતિ - તેનું નામ - ૪ -
આ નિકૂવો સંસારે ભમતાં સાતા-અસાતા ભોગી થશે. માટે તેનું સ્વરૂપ હવેના સૂત્રમાં કહે છે
• સૂત્ર-૬૯૦ થી ૬૯૮ :
[૬૯] સાતા વેદનીય કર્મનો અનુભવજ્ઞાત ભેદે કહ્યો છે મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ રૂપ ચાવતું મનોજ્ઞ સ્પર્શ, મનસુખતા, વચનસુખતા.
અસાતા વેદનીય કર્મનો અનુભાવ સાત ભેદે કહેલ છે – મનોજ્ઞ શબ્દો ચાવતું વચનદુખતા.
[૬૧] મઘા નક્ષત્ર, સાત તારાવાળા કહ્યા છે... અભિજિત આદિ સાત નો પૂર્વ દિશાના દ્વારા કહ્યા છે તે – અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, પવભાદ્રપદા, ઉત્તરાભાદ્રપદા, રેવતી... અશિની આદિ સાત નો દક્ષિણ દિશાના દ્વારવાળા કહ્યા છે. તે આ - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ... પુણ આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે - પુષ્ય, આશ્લેષા, મઘા, પૂવફાગુની, ઉત્તરાફાગુની, હસ્ત, ચિxt... વાતી આદિ સત નો ઉત્તર દ્વારવા કહ્યા છે - સ્વાતી, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા.
[૬૯] જંબૂદ્વીપમાં સોમનસવક્ષસ્કાર પર્વતમાં સાત ફૂટો છે૬િ૯૩] સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુ વિમલ, કંચન, વિશિષ્ટ. [૬૯] જમ્બુદ્વીપમાં ગંધમાદન તક્ષકાર પર્વતમાં સાત ફૂટો છે
[૬૯૫) સિદ્ધ, ગંધમાદન, ગંધીલાવતી, ઉત્તરકુરુ સ્ફટિક, લોહિતાક્ષ અને આનંદન. આ સાત કૂટો જાણવા.
૬િ૯૬] બેઇન્દ્રિય જીવોની જાતિ કુલકોટી યોનિ પ્રમુખ સાત લાખ છે.
[૬૯] જીવો સાત સ્થાન નિવર્તિત યુગલોને પાપકર્મપાએ વૃદ્ધિ કરેલ છે-કરે છે-કરશે, તે આ પ્રમાણે – નૈરયિક નિવર્તિત યાવત દેવ નિવર્તિત. એ રીતે વૃદ્ધિ યાવન નિર્જરામાં જાણવું.
૬િ૯૮) સાત પ્રદેશિક કંધો અનંતા કહ્યા છે. સાત પ્રદેશ અવગાઢ યુગલો ચાવતું સાતગુણ રુક્ષ યુગલો અનંતા જાણવા.
• વિવેચન-૬0 થી ૬૯૮ :
૬િ૯૦] સૂત્ર સુગમ છે. વિશેષ એ – વિપાક ઉદયરસ, મનોજ્ઞ શબ્દ આદિ સાતાના ઉદયમાં કારણભૂત હોવાથી અનુભાવો જ કહેવાય છે. મનની શુભતા તે મન:શભતા. તે પણ સાતાના અનુભાવમાં કારણભૂત હોવાથી માતાનો અનુભાવ કહેવાય છે. એ રીતે વયન શુભતા પણ જાણવી અથવા મનની સુખતા તે સાતીનો અનુભાવ કેમકે તેનો સ્વભાવ સાતાસ્વરૂપ છે. એ રીતે વચન સુખતા જાણવી. એ રીતે અમાતાનુભાવ જાણવો.
૬િ૯૧] સાતા અસાતા અધિકારથી સાતા-અસાતાવાળા દેવવિશેષ પ્રરૂપવાને માટે સૂત્રપંચક કહે છે. તે સુગમ છે. વિશેષ એ - પૂર્વદ્વારવાળા અથતુ જે નાગોમાં પૂર્વદિશામાં જવાય છે. એ રીતે બાકીના પણ સાત સાત નો જાણવા. આ અર્થમાં પાંચ મતો છે. જેથી ચંદ્રપજ્ઞપ્તિમાં કહ્યું છે કે- તેમાં આ પાંચ પ્રતિપતીઓ કહેલી છે