Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
9/-/૬૯૦,૬૯૮
(૧) કોઈ કહે છે – કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વદ્વારવાળા કહ્યા છે. (૨) બીજા કોઈ મઘાદિ, (૩) અન્ય કોઈ ધનિષ્ઠાદિ, (૪) ઇત્તર અશ્વિની આદિ, (૫) કોઈ
૮૯
ભરણી આદિ સાતને પૂર્વદ્વારિક કહે છે... દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર દ્વારવાળા સાત-સાત નક્ષત્રો યયામત ક્રમથી જ જાણવા.. વળી અમે એમ કહીએ છીએ - અભિજિત્ આદિ સાત નક્ષત્રો પૂર્વદારિક કહ્યા છે.
એ રીતે દક્ષિણાદિ દ્વાવાળા પણ ક્રમશઃ જાણવા. તે અહીં છટ્ઠા મતને સ્વીકારીને સૂત્રો પ્રવૃત્ત છે. લોકમાં પ્રથમ મતને આશ્રીને આમ કહે છે. કૃતિકાદિ સાત પૂર્વમાં, મઘાદિ સાત દક્ષિણમાં ઇત્યાદિ - ૪ -.
સંમુખ જતાં મનુષ્યોને ગમનમાં શુભ પ્રાપ્તિ થાય છે. પૂર્વ નક્ષત્ર સપ્તક ઉત્તર દિશાએ ગમનમાં મધ્યમ કહેલ છે. ઉત્તરનક્ષત્ર સપ્તક પૂર્વદિશાએ ગમનમાં મધ્યમ
છે. દક્ષિણ સપ્તક પશ્ચિમમાં મધ્યમ છે. ઇત્યાદિ - ૪ -
ઉક્ત દિશાને ઉલ્લંઘીને જે મૂઢો જાય છે, તે પરિઘ – શસ્ત્ર, વાયુ, અગ્નિરૂપ દિગ્રેખા સંબંધી કષ્ટમાં પડે છે, નિષ્ફલારંભ કાર્યવાળા થાય છે.
[૬૯૨] દેવાધિકારથી દેવ નિવાસકૂટ વિષયક બે સૂત્ર સરળ છે. કેવલ સૌમનસ નામક ગજદંત પર્વત ઉપર દેવકુની પશ્ચિમે કૂટો છે.
[૬૯૩] સિદ્ધાયતનથી ઓળખાતો કૂટ તે સિદ્ધકૂટ, મેરુ સમીપે છે. એ રીતે બધાં ગજદંતોમાં સિદ્ધાચતનો છે. બાકીના પરંપરાએ છે. સોમનસ ફૂટ, સૌમનસ નામક તેના અધિષ્ઠાતા દેવના ભવનથી ઓળખાયેલ છે. એ રીતે મંગલાવતી અને દેવકુટુ કૂટ તેનાતેના નામના દેવના નિવાસરૂપ છે. યથાર્થ નામવાળા વિમલકૂટ અને કાંચનકૂટમાં ક્રમશઃ વત્સા અને વત્સમિત્રા નામની અધોલોકવાસી બે દિકુમારીના નિવાસભૂત છે. વશિષ્ટ કૂટ વશિષ્ટ નામના દેવના નિવાસભૂત છે. એ રીતે આગળ જાણવું.
[૬૯૪] ગંધમાદન ગજદંતક જ છે. તે ઉત્તકુરુની પશ્ચિમે છે. [૬૫] સરળ છે. વિશેષ એ – સ્ફાટિકૂટ, લોહિતાક્ષકૂટ અધોલોકવાસી ભોગંકરા અને ભોગવતી નામક બે દિઠુમરીના નિવાસરૂપ છે.
[૬૬] કૂટોને વિશે પણ પુષ્કરણીના જળમાં બેઇન્દ્રિયો હોય છે. માટે બેઇન્દ્રિય સૂત્ર. જાતિ-બેઇન્દ્રિયોની જાતિમાં જે કુલકોટિ છે તે જાતિકુલ કોટિ. તે એવી યોનિ પ્રમુખો - બે લાખની સંખ્યાએ બેઇન્દ્રિયના ઉત્પત્તિ સ્થાન દ્વારા. તે જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ. તે લાખો છે. અર્થાત્ આ બેઇન્દ્રિયની જાતિમાં જ યોનિઓ છે. તેમાં ઉત્પન્ન કુલ કોટિઓની સંખ્યા સાત લાખની કહી છે. તેમાં યોનિ જેમ ગોમય, તેમાં એક યોનિમાં પણ વિચિત્ર આકારવાળા કૃમિ આદિ કુલો હોય છે. શેષ-પૂર્વવત્
સ્થાન-૩-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
૯૦
સ્થાન-૮
0
* — X =
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩
— * — X =
સાતમું અધ્યયન કહ્યું, હવે સંખ્યાક્રમના સંબંધથી આવેલ અષ્ટ સ્થાનક નામક આઠમું અધ્યયન કહે છે. તેનું પહેલું સૂત્ર– • સૂત્ર-૬૯૯ થી ૭૦૧ :
[૬૯] આઠ ગુણોથી યુક્ત સાધુ એલવિહાર પ્રતિમાને સ્વીકારી વિચારવા માટે યોગ્ય છે. તે આ – શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શક્તિમાન, અલ્પાધિકરણ, ધૃતિમાનું, વીર્યસંપન્ન.
[૩૦] આઠ ભેદે યોનિસંગ્રહ કહ્યો છે. તે આ અંડજ, પોતજ, યાવત્ ઉદ્ભિજ, ઔપપાતિક... અંડજો આઠ ગતિવાળા અને આઠ આગતિવાળા કહ્યા છે. તે આ − અંડજ, અંડજોને વિશે ઉપજતો અંડજમાંથી, પોતમાંથી યાવત્ ઔપપાતિકો-માંથી ઉત્પન્ન થાય. તે જ અંડજ, અંડપણાને છોડતો અંડજપણામાં, પોતજપણામાં યાવત્ ઔપપાતિકપણામાં જાય. એ પ્રમાણે પોતો પણ અને જરાયુજો પણ જાણવા. બાકીનાને આઠ ગતિ આગતી નથી.
.
[૩૧] જીવોએ આઠ પ્રકારની પ્રકૃતિને એકઠી કરી છે - કરે છે - કરશે. તે આ પ્રમાણે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય... નૈરયિકોએ આઠ કર્મપ્રકૃતિને એકઠી કરી છે કરે છે . કરશે.. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકોમાં કહેવું. એ પ્રમાણે આઠ કર્મપકૃતિઓનો ઉપાય કર્યો છે - કરે છે અને કરશે. એ રીતે ચય, ઉપાય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જન છે, તે ચોવીશે દંડકમાં કહેવા. • વિવેચન-૬૯૯ થી ૭૦૧૩
-
[૬૯] આ સૂત્રનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - અનંતર પુદ્ગલો કહ્યા. તે કાર્યણો, પ્રતિમા વિશેષને અંગીકાર કરનારાઓના, વિશેષથી નિર્જરાય છે. માટે એકાકી વિહારપ્રતિમાને યોગ્ય પુરુષ નિરૂપાય છે. એ રીતે સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા-સંહિતાદિની ચર્ચા પ્રસિદ્ધ જ છે.
વિશેષ એ કે – આઠ ગુણો વડે યુક્ત સાધુ યોગ્ય થાય છે. એકાકીપણે ગામાદિમાં વિચરવું તે જે અભિગ્રહ તે એકાકીવિહાર પ્રતિમા. જિનકલ્પપ્રતિમા અથવા માસિકી આદિ ભિક્ષુ પ્રતિમા, તેને સ્વીકારીને - ૪ - ગ્રામાદિમાં વિચરવા. તે આ પ્રમાણે – (૧) શ્રદ્ધા-તવોમાં શ્રદ્ધા-આસ્તિક્સવાળો કે અનુષ્ઠાનોમાં પોતાની રુચિવાળો
- સકલ દેવોના નાયક વડે પણ ન ચલાવી શકાય એવા સમ્યકત્વ અને ચાસ્ત્રિવાળો. પુરુષજાત એટલે પુરુષ પ્રકાર.
(૨) સત્યવાદી, પ્રતિજ્ઞામાં શૂર હોવાથી અથવા સત્વોને હિતકર હોવાથી સત્ય, (૩) મેધા-શ્રુતગ્રહણની શક્તિવાળો હોવાથી મેધાવી અથવા મેધાવી એટલે મર્યાદામાં વર્તનાર, (૪) મેધાવીપણાથી પ્રચુર શ્રુત-આગમ સૂત્રથી તથા અર્થથી જેને છે, તે બહુશ્રુત. તે ઉત્કૃષ્ટથી અસંપૂર્ણ-કંઈક ન્યૂન દશ પૂર્વધર અને જઘન્યથી નવમા