Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
9/-/૬૮૮,૬૮૯
• સૂત્ર-૬૮૮,૬૮૯ -
[૬૮૮] શ્રમણ ભગવંત મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિહવો કહ્યા છે બહુરતા, જીવપદેશિકા, અવ્યક્તિકો, સામુચ્છેદિકો, દોક્રિયા, ઐરાશિકો, અબદ્ધિકો... આ સાત પ્રવચન નિહવોના સાત ધર્માચાર્યો હતા – જમાલી, તિગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, ષડ્લક, ગોષ્ઠામાહિલ. આ સાત પ્રવાન નિર્ણવોના સાત ઉત્પત્તિનગરો હતા. તે આ←
-
23
[૬૮૯] શ્રાવસ્તી, ઋષભપુર, શ્વેતાંબિકા, મિથિલા, ઉત્સુકાતીર, અંતરંજિકા, દશપુર આ નિવોની ઉત્પત્તિના નગરો છે.
• વિવેચન-૬૮૮,૬૮૯ -
-
[૬૮] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે પ્રવચન એટલે આગમ, નિન્નુવર્ત -
અપલાપ કરે કે અન્યથા પ્રરૂપે, તે પ્રવચન નિહવ કહ્યા છે.
(૧) વક્રુત - ક્રિયામાં આસક્તરૂપ એક એક સમય વડે વસ્તુની ઉત્પત્તિ ન માનવાથી અને ઘણા સમયો વડે ઉત્પત્તિ માનવાથી વધુ - ઘણા સમયનો વિશે રતા - આસક્ત થયેલા તે બહુરત્તા અર્થાત્ દીર્ઘકાળમાં દ્રવ્યની ઉત્પત્તિને પ્રરૂપનારા... (૨) પ્રદેશ જ જીવ છે જેઓને તે જીવપદેશો, તે જ જીવ પ્રાદેશિકો અથવા જીવના પ્રદેશમાં જીવને સ્વીકાવાથી જીવપ્રદેશ વિધમાન છે જેઓને તે જીવ પ્રાદેશિકો. અર્થાત્ છેલ્લા પ્રદેશમાં જીવને પ્રરૂપનારા. આ રહસ્ય છે.
(૩) અવ્યક્ત - અપ્રગટ વસ્તુ સ્વીકારવાથી અવ્યક્ત વિધમાન છે જેઓને તે અવ્યક્તિકો અર્થાત્ સંયાદિને જાણવામાં સંદિગ્ધ બુદ્ધિવાળા એ ભાવના છે... (૪) સમુચ્છેદ-ઉત્પત્તિ પછી તુરંત સમસ્તપણાએ અને પ્રકર્ષથી છેદ તે સમુચ્છેદવિનાશ. સમુચ્છેદને જે કહે છે. તે સામુચ્છેદિકો અર્થાત્ ક્ષણમાં ક્ષય પામનારા ભાવો છે, તેમ પ્રરૂપે.
(૫) બે ક્રિયા એકત્રિત થાય તે દ્વિક્રિય. અથવા તેને અનુભવે છે તે વૈક્રિયા અર્થાત્ કાલના અભેદથી બે ક્રિયાના અનુભવને પ્રરૂપનારા. (૬) જીવ, અજીવ, નોજીવના ભેદરૂપ ત્રણ રાશિનો સમુદાય તે ત્રિરાશિ, તેનું પ્રયોજન છે જેઓને તે ઐરાશિકો અર્થાત્ ત્રણ રાશિને પ્રરૂપનારા. (૭) જીવ વડે કર્મ સ્પર્શાયલ છે, પણ સ્કંધના બંધવત્ બદ્ધ નથી તે અબદ્ધ છે જેઓના મતમાં તે અબદ્ધિકો - સૃષ્ટકર્મ વિષાક પ્રરૂપકો.
ધર્માચાર્ય - ધર્માં - ઉક્ત પ્રરૂપણાદિ લક્ષણ શ્રુતધર્મના નાયકપણાએ કરીને પ્રધાન-આચાર્યો તે ધર્માચાર્યો. તે મતના ઉપદેશદાતા. તેમાં (૧) જમાલી ક્ષત્રિયકુમાર, તે શ્રમણ ભગવંત મહાવીરના ભાણેજ, ભગવંતની સુદર્શના નામે પુત્રી (અન્યત્ર પ્રિયદર્શના નામ છે.] નો ભર્તા તેણે ૫૦૦ના પરિવાર સહિત ભગવંત પાસે દીક્ષા લીધી, આચાર્યત્વ પામ્યા. વિચરતા શ્રાવસ્તી નગરીમાં તેદુંક ચૈત્યમાં આવ્યા. અનુચિત આહારથી ઉત્પન્ન થયેલ રોગવાળા તેઓ વેદનાથી પરાભવ પામ્યા. શયનાર્થે સંથારો પાથરવાની આજ્ઞા કરી. સંથારો કર્યો ? એમ પૂછ્યું. સંથારો કર્તા સાધુએ સંથારો પથરાતો હતો છતાં પાથર્યો એમ કહ્યું. જઈને જોયું તો સંથારો કરાતો જોયો.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
કર્મોદયથી વિપરીત બુદ્ધિવાળા જમાલિએ કહ્યું – ભગવંત જે કહે છે – “કરાતુ હોય તે કર્યું” તે અસત્ય છે, કેમકે પ્રત્યક્ષ વિરુદ્ધ છે અને પ્રત્યક્ષ વિરુદ્ધતા તો આની અદ્ધ પાથરેલ સંથારામાં ન પાથવાપણું દેખવાથી છે. તેથી ક્રિયમાણપણાએ પ્રત્યક્ષ સિદ્ધ હોવાથી કૃતત્વ ધર્મ દૂર કરાય છે, આ પ્રમાણે ભાવના છે કહ્યું છે—
મારો આ સંથારો કર્યો નથી એમ સાક્ષાત્ જણાય છે, તેથી કરાતું હોય તે કર્યુ કહેવાય નહીં, પણ કરેલું જ કર્યુ કહેવાય. આ રીતે પ્રરૂપતા જમાલીને સ્થવીરોએ કહ્યું કે – હે આર્ય ! ‘કરતું હોય તે કર્યું' એમ કહેવું પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. જો ‘કરાતુ હોય તે કર્યું' નહીં સ્વીકારશો તો ક્રિયાના અનારંભ સમયની જેમ પાછળ પણ ક્રિયાના અભાવમાં કાર્યને કેમ સ્વીકારશો? આથી તો સદાકાળ કાર્યનો પ્રસંગ
૮૪
આવશે કેમકે ક્રિયાના અભાવમાં વિશેષપણું જ ન રહે. વળી જે કહ્યું કે અર્ધ પાથરેલ સંચારામાં ન પાથરેલપણું જોવાથી, તે પણ અયુક્ત છે. કારણ કે જ્યારે જે આકાશ દેશમાં વસ્ત્ર પથરાય ત્યારે તે આકાશદેશમાં પથરાયેલું જ છે. એ રીતે પાછળના વસ્ત્રના પાથરણ સમયમાં અવશ્ય પથરાયેલું જ છે. - x - તે આ પ્રમાણે વિશિષ્ટ સમયની અપેક્ષાવાળા ભગવાનો છે, એ રીતે સ્વવીરોએ કહ્યું, તો પણ જમાલીએ સ્વીકાર્યુ નહીં, તે આ બહુતર ધર્માચાર્ય,
(૨) વસુદેવ ધર્માચાર્યના તિષ્યગુપ્ત નામના શિષ્ય. રાજગૃહીમાં આત્મપ્રવાદ નામના પૂર્વ [ના અધ્યયનકાળે આવો પ્રશ્ન આવ્યો.] હે ભદંત! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે, ત્રણ, સંખ્યાતા, અસંખ્યાતા યાવત્ એક પ્રદેશ વડે ન્યૂન જીવપ્રદેશો પણ ‘જીવ' એમ ન કહેવાય. આ હેતુથી કૃન, પ્રતિપૂર્ણ લોકાકાશના પ્રદેશતુલ્ય જીવ એમ કહેવાય. આ આલાપકને ભણતા કર્મોદયથી વિપરીત મતિવાળો થયો અને કહેવા લાગ્યો - એક આદિ જીવપ્રદેશો નિશ્ચયે એક પ્રદેશ વડે હીન પ્રદેશો પણ જીવ' રૂપ વ્યપદેશને પામતા નથી, પણ ચરમપ્રદેશ સહિત જ ‘જીવ’રૂપ કથનને પામે છે. આ હેતુથી તે જ એક ચરમપ્રદેશ ‘જીવ’ છે કેમકે જીવત્વનું તાવભાવીપણું છે. તેમણે આમ કહેતા તેને ગુરુએ કહ્યું આ ખોટું છે.
-
કેમકે એ રીતે જીવના અભાવનો પ્રસંગ આવશે. કેવી રીતે? તે સ્વીકારેલ અંત્યપ્રદેશ પણ અજીવ થાય? શેષ પ્રદેશોના પરિણામપણાથી અંત્ય પ્રદેશની જેમ. પણ આ ચરમપ્રદેશ પૂરણ છે, તેથી તેનું જીવપણું પણ ઘટતું નથી. એકનું પૂરણપણું અવિશેષ છે. કેમકે એક વિના તેનું અસંપૂર્ણત્વ છે. ઇત્યાદિ તેને ઘણું સમજાવ્યું, તો પણ તેણે સ્વીકાર્યુ નહીં, ત્યારે તેને સંઘથી બહાર કર્યો. તેને
આમલકા નગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે સંખડીમાં ભોજન લેવાને માટે ઘેર લાવીને આગ્રહથી વિવિધ ખાધકાદિ પદાર્થોને સમીપે રાખીને એક-એક અવયવ દરેક પદાર્થનો આપ્યો. ત્યારે તિષ્યગુપ્તને થયું કે – શું તું અમારી મશ્કરી કરે છે ? શ્રાવકે કહ્યું તમારો જ આ સિદ્ધાંત છે. - X - ઇત્યાદિ. એ રીતે આ ધર્માચાર્યને પ્રતિબોધ્યા.
=
(૩) આષાઢ-શ્વેતાંબિકા નગરીમાં પોલાસ ઉધાનમાં સ્વશિષ્યોને આગાઢ યોગવહન કરાવતા હતા. રાત્રિના હ્રદયશૂળથી મરણ પામીને દેવ થયા, શિષ્યોની