Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
el-I૬૭૨ થી ૬૮૪
• વિવેચન-૬૭૨ થી ૬૮૪ :
[૬૨] સૂગ સિદ્ધ છે. વિશેષ એ કે- અથ શબ્દ પરિપ્રશ્ન અર્થમાં છે. પરંત - ગુરને આમંત્રણમાં છે, અય - અસલી, સુકુંભ - લટ્ટા, રજનવા - કંગૂ વિશેષ, HT - cવ પ્રધાન ધાન્ય, સરસવ, મૂન - શાક વિશેષના બીજ, •x• બાકીના પર્યાયો લોકરઢિથી જાણવા. ચાવતુથી મંયાઉત્તાણ, માલાઉતાણ, ઓલિતાણ, લિતાણ, લંછિયાણ, મુદિયાણ જાણવું, તેની વ્યાખ્યા સ્થાન-3-માં કહી છે. ફરી યાવત્ શબ્દથી પવિદ્ધસઈ આદિ જાણવું.
૬િ૩] સૂમ અકાય જીવોની અંતર્મુહૂર્ત જ સ્થિતિ છે. એ રીતે આગળ પણ વિશેષણફળ થશાસંભવ પોતાની બુદ્ધિથી જોડવું.
૬િ૪ થી ૬૯] અનંતર નારકો કહ્યા. સ્થિતિ, શરીરાદિ વડે તેના સાધર્મથી દેવોની વક્તવ્યતાને કહેવા માટે સૂગના વિસ્તારને કહે છે - આ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - પશ્ચિમ દિશાવર્તી વરુણ લોકપાલને, પૂર્વ દિશાના લોકપાલ સોમને, દક્ષિણ દિશાના લોકપાલ ચમને.
૬િ૮૦) અનંતર દેવોનો અધિકાર કહ્યો. દેવોના આવાસોવાળા દ્વીપસમુદ્રો છે, માટે નંદીશ્વરાદિ બે સૂત્રો છે, તે સુગમ છે.
૬િ૮૧] આ દ્વીપ સમુદ્રો, પ્રદેશ શ્રેણી સમૂહાત્મક ક્ષેત્રના આધારવાળા અને શ્રેણિથી રહેલા છે. તેથી શ્રેણિની પ્રરૂપણા કરે છે - સાત શ્રેણિ આદિ શ્રેણિ એટલે પ્રદેશોની પંક્તિઓ, 28 જ્જ - સરલ, ૩યતા - લાંબી - x • એક દિશામાં વક, બંને તરફ વક, એક દિશામાં અંકુશના આકાર જેવી, બંને દિશામાં અંકુશના આકાર જેવી, વલયાકૃતિ, ધવલયાકારવાળી, આ એકતોલકાદિ શ્રેણીઓ લોકપર્વતમાં પ્રદેશાપેક્ષાએ સંભવે છે.
૬િ૮૧થી૬૮૪] ચક્રવાલ, અર્ધચકવાલાદિ ગતિ વિશેષથી ભ્રમણયુક્ત ગવિતપણાથી દેવન્યો હોય છે, તેના પ્રતિપાદનાર્થે ‘ચમર' આદિ પ્રકરણ સુગમ છે. વિશેષ છે કે – ઉડાનીk . અઘસૈન્ય, નાટ્યાની - નર્તકસમૂહ, fધીની* - ગાનાસ્તો સમૂહ.. અતિદેશથી સોમઅશ્વરાજ અશ્વસૈન્ય અધિપતિ, વૈકુંચૂ હસ્તિરાજ હસ્તિ સૈન્યાધિપતિ, લોહિતાક્ષ - મહિષ સૈચાધિપતિ એમ જાણવું. આ રીતે આગળ સૂત્રોમાં પણ જાણવું.
તથા ધરણેન્દ્ર માફક બધા દક્ષિણ દિશાના ભવનપતિના ઇન્દ્રોની સેના અને સેનાધિપતિઓ કહેવા. ભૂતાનંદ માફક ઉત્તરના કહેવા.
છ • સમૂહ. જેમ ધરણેન્દ્ર માટે કહ્યું તેમ બધાં ભવનપતીન્દ્ર મહાઘોષ પર્યક્ત કહેવા. માત્ર પદાતિસૈન્યના અધિપતિ અન્ય જાણવા તે પૂર્વે અનંતર સુગમાં કહેલા છે. શકાદિથી આરંભી આન-પ્રાણતેન્દ્ર પર્યન્ત એકાંતરિત ઈન્દ્રોના હરિભેગમેપી પદાતિ સૈન્યાધિપતિ છે અને ઈશાનાદિથી આરંભીને આરણ-ચ્યતેન્દ્ર પર્યન્ત એકાંતરિત ઈન્દ્રોના સેનાધિપતિનું નામ લઘુપરાક્રમ છે... ગાથા વડે પ્રથમ કચ્છાદિ સંબંધી દેવ સંખ્યા કહી. ત્યાં સૌધમિિદ ક્રમ જોડવો. * * * * * અનંતરોકત બધું
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ વચન વડે પ્રતીતિ કરવા યોગ્ય છે, તેથી વચનના ભેદોને કહે છે
• સૂત્ર-૬૮૫,૬૮૬ -
૬િ૮૫] વચન વિકલ્પ સાત ભેદે કહ્યા છે, તે આ પ્રમાણે - આલાપ, અનાલાપ, ઉલ્લાપ, અનુલાય, સંતાપ, પ્રલાપ, વિપલાપ.
૬િ૮૬) વિનય સાત ભેદે - જ્ઞાનવિનય, દનવિનય, ચાઅિવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય, લોકોપચારવિનય... પ્રશસ્ત મન વિનય સાત ભેદે - પાપક, અસાવધ, અક્રિય, નિરુપલેશ, અનાવર, અtતર, અભૂતાભિશંકા.. આપશd મનોવિનય સાત ભેદે - પપક, સાવધ, સક્રિય, સોપકલેશ, આશ્રવક્ત, ક્ષયિકર, ભૂતાભિશંકન. પ્રશાવચન વિનય સાત ભેદે - અાપક ચાવતુ ભૂતાભિશંકન. અપરાસ્ત વચન વિનય સાત ભેદે - પાપક વાવ ભૂતાભિfકન, પ્રશસ્ત કાય વિનય સાત ભેદે - ઉપયોગપૂર્વક - (૧) જવું, (૨) સ્થાન, (૩) બેસવું, (૪) સૂવું, (૫) ઉલ્લંઘવું, (૬) પલંઘવું, (૩) સર્વ ઈન્દ્રિયોના યોગનું પ્રવર્તન. આપશસ્તકાય વિનય સાત ભેદ - ઉપયોગરહિત જવું ઇત્યાદિ.. લોકોપચાર વિનય સાત ભેદે – અભ્યાસવર્તિત્વ, પરછંદાનવર્તિત્વ, કાહિતુ, કૃતપતિકૃતિતા, આતંગવેષણતા, દેશકાલજ્ઞતા, સવથિમાં પતિલોમતા.
• વિવેચન-૬૮૫,૬૮૬ -
[૬૮૫] સાત પ્રકારે વયન-ભાષણનો વિકતા તે વચનવિકલ્પ કહ્યો છે. તે આ - (૧) સ્તોક અર્થપણાથી થોડું બોલવું તે આલાપ. (૨) કુત્સિત આલાપ તે અનાલાપ, (3) કલાપ - કાકુ ચિક્તિ વડે વર્ણન કરવું તે - x • (૪) તે જ કુત્રિત વર્ણન અનુલ્લાપ, પાઠાંતરથી અનુવાપ-ન્ફરી ફરીને બોલવું. *** (૫) સંલાપ-પરસ્પર બોલવું -x(૩) પ્રતાપ-નિરર્થક વચન -x (૩) તે જ વિવિધ વચનરૂપ વિપલાપ છે . વચન વિકલ્પો મળે કેટલાક વિકલ્પો, વિનયના અર્થવાળા છે. માટે વિનયના ભેદ પ્રતિપાદન કરવાને કહે છે
[૬૮૬] સાત પ્રકારે, જેના વડે આઠ પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે આ રીતે - (૧) જ્ઞાન-અભિનિબોધિકાદિ પાંચ ભેદે, તે જ વિનય, તે જ્ઞાન વિનય
થવા જ્ઞાનનો વિનય - ભક્તિ આદિ કરવું. તે જ્ઞાનવિનય. કહ્યું છે કે – ભક્તિ, બહુમાન, જાણેલ પદાર્થની સખ્યભાવના, વિધિપૂર્વક ગ્રહણ, અભ્યાસ, જિનેન્દ્રોએ આ જ્ઞાનનો વિનય કહેલ છે.
(૨) દર્શન-સમ્યકત્વ, તે જ વિનય તે દર્શન વિનય અથવા દર્શનનો. દર્શનથી વ્યતિરેક દર્શનગુણાધિકોની શુશ્રષણા અને અનાશાતનારૂપ વિનય તે દર્શનવિનય. • x • શુશ્રષણા વિનય દશ ભેદે છે - સકાર, અમ્યુત્થાન, સન્માન, આસનાભિગ્રહ, આસનનું અનુપદાન, કૃતિકર્મ, અંજલિગ્રહ, આવતાની સામે જવું, બેઠેલાની પર્યાપાસના, જતાની પાછળ જવું. આ સુશ્રપણા વિનય.
ઉચિત ક્રિયારૂપ આ દર્શનમાં શુશ્રષણા વિનય છે. અનાશાતના વિનય તો અનુચિત ક્રિયાની નિવૃત્તિરૂપ છે. તે પંદર પ્રકારે છે - તીર્થકર, ઘર્મ, આચાર્ય,