Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
9/-/૫૯૭
ЧЕ
• વિવેચન-૫૯૭ :
અધોલોકના ગ્રહણથી ઉર્ધ્વલોકમાં પણ પૃથ્વીની સત્તા જણાય છે, ત્યાં એક ઇષત્ પ્રાક્ભારા નામે પૃથ્વી છે, અહીં જો કે પ્રથમ પૃથ્વીના ઉપરના ૯૦૦ યોજન તિતિલોકમાં હોય છે, તો પણ દેશઉણ પણ પૃથ્વી છે, તેથી દોષ નથી. આ સાત પૃથ્વી ક્રમથી જાડાઈથી ૧,૮૦,૦૦૦ યોજનાદિ છે. કહ્યું છે કે - પહેલી ૧,૮૦,૦૦૦, બીજી ૧,૩૨,૦૦૦, ત્રીજી ૧,૨૮,૦૦૦, ચોથી ૧,૨૦,૦૦૦, પાંચમી ૧,૧૮,૦૦૦, છઠ્ઠી ૧,૧૬,૦૦૦, સાતમી ૧,૦૮,૦૦૦ યોજન જાડાઈવાળી છે.
અધોલોક અધિકારથી તદ્ગત વસ્તુ સૂત્રો યાવત્ બાદર સૂત્રથી આ સૂત્રો સુગમ છે. વિશેષ આ - ઘનોદધિનું બાહલ્સ ૨૦,૦૦૦ યોજન છે. ઘનવાત, તનુવાન, આકાશાંતરનું બાહલ્સ અસંખ્યાત યોજન છે - x -
છત્રને અતિક્રમીને છત્ર તે છત્રાતિછત્ર, તેના જેવું સંસ્થાન અર્થાત્ નીચેનું છત્ર મોટું અને ઉપરનું નાનું એવા આકારે રહેલ તે છત્રાતિછત્ર સંસ્થાન સંસ્થિતા. અર્થાત્ સાતમી પૃથ્વી સાત રાજ વિસ્તૃત છે, છઠ્ઠી આદિ એકેક રાજહીન છે. પિંકના એટલે પટલક, પુષ્પભાજનવત્ પહોળાં સંસ્થાનથી સંસ્થિત તે પટલક પૃથુસંસ્થાન-સંસ્થિતા જાણવી. નામો અને ગોત્રો, તે પણ નામો છે. નામ પ્રમાણે ગુણયુક્તવાળા ગોત્રો છે અને ધમ્માદિ નામો તો જુદા છે - ૪ -. અવકાશાંતરમાં બાદરવાયું છે, તેનું સૂત્ર– • સૂત્ર-૫૯૮ થી ૬૦૧ ૩
[૫૯૮] બાદર વાયુકાયિક સાત ભેદે કહ્યા - પૂર્વવાયુ, પશ્ચિમવાયુ, દક્ષિણવાયુ, ઉત્તરવાયુ, ઉંચોવાયુ, અધોવાયુ, વિદિશાવાયુ.
[૫૯] સાત સંસ્થાનો કહ્યા છે - દીર્ઘ, હ્રસ્વ, વર્તુળ, ય, ચતુરા, પૃથુલ અને પરિમંડલ... [૬૦૦] સાત ભયસ્થાનો કહ્યા છે - ઇહલોકભય, પરલોક ભય, અકસ્માત ભય, વેદના ભય, મરણ ભય અને અપકીર્તિ ભય,
[૬૦] સાત કારણે છદ્મસ્થ જણાય છે - જીવોનો વિનાશ કરનાર હોય, મૃષા બોલનાર હોય, અદત્ત લેનાર હોય, શબ્દ-પ-સ-રૂ-ગંધ ભોગવનાર હોય, પૂજા સત્કાર અનુમોદનાર હોય, આ સાવધ છે તેમ કહી તેને સેવનાર હોય, જેવું બોલે તેવું આચરનાર હોય... સાત કારણે કેવલી જણાય છે - પાણીનો વિનાશ કરનાર ન હોય યાવત્ જેવું બોલે તેવું આચરણ કરનાર હોય. • વિવેચન-૫૮ થી ૬૦૧૩
[૫૯૮] સૂક્ષ્મવાયુમાં ભેદ નથી તેથી બાદરનું ગ્રહણ કરેલ છે. ભેદ તો દિશા વિદિશાના ભેદથી સ્પષ્ટ જ છે... [૫૯] વાયુ અદૃશ્ય છે તો પણ સંસ્થાનવાળા અને ભયવાળા છે. માટે તેના સૂત્રો, તે પ્રસિદ્ધ છે. પ્રતઘનાદિ અન્યથી જાણવા.
[૬૦૦] મોહનીયની પ્રકૃતિથી ઉત્પન્ન આત્માનો પરિણામ તે ભય. તેના આશ્રયો તે ભયસ્થાનો. (૧) તેમાં મનુષ્યાદિને સ્વજાતિય અન્ય મનુષ્યાદિથી થયેલ ભય તે ઇહલોક ભય. અહીં અધિકૃત ભયવાળાની જાતિને વિશે લોક તે ઈહલોક તેથી જે ભય તે ઈહલોક ભય.. (૨) તિર્યંચ, દેવાદિથી મનુષ્યાદિને જે ભય તે પરલોક ભય..
૬૦
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
(૩) ગ્રહણ કરાય તે આદાન - ધનાર્થે ચોરાદિથી થતો ભય તે આદાન ભય.. (૪) બાહ્ય નિમિત્તાપેક્ષા સિવાય ગૃહાદિમાં રહેલાને રાત્રિ આદિમાં જે ભય તે અકસ્માતભય.. (૫) પીડા આદિથી જે ભય તે વેદનાભય.. (૬) મરણ ભય પ્રતીત છે.. (૭) અમુક કાર્યથી અપકીર્તિ થશે તેવો ભય તે અશ્લોકભય.
[૬૦૧] ભય છદ્મસ્યોને હોય, તે જ સ્થાનોથી જણાય તે સ્થાનોને કહે છેહેતુભૂત સાત સ્થાનો વડે છાસ્યને જાણે. તે આ - (૧) પ્રાણીઓનો નાશ કરનાર, તેઓનો ક્યારેક નાશ કરનાર હોય છે. અહીં પ્રાણાતિપાતન એવા વક્તવ્યમાં પણ ધર્મ અને ધર્મીના અભેદથી “અતિપાતયિતા'' કથન વડે ધર્મી કહેલા છે. પ્રાણીને
મારવાથી આ છાસ્ય છે એમ નિશ્વય કરાય છે. કેવલી તો ચાસ્ત્રિાવરણ ક્ષીણતાથી
નિરતિચાર ચાસ્ત્રિપણાથી અપ્રતિસેવી હોવાથી ક્યારેય પણ પ્રાણીનો નાશ કરનાર ન હોય, એવી રીતે સર્વત્ર ભાવના જાણવી.
(૨) અસત્ય બોલનાર હોય છે... (૩) અદત્ત લેનાર હોય છે... (૪) શબ્દાદિ આસ્વાદનાર હોય છે... (૫) પુષ્પ અને વસ્ત્રાદિ અર્ચનમાં, બીજાએ પોતાનું સન્માન કરવાથી તેનું અનુમોદન કરનાર - પૂજાદિમાં હર્ષ પામનાર હોય.
(૬) આ આધાકર્માદિ સાવધ-સપાપ છે, એમ પ્રરૂપીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય છે... (૭) સામાન્યથી જેમ બોલે તેમ કરે નહીં, જુઠ્ઠું બોલે અને જુદું કરનાર હોય. - - આ સાત સ્થાનો વિપરીતપણે કેવલીને જણાવે છે.
કેવલીઓ પ્રાયઃ ગોત્રવિશેષવાળા હોય છે. પ્રવજ્યાના યોગ્યત્વથી, નાભેયાદિવત્. આ હેતુથી સાતમૂલગોત્ર આદિ વડે ગોત્રવિભાગને કહે છે–
• સૂત્ર-૬૦૨ **
સાત મૂલ ગોત્રો કહ્યા છે - કાશ્યપ, ગૌતમ, વત્સ, કુત્સ, કૌશિક, ખંડવ, વાશિષ્ટ... જે કાયો છે તે સાત ભેટે છે - કાશ્યપ, શાંડિલ્ય, ગૌડ, વાલ, મોજકી, પવિપક્ષી, વકૃિષ્ણ... ગૌતમ સાત ભેદે છે - ગૌતમ, ગર્ગ, ભારદ્વાજ, ગિસ, શર્કરાભ, ભાસ્કરાભ, ઉદકાત્મભ...
વો છે તે સાત ભેદે છે વત્સ, આગ્નેય, મૈત્રેય, સ્વામિલી, શૈલક, અસ્થિસેન, વીતકર્મ... કુત્સો છે તે સાત ભેદે છે - કુત્સ, મૌદ્ગલાયન, પિંગલાયન, કૌડિન્ય, મંડલિક, હારિત, સોમજ... કૌશિકો છે તે સાત ભેટે છે - કૌશિક, કાત્યાયન, શાંલાકાયન, ગોલિકાયન, પક્ષિકાયન, આગ્નેય, લોહિત... મંડવ છે તે સાત ભેદે છે - મંડવ, અષ્ટિ, સંમુક્ત, તૈલ, એલાપત્ય, કાંડિલ્ય, ારાયન... વાશિષ્ઠો છે તે સાત ભેટે છે - વાશિષ્ઠ, ઉંજાયન, જારેકૃષ્ણ, વ્યાઘાપત્ય, કૌડિન્ય, સંજ્ઞી અને પારાસર.
• વિવેચન-૬૦૨ :
સૂત્ર સુગમ છે. વિશેષ આ કે - ગોત્ર એટલે તથાવિધ એક એક પુરુષથી ઉત્પન્ન મનુષ્યસંતાન. ઉત્તર ગોત્રાપેક્ષાએ આદિભૂત ગોત્રો.
કાશમાં થયેલ તે કાશ્ય - રસ, તેને પીનાર તે કાશ્યપ, તેના સંતાનો તે