Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ ૬/-/૫૯ થી ૫૮૩ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ - આવા પ્રકારના સ્વરૂપમાં પરમાર્થને ગ્રહણ કરેલા જાણવા... • સ્થવિરકલાની સ્થિતિ આ પ્રમાણે સંયમકરણ ઉધોતક. જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ કરાવનાર એવા દીધયુિષે વૃદ્ધવાસ કરે, તો પણ વસતિના દોષથી વિમુક્ત રહે. પ૮૨,૫૮૩] આ કપસ્થિતિ પ્રભુ મહાવીરે બતાવી છે. આ સંબંધથી મહાવીરની વકતવ્યતા કહે છે. તેઓએ જ આ બીજા કલાની પણ સ્થિતિ બતાવી છે માટે કલા વિષયક સૂત્ર કહ્યું - આ સૂત્રો સુગમ છે. વિશેષ એ - ક્મત્ત - બે ઉપવાસ, અપના - પાણીનો પરિહાર, ચાવત્ શબ્દથી - નિર્વાઘાત, નિરાવરણ, કૃમ્ન, પ્રતિપૂર્ણ, કેવલવરજ્ઞાનદર્શન જાણવું. સાવત્રી બુદ્ધ, મુક્ત, અંતકૃત, પરિનિવૃત એમ જાણવું. ઉક્તરૂપ દેવ શરીરમાં આહાર પરિણામ હોવાથી તેનું સૂત્ર• સૂત્ર-૫૮૪ થી ૫૮૬ : પિw] ભોજન પરિણામ છ ભેદે છે . મનોજ્ઞ, રસિક, પીeણનીય, છંહણીય, મદનીય, દણિીય... વિશ્વ પરિણામ છ ભેદે છે - સ્ટ, ભુકત નિપતિત, માંસાનુસારી, શોણિતાનુસારી, અસ્થિમજજાનુસારી. [૫૮] પન છ ભેદે કહા • સંશયપ, વ્યગ્રહણ, અનુયોગી, અનુલોમ, તાજ્ઞાન, અતથાજ્ઞાન. [૫૮] ચમચંયા રાજધાની ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... દરેક ઈન્દ્રસ્થાન ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... અધઃસપ્તમી પૃdી ઉત્કૃષ્ટથી ઉપપત વડે છ માસના વિરહવાળી છે... સિદ્ધિગતિ ઉત્કૃષ્ટથી છ માસ ઉપપાત વિરહિત છે. • વિવેચન-૫૮૪ થી ૮૫૬ - [૫૮૪] ભોજન-આહાર-વિશેષનો પરિણામ-પર્યાય, સ્વભાવ કે ધર્મ. મનોજ્ઞઈચ્છવા યોગ્ય ભોજન, તે એક પરિણામ, પરિણામવાળા સાથે અભેદ ઉપચારથી... રસિક-માધયદિયક્ત... પીણનીય - રસાદિ ધાતુને શમન કરનાર... છંહણીયધાતુની વૃદ્ધિ કરનાર, દીપનીય-અગ્નિબલજનક, પાઠાંતરસ્ત્રી મદનો ઉદયકારી... દર્પણીય-બળવર્ધક કે ઉત્સાહવર્ધક. અથવા ભોજનનો વિપાક, તે શુભપણાથી મનોજ્ઞ અથવા મનોજ્ઞ ભોજનની સંબંધથી. આ રીતે બીજા પણ જાણવા. પરિણામ અધિકારી વિષસૂત્ર દંષ્ટ્ર - કસાયેલ પ્રાણીને પીડા કરનાર વિષ, જંગમ વિશેષ... ભુક્ત- જે ખાધા પછી પીડે છે તે સ્થાવરવિષ... નિપતિત - ઉપર પડેલું પડે છે તે. ત્વચા વિષ કે દષ્ટિવિપ. આ ત્રણ સ્વરૂપે વિષ છે તથા કોઈ માંસ સુધી વ્યાપક, કોઈ લોહી સુધી વ્યાપક અને કોઈ અસ્થિ-મજ્જાનુસારી વિષે જાણવું. [૫૮૫] આવા પ્રકારના અર્થોનો નિર્ણય, અતિશય વગરના જીવને આપ્ત પુરુષને પૂછવાથી થાય. માટે પ્રશ્ન વિભાગ કહે છે. પૂછવું તે પ્ર. કોઈ અર્થમાં સંશય પડતા પૂછાય તે સંશય પ્રશ્ન. જેમકે - તપથી કર્મનાશ, સંયમ વડે અનાશ્રવ થાય તો સાધુ દેવ કેમ થાય ? સરાગ સંયમથી દેવ થાય. મિથ્યાભિનિવેશથી - વિપતિપતિથી પરપક્ષ દુષણાર્થે પ્રશ્ન કરાય તે વ્યગ્રહ પ્રશ્ન. જેમકે - સામાન્યથી વિશેષ ભિન્ન કે અભિન્ન ? જો તે ભિન્ન છે તો તે છે જ નહીં અને અભિન્ન છે તો સામાન્ય જ છે. અનુયોગી - વ્યાખ્યાન કે પ્રરૂપણા છે જેમાં તે માટે જે પ્રશ્ન કરાય તે અનુયોગી. જેમ “ચાર સમયથી લોક” આદિ માટે “કેટલા સમયથી ?” ઇત્યાદિ ગ્રંયકાર પ્રશ્ન કરે છે... અનુલોમ - અનુકૂળ કરવા માટે બીજાને જે પ્રશ્ન કરાય છે છે. જેમકે - તમે કુશળ છો? ઇત્યાદિ પૂછવું, તે. તથાજ્ઞાન - પૂછવા યોગ્ય અર્થમાં પૂછવા યોગ્યને જેવું જ્ઞાન છે, તેવું જ્ઞાન પૂછનારનું જે પ્રામાં છે તે જાણવા છતાં પૂછવું. જેમ ગૌતમાદિનો પ્રશ્ન. હે ભદંત ! કેટલા કાળથી ચમચંયા રાજધાની ઉપપાત વિરહિત છે. અતયાજ્ઞાન-ઉક્તથી વિપરીત. અજ્ઞાન હોવાથી પ્રશ્ન કરવો.-x - [૫૮] અનંતર સુગમાં અતથાજ્ઞાન પ્રશ્ન બતાવ્યો. તેનો ઉત્તર બતાવવા આ સૂગ છે - દક્ષિણ દિશાના અસુર નિકાયના નાયકની ચંયા નામક નગરી તે ચમરચંયા. જે જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે તિછ અસંખ્યાતા દ્વીપસમુદ્રોને ઉલ્લંઘીને અણવરદ્વીપની બાહ્ય વેદિકાના અંતથી અરુણોદ સમુદ્રમાં ૪૨,ooo યોજન અવગાહીને અસુરાજ ચમના તિગિચ્છિકૂટ નામક ૧૭ર૧ યોજન ઉંચો ઉત્પાત પર્વતની દક્ષિણે સાધિક ૬૦૦ કરોડ યોજન અરુણોદ સમુદ્રમાં તિછ નીચે રનપભા પૃથ્વીમાં ૪૦,૦૦૦ યોજન અવગાહીને લક્ષ યોજનની છે. તે ઉત્કૃષ્ટથી છ માસપર્યન્ત ઉપપાતરહિત હોય, અર્થાત્ ત્યાં ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત દેવ વિરહ હોય. વિરહ અધિકારથી જ ત્રણ સૂત્ર છે એક એક ઇન્દ્રનું સ્થાન, ભવન-નગર-વિમાનરૂપ. તે ઉકર્ષથી યાવતુ છ માસ ઇન્દ્ર અપેક્ષાએ ઉપપાતરહિત હોય... મધ: - સપ્તમી, અહીં સાતમી કોઈક રીતે રત્નપ્રભા પણ થાય, તેથી અધ: શબ્દ મૂક્યો છે. અર્થાત્ તમ:તમાં પૃથ્વી, ઉત્કૃષ્ટી છ માસ ઉપપાતરહિત હોય. પહેલી નકમાં ૨૪-મુહૂર્ત, પછી ક્રમથી - સાત અહોરાક, પંદર અહોરાબ, એક માસ, બે માસ, ચાર માસ, છ માસ વિરહકાલ છે. સિદ્ધિગતિમાં ઉપપાત ગમન માગ કહેવાય છે, જમ નહીં કેમકે તેના હેતુઓનો સિદ્ધને અભાવ હોય છે, કહ્યું છે - જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ સિદ્ધિગતિમાં ઉપપાતનો વિરહ હોય છે. • x - ઉપપાત વિરહ કહ્યો. ઉપપાત આયુબંધથી થાય માટે આયુબંધ કહે છે, • સૂઝ-૫૮૭,૫૮૮ : [૫૮] આયુ વધ છ ભેદ કહ્યો છે . જાતિનામનિધત્ત, ગતિનામ નિધd, સ્થિતિનામનિધd, અવગાહનતાનામનિધd, પ્રદેશનામનિધd, અનુભાવનામનિધd - આયુ.. નૈરમિકને છ ભેદે આયુબંધ કહ્યો છે - જાતિ યાવતુ અનુભાવ

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109