Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 16
________________ પણ તેમાં ટુંકા--પણ નક્કર–અનુભવથી પૂ. આગમ દ્વારકશ્રીના વ્યકિતત્વને પૂરતો ઇન્સાફ મળતો ન લાગવાથી વિ. સં. ૨૦૨૫ના ચોમાસાથી દેવ-ગુરુકૃપાએ મળેલી-ક્ષપશમ પ્રમાણે સ્વયં–જાતે લખવાનો પ્રયાસ શરુ થયે. વિ. સં. ૨૦૨૬ની દિવાળી લગભગ ૭૦૦ કુલસ્કેપ પાનામાં આખું જીવનચરિત્ર લખાઈ ગયું, પણ તેને પ્રેસર્ભાગ્ય વ્યવસ્થિત-ગોઠવણી પ્રસંગે તેમાં ઘણી ઉણપ લાગવાથી તેના પરિમાજૈન રૂપે સુધારા-વધારા કરતાં વિ. સં. ૨૦૨૦ના ભાદરવા મહિના સુધીમાં ૧૨૦૦ પાનાનું જીવનચરિત્ર તૈયાર થયું. = રાજકોટના પ્રખ્યાત નવલકથાકાર, ચુસ્ત-શ્રદ્ધાળુ, વિદ્વાન લેખકશ્રીને તે બતાવતાં તેઓ ખૂબ પ્રસન્ન થયા, પણ સાથે જ તેમના અનુભવપૂર્ણ સૂચનાને અમલી બનાવવા જરૂરી સુધારોઉમેરો કરતાં લગભગ ૨૦૦૦ પાનાં તૈયાર થયાં. ) s; છેવટે વિ. સં. ૨૦૨માં આ કાર્ય માટે એક ભાઈને રાખી આખા જીવન-ચરિત્રને પ્રેસ કેપી રૂપે મુદ્રણ–યોગ્ય તૈયાર કરવામાં નવ મહિનાનો સમય થયો. વિ. સં. ૨૦૩૦ના ચોમાસામાં પ્રકાશન અને આર્થિક-ભંડોળની શરૂઆત થઈ. આવડા મોટા જીવનચરિત્રના પ્રકાશન અંગે કાગળ-ગ્રેસની વ્યવસ્થા–તપાસમાં ચારથી છ મહિના થયા, વિવિધ જાતના અનુભવ પછી ચેકસ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં ૨૦૩૦ની દીવાળી પસાર થઈ ગઈ. - વિ. સં. ૨૦૩૧ના વસંત-પંચમી દિને પ્રકાશકોએ બાબુલાલ કેશવલાલ શાહ ચાણમાંવાળા તથા પં'. શ્રી રતિલાલ ચી. દોશી મારફત પ્રેસનું નક્કી કર્યું અને જાત-દેખરેખથી આ બન્ને ભાઈઓએ ખડે-પગે પ્રાથમિક-ગોઠવણુ માટે પૂરતો ભેગ આપી જીવનચરિત્રના મહાગ્રંથના મુદ્રણકાર્ય અંગેની જવાબદારી ઉઠાવી. આ વિ. સં. ૨૦૩રના ભાદરવા મહિને સળગ જીવનચરિત્ર ૧૦૦ થી ૧૫૦ ફર્માને મહાકાયગ્રંથ પ્રકાશિત કરવામાં સહેજે બે થી ત્રણ વર્ષ લાગે ! આટલા લાંબા-સમય સુધી છાપેલા ફર્માઓ પ્રેસમાં સુરક્ષિતરીતે રહેવા મુશ્કેલ, તેથી વિષયની દષ્ટિએ અનુકૂળ પડે ત્યાં પ્રથમ વિભાગ પૂરો કરી પ્રથમ ભાગનું પ્રકાશન કરી દેવાની સૂચના હિતેચ્છુઓએ કરી. કે તે મુજબ પ્રસ્તુત જીવન-ચરિત્રના પ્રથમ વિભાગ તદનુરૂપ ચિત્રો વિગેરેથી સુસજિ જત બની સુજ્ઞજનો સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. આ વળી બહુમુખી–પ્રતિભાના સ્વામી અને શાસનના વિવિધ અંગોને પરિપુષ્ટ કરવા આજીવન વિવિધ-પુરુષાર્થ કરનાર પૂ. આગમ દ્વારક-આચાર્યશ્રીના જીવન-પ્રસંગોને સંકલિત કરી વ્યવસ્થિત રૂપે તેનું આલેખન હકીકતમાં મારાજેવા પામર સીમિત-શકિતવાળા તુચ્છજ્ઞાનવાળા માટે ૧૧]

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 644