Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ પૂ. આગાદ્વારકશ્રીના પટ્ટધર, વાત્સલ્ય-સિંધુ, ગચ્છાધિપતિ વ. આ. શ્રી માણેકસાગર સૂરીકવર ભગવંતનાં વિ. સં. ૨૦૨૧ના (ઠા. ૨૨ સાથે) કપડવંજના ચાતુર્માસમાં અષાડ વદ ૦))ના મંગલ-દિને પ્રાતઃસ્મરણીય, પુનિત-નામધેય, આગમ દ્ધારક આચાર્યશ્રી નાનાના-મોટા અનેક જીવનચરિત્રો હોવા છતાં પૂ. આગમોદ્ધારકશ્રીના બહુમુખી-વ્યકિતત્વ અને શાસન પ્રભાવકતા, શાસનસંરક્ષકતા તેમજ અદ્વિતીય પ્રવચનિકતાને વ્યવસ્થિત રીતે રજુ કરનાર એક પણ જીવનચરિત્ર ન હોઈ તે ઉણપ ટાળવા વિચારણા કરાઈ, તેજ વખતે પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીએ વરદ-આશીર્વાદ પૂર્વક નીચે-મુજબના ત્રણ મુનિભગવંતોને આ કાર્ય માટે જવાબદારી ઉઠાવવા મંગલ સૂચના કરી. પૂ. પં. શ્રી કંચન સાગરજી મ. પૂ. પં. શ્રી સુર્યોદય સાગરજી મ. *પૂ પંશ્રી અભય સાગરજી મ. આ મુજબ વિ. સં. ૨૦૨૧ અષાઢ વદ ૦)) પછી પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીના વરદ-વાસક્ષેપ સાથે પૂ. આગમ દ્વારકશ્રીના જીવન-ચરિત્ર અંગેના મહત્ત્વના મુદ્દાઓ શોધવાની અને તેને વ્યવસ્થિત ગોઠવવાની શરૂઆત કરી. વિ. સં. ૨૦૨૨ના મહા મહિના લગભગ વિવિધ જાણકાર-મહાપુરુષ પાસેથી તેમજ વિવિધ-સ્થળેથી તથા વિવિધ માહિતી ગ્રંથમાંથી અને પત્રદ્વારા વિવિધ છુટક-સામગ્રીનું સંકલન આઠથી દશ પેટીઓ (૮૦ રતલી ચહાના ખોખા) ભરાય તેટલું થયું. શરૂઆતમાં વિચાર એમ હતું કે “કોઈ સારા સિદ્ધહસ્ત લેખક પાસે આધુનિક–ચમકવાળી ભાષામાં જીવનકથાનું આલેખન કરાવવું.” એટલે સંકલિત થયેલ બધી સામગ્રી કાચી નોંધરૂપે ટપકાવી તેવા ખ્યાતનામ એક-બે લેખકોને આપી વ્યવસ્થિત રીતે પૂ. આગમ દ્વારકશ્રીના બહુમુખી વ્યકિતત્વને ઉપસાવનાર જીવનગાથા આલેખવાને નમ્ર પ્રયાસ કરાયો. [આમાં અથ થી દૂર સુધી જીવન-ગાથાના નાના-મોટા અંગેનું સંકલન, ગોઠવણી, રચના સાથે સળંગ જીવનકથાના આલેખનની જવાબદારી પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. ને સોંપાઈ અને તેમને વિભિન્ન માહિતી પૂરી પાડવાની તેમજ પ્રકાશન અંગે આર્થિક-સહકાર માટેની વ્યવસ્થાની જવાબદારી બને પંન્યાસ ભગવંતને સોંપાયેલી. પ્રકાશકી ૧]

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 644