________________
આગમત
એ વાત શ્રી જૈન–શાસ્ત્રોના જાણનારાઓ અને માનનારાઓ માને છે. ઈતિહાસ પ્રેમી કે પણ એ વાત સ્પષ્ટ_રીતે મંજૂર
આ કારણથી એ પરસ્પરના સંબંધને વિચારતાં તેઓને વિશિષ્ટ સંબંધ અને તેની વિશિષ્ટ સંગતિ વિચારવાની જરૂર છે.
શ્રમણ ભગવાન મહાવીર અને મહારાજા શ્રેણિકને સંબંધ વિચારવા પહેલાં એ બન્નેના રાજ્યની નિકટતા ઉપર પ્રથમ ધ્યાન આપવાની જરૂર પડે છે.
શાક્યસિંહ બૌદ્ધના નિવાસસ્થાનને વિચારીએ તે તે કપિલવસ્તુ હેવાથી મગધની રાજ્યધાની રાજગૃહીથી ઘણું દૂર રહે, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું જન્મસ્થાન જે ક્ષત્રિયકુંડ તે રાજગૃહીથી ઘણું નજીક છે, એટલું નહિં પણ જેઓ લછવાડ જઈ ક્ષત્રિયકુંડની યાત્રા કરી આવ્યા હશે, તેઓને જરૂર માલમ હશે કે રાજગૃહી અને ક્ષત્રિયકુંડનાં રા લગોલગ હેય, અને તેથી શ્રમણ ભગવાન મહાવીરના પિતા મહારાજા સિદ્ધાર્થ અને શ્રેણિક મહારાજના પિતા પ્રસેનજિતને પરસ્પર સાહજિક-સંબંધ હેય.
વળી તે વખતે અ–પ્રકંપ અને ઊંચ-શિખરે ગણાતું વૈશાલીનું રાજકુળ હતું. એ વાત ઈતિહાસકારોથી અજાણી નથી, અને તે કુળવાળા રાજાઓને મહારાજા સિદ્ધાર્થ સાથે સ્વાભાવિક કૌટુંબિક સંબંધ હતું, અને તેથી મહારાજા સિદ્ધાર્થ અને ચેડા-મહારાજની બહેન ત્રિશલાના લગ્ન થયા હતા, એટલું જ નહિ પણ એ ઉચ્ચ-સંબંધની મગધ દેશમાં ઘણું જ ઉંચી છાયા પડેલી હતી, અને તેથી માતા ત્રિશલાને વિદેહદત્તા એવા નામથી બોલાવતી હતી. - આ ઉપર બારીક-દષ્ટિથી ધ્યાન દેતાં સ્પષ્ટ જણાઈ આવશે કે વિદેડવાળાઓની કન્યાઓ ઘણુ ઊંચા-કુળની ગણાતી હતી,