Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 181
________________ આગમજ્યોત सिद्धाः बद्धानां ( कर्मणां दाहेन) तद्भावातू, अनादित्वं तु प्रवाहेण न व्यक्त्यपेक्षयेति ॥ ભાવાર્થ: પ્ર. ૧૦૫–આવશ્યક નિર્યુક્તિમાં ઉલ્લેખ છે કે સિદ્ધ પણું થાય છે તે શી રીતે ? કેમકે સિદ્ધપણું એટલે સર્વ કર્મને ક્ષય, તે પ્રાપ્ત થયા વિના સિદ્ધ શી રીતે? ઉત્તર:- વ્યવહાર નયના મતે એવું કહી શકાય કે સિદ્ધો ને સિદ્ધપણું પ્રાપ્ત થાય છે, એટલે કે જેમની યોગ્યતા સિદ્ધપણારૂપે થવાની છે તેઓ યેગ્યતાની દષ્ટિએ સિદ્ધ કહેવાય, તેવાએ જ સિદ્ધ બની શકે એ જણાવવા માટે સિદ્ધોને સિદ્ધપણું પ્રાપ્ત થાય છે” એમ કહેલ છે આગમમાં લખેલ છે કે ભવ્ય જ સિદ્ધિપદને પામશે. વળી ઔદયિક આદિ ભાવને જેમ સિદ્ધપણામાં ક્ષય થાય છે તેમ ભવ્યત્વને પણ ક્ષય થાય છે પણ શ્રી તત્વાર્થ સૂત્ર (અધ્યાય ૧૦) માં મન્ચામાવાન્ પદ જુદુ કેમ મૂકયું છે? કે ભવ્યત્વને ઔપશમિક આદિ ભાવેથી જેમ સર્વથા નાશ નથી તેમજ બંધનેય ભાવ કે નિર્જરા રૂપે ભવ્યત્વ ક્ષીણ નથી થતું પણ ભવ્યત્વને કાર્યરૂપે પરિણામાન્તરરૂપ નાશ છે તેથી સત્તાગત ગ્યતારૂપે સિદ્ધોને સિદ્ધત્વને પર્યાય વ્યક્ત થયે એમ કહેવાય, તેથી સિદ્ધોને સિદ્ધપણું પ્રાપ્ત થાય એ વાત સાપેક્ષ રીતે સંમત છે સિદ્ધોનું સિદ્ધપણું ઉપજે છે એ જણાવવાનું પ્રયોજન એ કે હવે તે સિદ્ધોને પુનર્જન્માદિ નહીં થાય. કેમકે જન્માદિના બીજભૂત કર્મને નાશ થઈ ગયેલ છે સિદ્ધો અનાદિ કાળથી હોઈ શકતા નથી, કેમકે બાંધેલ કર્મના દાહથી સિદ્ધપણું પ્રગટે છે કર્મનું અનાદિપણું પ્રવાહથી છે વ્યક્તિગત રીતે કર્મ અનાદી નથી જ! .

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184