Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 176
________________ પુસ્તક ૪ થું વળી તેમની આરાધના કરવાને હેતુ સિદ્ધપદ પ્રાપ્ત કરવાને છે. અર્થાત્ શ્રી તીર્થકર ભગવંતની આરાધનામાં પણ ચિત્તન એકાગ્રતા સિદ્ધ અને સિદ્ધપણને અંગે હેવી જોઈએ બીજું અરિહંત ભગવંતની આરાધના તેમના નિર્વાણકલ્યાણકે એટલે સિદ્ધદશાને ઉદ્દેશીને જ છે. તેવી રીતે સિદ્ધ ભગવંતેને અંગે જણાવેલું એકાગ્રપણું એ પહેલાંના અરિહંત પદમાં સમજવું. - આગળના આચાર્ય આદિ પદોમાં પણ તે સિદ્ધ અને સિદ્ધદશાના એકાગ્રપણને દ્વાર તરીકે સમજવું. પ્ર. ૮ જિનેશ્વરે વસ્તુના બનાવનારા નથી હોતા પણ બતાવનાર હોય છે. તે કેવી રીતે? ઉ. પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ જેવી અનાદિ કાળથી સ્વભાવ -સિદ્ધ વસ્તુને જિનેશ્વર ભગવંતે બનાવતા નથી, પરંતુ દીપક અથવા સૂર્ય જેવી પ્રકાશક વસ્તુઓની જેમ બતાવે છે તેઓ ધર્મ બતાવે છે. હિંસાદિકના ત્યાગરૂપ આચરણમાં ધર્મપણને સ્વભાવ છે, તેમ બતાવે છે. પરંતુ હિંસાદિકના પરિહારના આચરણ રૂપ જે ધર્મ છે, તેના તેઓ સંપૂર્ણપણે કત છે અર્થાત્ આચરણ ધર્મના-પૂર્ણ રીતે આચરનારા છે. તેથી પિતાના આત્મામાં ધર્મને બનાવનાર છે એમ માનવામાં અડચણ નથી. - શ્રી જિનેશ્વર-ભગવંતે હિંસાદિકના ત્યાગરૂપ આચરણમાં “ધર્મપણાને સ્વભાવ કદાચ અવિદ્યમાન હોય તે પણ ઉત્પન્ન કરતા નથી, તેઓ તે ફક્ત ધર્મનું સ્વરૂપ બતાવે છે. કારણ કે ધર્મ પુદ્ગલના વિકાર કે પુદ્ગલ સ્વરૂપે નથી પરંતુ કેવળ આત્માની પરિણતિ રૂપ અને તે પરિણતિની શુદ્ધ

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184