Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 175
________________ ૧૪ આગમત ઉપાધ્યાય ગુંથાએલી સૂત્રમાળાઓ પ્રત્યેક મેક્ષાથીને અર્પણ કરનાર સાધુ જિનેશ્વર મહારાજ દ્વારા શરૂ કરાએલા મેક્ષમાર્ગનો મુસાફર બનનાર અને તેવા બીજા મુસાફરોને મદદ કરનાર, ક, ૬ શ્રી અરિહંત પદની આરાધના કેવી રીતે કરવી? ઉ. શ્રી અરિહંત પદની આરાધના કરનારે સર્વ દિવસમાં નહિ તે તપસ્યાના દિવસોમાં તે ઘણા ઠાઠમાઠ અને આડંબરથી જિનેશ્વર મહારાજની ભક્તિ, ગુરૂમહારાજની સેવા અને સાધન મિકેની શુશ્રુષા આદિ સાથેજ આરાધના કરવી જોઈએ. શ્રીપાળ મહારાજાએ ઉત્કૃષ્ટ રીતે અરિહંત પદની આરાધના કરી હતી. તેમણે અવ્યાબાધ માર્ગને પ્રવર્તાવનાર અરિહંત ભગવાનનાં નવ ચૈત્ય કરાવ્યાં. અત્યંત આહૂલાદ કરનારી આત્મદશાના આદર્શ ભૂત એવી જિનેશ્વર ભગવાનની નવ પ્રતિમાઓ ભરાવી. જશ અને કીર્તિની ઈચ્છાની દખલ જેમાં ન રહે એવા પૂર્વના મહાપુરૂષોએ કરાવેલાં નવ ચૈત્યેના જીર્ણોદ્ધાર કરાવ્યા. વળી શ્રીજિનેશ્વર ભગવતેની ઘણા ઠાઠમાઠ સાથે સ્નાત્રપૂજા પંચપ્રકારી પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સત્તરપ્રકારી પૂજા, એકવીસ પ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, એકસો આઠ પ્રકારી પૂજા. ચાવત્ સર્વ ભદ્રા નામની પૂજા કરીને શ્રી અરિહંત પદનું આરાધન કર્યું હતું. આ આપણા માટે અનુકરણીય દષ્ટાંત છે. પ્ર. ૭ અરિહંત પદની એકાગ્રતા પૂર્વક આરાધના કરવાની છે, છતાં આરાધના અરિહંતની અને ધ્યાન સિદ્ધપદનું કેમ કરાય છે? ઉ. અરિહંત પદની આરાધના કરવાનું એક માત્ર કારણ એ છે કે તેમણે સિદ્ધપદ પ્રાપ્ત કરવાને માર્ગ બતાવે.

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184