________________
- ગામ = = - | શ્રી ઉપધાનની મહત્તા છે
(૨) [શ્રાવકજીવનના પરમ-કર્તવ્યરૂપે શ્રી–ઉપધાન તપની મહત્તા પ્રખ્યાત છે, મહા-શ્રાવકપણાની દીક્ષા શ્રી ઉપધાન–તપ દ્વારા વિવેકી પુણ્યવાનને પ્રાપ્ત થાય છે.
વર્તમાનકાળે આ તપની આચરણું બહુલ પ્રમાણમાં જોવા મળે છે, પણ શ્રી ઉપધાન જેવા મહાન તપની છાયા જીવનમાં ઉપસતી ઓછી જોવા મળે છે તેનું કારણ આ તપના અંતરંગરહસ્યની જાણકારીને અભાવે લાગે છે.
તેથી પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીએ વિ. સ. ૧૯૦માં નિબંધરૂપે સળંગ લેખમાળારૂપે લખેલ. જે શ્રી સિદ્ધચક (વર્ષ-૪) માં છપાયેલા છે.
પણ આપણા પુણ્યબળની ખામીથી તે લેખમાળા અધુરી રહેલા પામી છે, તે લેખમાળાના નિબંધને વ્યવસ્થિત કરી તત્વરુચિ જિજ્ઞાસુ જનેના લાભાર્થે અહિં પુનર્મુદ્રિત કરાય છે. સં. ઉપધાનની પ્રસિદ્ધિવાળા સ્થાને અને તેનાં કારણે
વર્તમાન-કાળમાં શ્રાવકસંઘ જે ઉપધાન વહન કરે છે, તે ઉપધાનની ક્રિયાથી પૂર્વ દેશ, દક્ષિણ દેશ, પંજાબ, રજપુતાના, મારવાડ, માળવા વિગેરે જૈનની મોટી વસતિવાળા સ્થાનમાં ભાગ્યેજ કેઈ અજાણ્યું હશે.
તેમાં પણ ગુજરાત–પ્રાંત કે જે વર્તમાનકાળમાં જૈનધર્મના કેન્દ્ર તરીકે દેવ, ગુરુ, ધર્મની આરાધનામાં તીર્થોની ઉત્પત્તિ, ઉદ્ધાર અને રક્ષામાં ઘણે આગેવાનભર્યો ભાગ ભજવે છે, અને એમ કહીએ તે હું નથી કે જેની સહાય અને સલાહથી જ અન્ય સર્વ દેશના તીર્થોની રક્ષા અને ઉદ્ધાર વિગેરે પ્રવર્તે છે, અને તે ગુજરાતના કેન્દ્રપણાને લીધે જ વર્તમાન મુનિ-મહારાજાને લગભગ પંદર આની એટલે ભાગ ગુજરાતમાં જ વિચારે છે '
જ