Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 172
________________ જ શ્રી નમસ્કારમહામંત્ર પર જે અંગે મહત્ત્વના પ્રશ્નોત્તરે પ્ર-૧ શ્રી નવકારમંત્રમાં પરમેષ્ઠિ-પદના અનુક્રમની નિયમિતતા કેવી રીતે ઉપયોગી થાય છે? ઉત્તર-ગણિતશાસ્ત્રમાં સંખ્યાના અનુક્રમ ઉપર ગણિતને આધાર રહે છે, શ્રી નવકાર મહામંત્રના પંચપરમેષ્ઠી-પદોમાં નિયમિતતા હેવાથી તેમાં ગણિતાનુણ રહેલે છે પરમેષ્ઠી-પદના અનુકમની નિયમિતતાના કારણે પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂવી બને છે અને તેના આધાર ઉપરજ અનાનુપૂરી બને છે પંચપરમેષ્ઠીને જા૫ અનાનુપૂર્વાથી ગણાય છે છતાં તેમાં આધાર રૂપી તે પૂર્વાનુપૂર્વી જ છે. અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કારને જે કમ છે તે જે મોક્ષમાર્ગની સાધ્યતાને અંગે ઉપયોગી છે, તે જ આગળ-આગળ-પદ્યમાં પાછળ-પાછળના પદેની અનુવૃત્તિ માટે પણ ઉપયોગી છે. પ્ર-૨ જૈનધર્મ વ્યક્તિના નામથી કેમ નથી ઓળખાત? - ઉત્તર-સર્વ આર્ય-અનાર્ય ધર્મો માત્ર વ્યકિતના નામે ઓળખાય છે, ફકત એક જૈનધર્મ એ છે કે જેમાં વ્યકિતના નામથી ધર્મનું નામ નથી પડતું. અતીત, અનાગત અને વર્તમાન કાળની ચોવીસીએમાં કેઈપણ જિન અથવા અહત નામની વ્યકિત થયેલી નથી.

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184