________________
આગમત જિનેશ્વર મહારાજની પૂજામાં પુછપને ઉપગ ઘણી જગે પર હોય છે. વસ્ત્રપૂજાને અધિકાર
આવી રીતે પુપપૂજા જણાવ્યા પછી વશની પૂજા જણ વતાં શાસ્ત્રકાર કહે છે કે
હૃદયને આનંદ દેવાવાળા અને ત્રણ ભુવનથી પૂજાયેલા એવા ભગવાન જિનેશ્વરમહારાજની ભક્તિપૂર્વક ભવ્યાત્માઓએ ચીનાંશુક આદિ–વસ્ત્રોદ્વારા પૂજા કરવી.
આ સ્થળે એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ભગવાન જિનેશ્વર-મહારાજના પૂજન વિગેરે ધર્મકાર્યમાં વસ્તુની ઉત્તમતાને સ્થાન આપવામાં આવે છે.
જો કે કેટલાક રાષ્ટ્રવાદી અને દેશાભિમાનીને ચીન જેવા પરદેશનાં વસ્ત્રોથી સૂગ ચડશે, પરંતુ તેઓ પણ મેટર, રેલ્વે અને પરદેશી બેંકે વિગેરેના શેરે લેવાનું એક અંશે પણ બંધ કરતા નથી. એટલે કહેવું જોઈએ કે, રાષ્ટ્રવાદી અને દેશભિમાની ગણાતા કે પિતાની સગવડ અને સુખ-સાધ્યતાને આગળ રાખનારા છે. કેઈ પણ દેશાભિમાની કે રાષ્ટ્રવાદીએ બેંકના વ્યવહારને બંધ કર્યો નહિ, રેલવેમાં બેસવું બંધ કર્યું નહિં, અને મેટની મુસાફરી છેડી નહિ, છતાં માત્ર ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાનાં સાધને કે ગુરૂભક્તિ અને ધર્માનુષ્ઠાનનાં સાધનોમાં અન્તરાયભૂત વચનને ઉચ્ચારવાં છે અને અન્તરા કરવા છે, પરંતુ તે સજજને ઉચિત ગણાય નહિં. આસ્તિક કેણુ? તેની કરણ શું?
પરન્તુ અંશે પણ આસ્તિક્તાને ધારણ કરનાર મનુષ્ય દેશાભિમાન કે રાષ્ટ્રાભિમાન ધારણ કરતે હોય તે પણ તે ધર્મ કરતાં તે દેશ કે રાષ્ટ્રને વધારે ન ગણે એ સ્વાભાવિક છે. કેમકે આસ્તિક તેઓનેજ ગણાય કે જેઓ પહેલેક અને પુણ્ય-પાપને