________________
૨૮
મહાપચ્ચક્ખાણ-પિ [૩૫]ત્રણ ગુપ્તિ, પાંચ સમિતી, પચ્ચીસ ભાવનાઓ, જ્ઞાન અને દર્શનને આદરતો અને તે સહિત હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂં .
[૭૬એ પ્રમાણે ત્રણ દેડથી વિરક્ત, ત્રિકરણ શુદ્ધ, ત્રણ શલ્યથી રહિત અને વિવિધે અપ્રમત્ત એવો હું પંચમહાવ્રતનું રક્ષણ કરૂં .
[૭૭]સર્વ સંગને સમ્યક પ્રકારે જાણું છું. માયા શલ્ય, નિયાણ શલ્ય, અને મિથ્યાત્વ શલ્ય રૂપ ત્રણ શલ્યોને ત્રિવિધે ટાળીને ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતીઓ મને રક્ષણ અને શરણ હો.
[૭૮-૭૯જેમ સમુદ્રનું ચક્રવાલ ક્ષોભે ત્યારે સમુદ્રને વિષે રનથી ભરેલા વહાણને કૃત કરણ અને બુદ્ધિવાળા વહાણવટીઓ રક્ષણ કરે છે. તેમ ગુણ રૂપી રત્નવડે ભરેલું પરિષહ રૂપી કલ્લોલો વડે ક્ષોભાયમાન થવા શરૂ થએલું તારૂપી વહાણ ઉપદેશ રૂપ આલંબનવાલા ધીર પુરૂષો આરાધે છે.
. [૮૦-૮૨જો આ પ્રમાણે આત્માને વિષે વતનો ભાર મૂકનાર, શરીરને વિષે નિરપેક્ષ અને પર્વતની ગુફામાં રહેલા એવા તે સત્પરૂષો પોતાના અર્થને સાધે છે. જો પર્વતની ગુફા, પર્વતની કરાડ, અને વિષમ સ્થાનકોમાં રહેલા, ધીરજવડે અત્યંત તૈયાર રહેલા તે સંપુરૂષો પોતાનો અર્થ સાધે છે. તો કેમ સાધુઓને સહાય આપનાર એવા અન્યોઅન્ય સંગ્રહના બળવડે એટલે વૈયાવચ્ચ કરવાવડે પરલોકના અર્થે પોતાનો અર્થ ન સાધી શકે ? (સાધી શકે.)
[૩]અલ્પ, મધુર, અને કાનને ગમતું આ વીતરાગનું વચન સાંભળતા જીવે સાધુઓની મધ્યે પોતાનો અર્થ સાધવા ખરેખર સમર્થ થઈ શકાય.
[૮૪]ધીરપુરૂષોએ પ્રરૂપેલો, સપુરૂષોએ સેવેલો અને ખૂબ મુશ્કેલ પોતાના અર્થને જે શિલાતલને વિષે રહેલા પુરૂષો સાધે છે તેઓ ધન્ય છે.
[]પૂર્વે જેણે સંજમ જોગ પાળ્યો ન હોય, અને મરણ કાળને વિષે સમાધિ ઈચ્છતો હોય તે વિષય સુખમાં લીનઆત્મા પરિસહ સહન કરવાને સમર્થ થતો નથી.
[૮૭]પૂર્વે જેણે સંયમ યોગ પાળ્યો હોય, મરણના કાલે સમાધિને ઈચ્છતો હોય, અને વિષય સુખ થકી આત્માને નીવાર્યો હોય તે પુરૂષ પરિસહને સહન કરવાને સમર્થ થઈ શકે.
[૮૮પૂર્વે સંયમ યોગ આરાધ્યો હોય, તે નિયાણા રહિત બુદ્ધિપૂર્વક ' વિચારીને, કષાયને ટાળીને, સજ્જ થઈને મરણને અંગીકાર કરે.
| [૪૯]જે જીવોએ સમ્યક પ્રકારે તપ કર્યો હોય તે જીવો પોતાનાં આકરાં પાપ કર્મોને બાળવાને સમર્થ થઈ શકે છે.
[0]એક પંડિત મરણને આદરીને તે અસંભ્રાંત સુપુરૂષ જલદીથી અનંત મરણોનો અંત કરશે.
[૯૧-૯૨એક પંડિત મરણ ! અને તેનાં કેવાં આલંબન કહ્યાં છે? એ બધાં જાણીને આચાર્યો બીજા કોની પ્રશંસા કરે. પાદપોપગમ અણશણ, ધ્યાન અને ભાવનાઓ તે આલંબન છે, એ જાણીને (આચાય) પંડિત મરણને પ્રશંસે છે.
[૩] ઈદ્રિયની સુખ શાતામાં આકુલ, વિષમ પરિસહને સહેવાને પરવશ થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org