Book Title: Agam 44 Mool 04 Uttaradhyayan Sutra Sar
Author(s): T U Mehta
Publisher: Umedchand and Kusumbaben Charitable Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ઉપોદ્ઘાત વિશે મતમતાંતર છે. એક મત એવો છે કે આ અધ્યયનો ખુદ ભગવાનના શ્રી મુખેથી નીકળ્યા છે તેથી ઉત્તમ (ઉત્તર) છે. ઉત્તરનો બીજો અર્થ પાછળનું થાય છે. ભગવાનનો આ છેલ્લો ઉપદેશ હોવાને કારણે તે અર્થ પણ લઈ શકાય. સમગ્ર સૂત્રમાં કુલ ૩૬ અધ્યયનો જુદા જુદા વિષયો ઉપરના છે. છેલ્લા ૩૬માં અધ્યયનની છેલ્લી ગાથા નં. ર૬૬ કહે છે : ઈ ઈ પાઉકરે બુદ્ધ નાયએ પરિનિષ્ણુએ . છત્તીસં ઉત્તરઝાએ, ભવસિદ્ધિય સમ્મએ II અર્થાત્ – આ પ્રમાણે ભવ્ય જીવો માટે યોગ્ય - ઈષ્ટ છત્રીસ શ્રેષ્ઠ અધ્યયનો પ્રગટ કરીને, સર્વ પદાર્થોના સર્વજ્ઞ અને સર્વદર્શી જ્ઞાતવંશીય ભગવાન મહાવીર નિર્વાણને પ્રાપ્ત થયા. (પરિનિવૃત – મુક્ત થયા). આ ગાથા નિર્દેશ કરે છે કે આ સૂત્રના કથનો ભગવાનના અંતિમ ઉપદેશ રૂપે હતો સામાન્ય રીતે જૈન સૂત્રો પ્રશ્ન - ઉત્તરના સ્વરૂપના હોય છે પરંતુ અહીં કોઈ પ્રશ્નોત્તર નથી. કારણ કે ભગવાને પોતે જ વગર પુછયે છત્રીસ વિષયોની છણાવટ કરી છે તેથી આ સૂત્ર “વણ-પુછાયેલ પ્રશ્નોના ઉત્તર' તરીકે પણ ઓળખાય છે. આ સૂત્રની ગણના “અંગબાહ્ય'માં થાય છે. જે સૂત્રોનું ગુંથન ગણધરો તથા બીજા પૂર્વાચાર્યોએ કરેલ હોય તે “અંગબાહ્ય’માં ગણાય છે. પરંતુ જે મૂળસૂત્રો કહેવાય છે તેમાં આ સૂત્રનું પ્રથમ સ્થાન આવે છે. વિદ્વાનોનો મત એવો છે કે કોઈ એક જ વ્યક્તિએ બધા અધ્યાયો લખ્યા હોય તેવું નથી અને વિષયોનો પાછળથી ઉમેરો થયો હોય તે ઘણું સંભવિત છે. જર્મન વિદ્વાન જેકોબી, ગોપાલદાસ પટેલ વ. પણ આ જ મતના છે. આથી કઈ ગાથા ભગવાનના શ્રી મુખે બોલાયેલ છે અને કઈ પાછળથી ઉમેરાયેલ છે તે બાબત ઉત્તરાધ્યયન - સાર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 126