Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી કાશમીરાબેન કાંતીલાલ શેઠ.
સૌ. હેતલ સંજયભાઇ શેઠ. કેટલાંક જીવો જન્મથી જ પુણ્યવાન હોય છે અને જીવનમાં પણ સદુગરનો સમાગમ, ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધાને પામી પ્રગતિના પંથે આગળ વધે છે. શ્રીકાંતીભાઇ શેઠ તેમાના એક સુશ્રાવક છે.
પ્રભાવશાળી વ્યક્તિત્વના ધારક, કુટુંબના મોભી કાંતીભાઇએ સહજતા અને સરળતાપૂર્વકના જીવન વ્યવહારે પોતાના કુટુંબને ઉજ્જવળ કર્યું છે. શ્રીમતી કાશ્મીરાબેન પણ વર્ષોથી સાધુ-સાધ્વીઓની ભક્તિભાવે સેવા કરી પોતાની શક્તિનો સવ્યય કરી રહ્યા છે.
સમગ્ર પરિવાર માટે પૂજ્ય ગુરુદેવશ્રીનમ્રમુનિ મ.સા. શ્રદ્ધાને કેન્દ્રસ્થાને છે.
વડીલ બંધુ શ્રી વિરેનભાઇ ગુરુ પ્રત્યેની શ્રદ્ધાથી પિતાના સહયોગી બન્યા છે. સૌ. જ્યોતિકાબેન ઉવસગ્ગહરં ભક્તિગ્રુપ માં વર્ષોથી સેવા આપી રહ્યા છે.
શ્રી સંજયભાઇએ ઉવસગ્ગહર સાધના ભવન - રાજકોટના નિર્માણમાં પાયાના પથ્થર બનીને સેવા આપી છે. એટલું જ નહીં વર્તમાને પણ તેના સુવ્યવસ્થિત સંચાલન માટે યોગદાન આપી રહ્યા છે.
સૌ. હેતલબેનનું હૉટેલમાં ખાવું-પીવું, હરવું-ફરવું એજ તેમનું જીવન હતું. પૂ. ગુરુદેવે તેમના જીવનમાં યુટર્ન આપ્યો અને પૂજ્ય ગુરુદેવની પ્રેરણા પામીને જીવનને વળાંક આપ્યો છે. તેઓ અહમ યુવા ગ્રુપ તથા લુક એન લર્ન રાજકોટમાં તન, મન અને ધનથી સેવા આપી રહ્યા છે.
જય, શ્રેણિક, ઉપાસના, કિંજલ, આદિ ચારે બાળકો આજના ભૌતિક યુગમાં પણ પૂ. ગુરુદેવના આકર્ષણથી સુસંસ્કારી બની આગળ વધી રહ્યા છે.
શ્રી સંજયભાઈ – હેતલબેને ગુરુભક્તિથી પ્રેરિત થઈને પૂજ્ય ગુરુદેવના ૩૯ માં જન્મદિને શ્રુતભક્તિની અમૂલ્ય ભેટ અર્પણ કરી છે.
સમગ્ર પરિવારની ગુરુભક્તિ ક્રમશઃ વધતી રહે અને તેઓને ભગવાન બનાવે એવી ભાવના પ્રગટ કરી ધન્યવાદ આપીએ છીએ..
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM