________________
પ્રત-દર્શન
પાણી પ્રસ્તુત સંપાદનમાં ઉપયુક્ત હસ્તલિખિત પ્રતોના આદ્ય-અંત પૃષ્ઠોની પ્રતિકૃતિઓ અને આદ્ય-અંત વાક્યાંશ અહીં આપવામાં આવેલ છે.
આના નિરીક્ષણથી કઈ કઈ પ્રતિઓનો ઉપયોગ અમે કર્યો છે તેનો ય ખ્યાલ આવશે. અમને મૂળ પ્રતો મળી નથી. પણ તેની ઝેરોક્ષ કરાયેલ નકલો જ મળી હતી. પ્રસ્તુત સંશોધન અને સંપાદન પણ એ ઝેરોક્ષ કોપીઓના આધારે જ શક્ય બન્યું છે.
આ પ્રતો અમને પૂરી પાડનાર ડહેલાનો ઉપાશ્રય અમદા., એલ.ડી. ઈન્સ્ટીટ્યૂટ અમદા., શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા અમદા.), શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર (પાટણ), ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ - પૂના આદિના જ્ઞાનભંડારો તેમજ ગ્રંથાલયોના વહીવટદારો અને મેળવી આપનારા પૂજ્યો તેમજ સુશ્રાવકોની શ્રુતભક્તિની અમે અનુમોદના કરીએ છીએ. શ્રુતભક્તિમાં કરેલ સહાય નિમિત્તે આભાર દર્શાવીએ છીએ.
- સંપાદક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org