________________
૩૦
વ્યાખ્યાકાર મહર્ષિઓનો પરિચય
મહત્તરશ્રીજીઓ છઠ્ઠો કર્મગ્રંથ બનાવેલો. તે બધા ઉપર વિષમપદ ટિપ્પણ (અવચૂરી)ની રચના કરી હતી. આ બધી અવચેરીઓ હજુ અમુદ્રિત છે.
પ-ક્ષેત્ર સમાસ અવચૂર્ણઃ પૂ.આ.શ્રી સોમતિલકસૂરિજી મહારાજે રચેલા નવ્ય ક્ષેત્ર સમાસ ગ્રંથ ઉપર તેઓશ્રીએ અવચૂર્ણ રૂપે નાની ટીકા બનાવી છે. આ ગ્રંથ પણ અમુદ્રિત છે. આ ગ્રંથની વિ.સં. ૧૪૮૦ની લખાયેલ પ્રતિ ઉપલબ્ધ થાય છે. જેમાં પ્રશસ્તિ છે.
-વાસોતિકાવિતંડા વિડંબન પ્રકરણ : અંચલગચ્છના શાસ્ત્રોત્તીર્ણ કેટલાક મતોનું ખંડન કરવા માટે આ પ્રકરણ રચાયેલ છે. આ ગ્રંથમાં રજુ કરાયેલ સાક્ષીઓ, તર્કો, આધારો અને નિરૂપણ શૈલી જોતાં તેમનું આગમજ્ઞાન, ભાષ્ય નિર્યુક્તિ, ચૂર્ણ અને ટીકા સાથે પંચાંગી સિદ્ધાંત પરનું પ્રચંડ પ્રભુત્વ ઝળકી આવે છે. આ ગ્રંથનું બીજું નામ અંચલમત નિરાકરણ પણ છે.
૭-પદર્શન સમુચ્ચય, તર્ક રહસ્ય દીપિકા ટીકાઃ પૂ.સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના પદર્શન સમુચ્ચય મહાગ્રંથની ૮૭ કારિકાઓ ઉપર છ અધિકારોમાં વિસ્તૃત અને વિશદ ટીકા રચી ગ્રંથકારશ્રીજીએ મહદ્ ઉપકાર કર્યો છે.
આ બધા અવલોકનો પર દૃષ્ટિપાત કરતાં સ્પષ્ટપણે જણાય છે કે તેઓશ્રી સોમયુગ'ના તો તેજસ્વી નક્ષત્ર હતા જ. પરંતુ આજ પણ તેઓશ્રીની પ્રતિભાનો પ્રકાશ જૈન સંઘને જાણવા માણવા મળી રહ્યો છે. તેઓશ્રીમદ્ગા જ્ઞાનાદિ ગુણ સમૃદ્ધ જીવનને વારંવાર વંદના.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org