Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઇરિયાવહી ક્રિયાથી પણ જીવ મુક્ત બને તો જ અક્રિય થાય છે.
તો.........હંસ વીરા ! આ મુક્તાફળના કણેકણમાં ભરેલા રસાસ્વાદને માણીને નિષ્ક્રિય બની સ્વભાવિક સહજ ભાવમાં સ્થિર થવાની કોશિશ કરજે. લાવ જોઈએ હવે ૨૩મું મુક્તાફળ તેમાંથી નીકળતો માલમલિદો કેવો છે તે તને સમજાવું.
ચેતના બહેન બોલ્યા, ખોલ જોઈએહસે, ત્રેવીસમું મુક્તાફળ ખોલ્યું, તેમાં નામ નીકળ્યું- ત્રેવીસમું મુક્તાફળ કર્મપ્રકૃતિ પદ. તેનો અક્ષરશઃ અર્થ તું જ કર, તેમ ચેતના બહેનના કહેવાથી અર્થ... આ પ્રમાણે મારા ઉપયોગ રૂપી હસે કર્યો
કર્ કર્મ ક્ષય કરવાનો પ્રયોગ શુક્લ ધ્યાન તપ છે. મ મરજીવાની સમાન જ્ઞાન સાગરમાં ડૂબકી લગાવવી જોઈએ અને તેનું, v પ્રશિક્ષણ જ્ઞાની ગુરુભગવંતો પાસેથી મેળવવું જ જોઈએ. ક કૃશ, કાયાને ન કરતાં, કર્મને કૃશ કરવા જોઈએ. તિ તિરાડ, કર્મ અને આત્મા વચ્ચે કરીને સ્વસ્વરૂપમાં સમાય જા.
હંસ આ અર્થ કરીને નાચી ઊઠ્યો. આ મુક્તાફળ અનેક કરામતોથી ભરેલ છે. હંસ ભાઈ....ચાવાદના સરોવરે સ્નાન કરીને આવ્યા હતા. તેને હવે શબ્દના અક્ષરની વ્યંજન લબ્ધિ થોડી થોડી મળી ગઈ હતી, તેથી તેની ચાંચ ઊંડાણમાં ખૂંચાડતો થઈ ગયો હતો. ચેતના બહેન અર્થ સાંભળી ખુશ થયા, અને બોલ્યા સાંભળ ભાઈ! ક્રિયાનું સંતાન કર્મ છે. તે બંધ રૂપે બંધાય છે. તેનો આ પદમાં પ્રારંભ થયો છે.
પ્રથમ નંબર કર્મપ્રકૃતિ અર્થાત્ કર્મનો સ્વભાવ- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય; આ રીતે સ્વભાવ રચાય જાય છે. કર્મસંબંધી ચિંતન ઘણું જ સૂક્ષ્મતા પૂર્વક ઊંડાણથી વિચારાયું છે. વિરાટ વિશ્વમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ વિષમતા ભોગવતાં દષ્ટિ ગોચર થાય છે, તે જ મૂળ કર્મ પ્રકૃતિનું કારણ છે.
જૈન દર્શન કર્મને કેવળ સંસ્કાર માત્ર માનતા નથી, એક વસ્તુભૂત પદાર્થ માને છે. તે રાગ-દ્વેષની ક્રિયાથી આકૃષ્ટ થઈને જીવની સાથે બંધાઈ જાય છે. તે પદાર્થ જીવ પ્રદેશના ક્ષેત્રમાં સ્થિત સૂક્ષ્મ કર્મ પ્રાયોગ્ય અનંતાનંત પરમાણુઓથી બનેલી વર્ગણાઓને આત્મા પોતાના સર્વ આત્મપ્રદેશોથી કર્મોને આકૃષ્ટ કરે છે, તે કર્મ સ્કંધો જ્ઞાનાવરણાદિ રૂપે વિભિન્ન પ્રકૃતિઓના રૂપમાં પરિણત થાય છે. પ્રત્યેક આત્મપ્રદેશ પર અનંતાનંત કર્મ પુદ્ગલ ચિપકી જાય છે અર્થાત્ બંધાય જાય છે ત્યાર પછી ઉદય થાય છે.
જેમ કે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય,
35