Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
- તે જૈનદર્શનનું એક પાયાનું દર્શન છે. વિશ્વમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેની ત્રિવેણી વિશ્વ પ્રસિધ્ધ છે. આ શતકમાં ભગવાન મહાવીરસ્વામીએ ઉપન્નઈ, વિગમેઇ, ઘુવઇવા, તેનો જે ઉલ્લેખ કર્યો છે, તેના અનુસંધાનમાં આપણે આ સ્થળે પ્રરૂપેલા ત્રિયોગનું વિવેચન કરી ત્રિવેણી અને ત્રિયોગનો પરસ્પર શું સંબંધ છે અને આ સિદ્ધાંતની સ્થાપના પાછળ શું રહસ્ય છે ? તે ઉપર દષ્ટિપાત કરીશું.
ત્રિવેણી બાબત કોઇપણ શાસ્ત્ર કે કોઇપણ મતોમાં લગભગ બે મત નથી, કારણકે તે વિશ્વમાં પ્રત્યક્ષ ઘટિત થતી ક્રિયા છે.
ઉત્પતિ, સ્થિતિ અને લય, તે જોઈ અને જાણી શકાય તેવી પદાર્થની સાક્ષાત ત્રિવેણી છે. સનાતન ધર્મમાં આ ત્રિવેણીને બુદ્ધિગમ્ય કરવા માટે ત્રણ દેવોની સ્થાપના કરવામાં આવી છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બ્રહ્મા એટલે ઉત્પતિ ક્રિયાના ધારક દેવ, સ્થિતિના પાલક વિષ્ણુ અને લયના પાલક મહેશ છે. તે દેવો પુરાણ ઇત્યાદિ ગ્રંથોમાં વિવિધ પ્રકારે ઉટપટાંગ સ્થિતિ-લય કરતાં હોય છે, તે બાબત અહીં વિચાર કર્યો નથી પરંતુ ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપેલી આ ત્રણે ક્રિયાઓ વિશ્વના મહાન દેવો જેવી છે. ત્યારબાદ દર્શનશાસ્ત્રીઓ કે તે શ્રધ્ધાળુ જીવોએ ઉત્પતિ કોના હાથમાં છે? ઉત્પત્તિના કર્તા કોણ છે? આ પ્રશ્નોના જવાબ રૂપે ઇશ્વરની સ્થાપના કરવામાં આવી છે. ઇશ્વર જેવી મહાન શક્તિના હાથમાં સમગ્ર કર્તુત્વ છે. તેમ શ્રધ્ધાથી સ્વીકારી ઇશ્વરભક્તિ દ્વારા ધર્મની સ્થાપના કરી છે.
જ્યારે જૈન દર્શનમાં કર્તુત્વને વિભાજિત કરી જીવાત્મા ઇચ્છાપૂર્વક જે કાંઇ ક્રિયા કરે છે, તે ઈચ્છા પૂર્વકનો એક પ્રયોગ છે અને તેનું કર્તુત્વ ક્રિયા કરનારના હાથમાં છે. કેટલીક ક્રિયાઓ વ્યક્તિ અને પદાર્થના સંયોગથી થાય છે, ત્યારે તે મિશ્ર કર્તુત્વવાળી ક્રિયા છે અથવા મિશ્ર પ્રયોગ છે. કેટલાંક પદાર્થો સ્વતંત્ર સ્વતઃ ક્રિયાશીલ થાય છે ત્યારે તેને અકર્તુત્ત્વની કોટિમાં મૂકીને અપ્રયોગાત્મક શ્રેણીમાં મૂક્યા છે. આમ કર્તુત્વ માટે પ્રયોગ બતાવીને પદાર્થોનું સ્વતંત્ર ઐશ્વર્ય સ્થાપિત કર્યુ છે. હકીક્તમાં ઇશ્વરનો પરિહાર નથી, પરંતુ બધાં દ્રવ્યો સ્વયં ઐશ્વર્યવાન હોવાથી ઇશ્વરનું રૂપ છે તેવો ભાવ પરોક્ષ રીતે પ્રગટ થાય છે.
શરીરધારી વ્યક્તિ ઇચ્છાપૂર્વક જે કાંઇ ક્રિયા કરે તેને કર્તા કહે છે. જ્ઞાનેચ્છા વૃતિમત્ત અર્જુર્વ આવો જ્યાં યોગ તે કર્તાની શ્રેણીમાં આવે છે પરંતુ પદાર્થનો સંયોગ મળે છે તો જ
(
26
)