________________
જ્યારે સોમસૌભાગ્ય કાવ્ય સર્ગ ૯ શ્લોક ૭૦–૭૨ માં જણાવ્યું છે કે “શ્રી ચિત્રકૂટ નામના કિલ્લામાં ગઢમાં શ્રી ગુણરાજના સ્વરૂપવાન 5 હાસુકૃતી, કૃતી અને શ્રીમાનોમાં મુકુટ એવા બાલ નામના પુત્રે દુર્ગના ઉપર શ્રી કીર્તિસ્તંભના તટે–પાસે ચારે તરફ દેવકુલિકા-દેરીઓથી
વીંટાયેલું એક ઉચું જિનશ્ચય કરાવ્યું ને તેમાં શ્રી તપાગચ્છના અધીશ- સોમસુંદરસૂરિ)એ જિનબિંબની (વર્ધમાનબિંબની) પ્રતિષ્ઠા કરી. જા કંભારાણાના રાજ્યના બીજા જ વર્ષે સં. ૧૪૯ી ચૈત્ર શુદિ ૧૧ શકે તપાગચ્છના જયશેખરસૂરિએ દેઉલવાડા નગરે ગચ્છાચારની
પ્રત લખાવી (શ્રી કાપડીઆ-કેટલોગ ૧, ૩૩૨). તે નગરમાં (સં. ૧૪૯૩માં) દેવગિરિનો શ્રેણી મહાદેવ દર્શનાર્થે આવ્યો તેની વિનતિથી ને, Sતેણે કરેલા ઉતાવપૂર્વક સોમસુંદરસૂરિએ રનશેખરને વાચક પદ આપ્યું. રાજાના માનીતા મહાદેવશ્રેષ્ટિએ સમસ્ત તપાગચ્છને વસ્ત્રોની પહેરામણુ કરી અને સ્વામિવાસલ્ય અને પ્રભાવનાઓ પણ ઘણી કરી. (સોમ સૌભાગ્ય ૮, ૬૧ થી ૬૮).
કુંભારાણાના રાજ્યમાં ભિન્ન ભિન્ન ધર્મના લોકોએ અનેક મંદિર બંધાવ્યાં છે. “તેણે વસાવેલા રાણપુર નગરમાં (રાણકપુરમાં) તેના * રાજ્યમાં તેના પ્રસાદપાત્ર પોરવાડ સંઘપતિ ધરણુક કે જેણે સુલતાન અહમ્મદનું ફરમાન લેનારા એવા (ઉત) સાધુ (સાહ) ગુણરાજ
સાથે આશ્ચર્યકારી દેવાલયોના આડંબરસહિત શ્રી શત્રુંજયાદિ યાત્રાનાં સ્થળોએ યાત્રા કરી હતી, વળી અજારી, પીંડવાડા (બન્ને હાલ સીરોહી રાજ્યમાં), સાલેરા (ઉદયપુર રાજ્યમાં) વગેરે સ્થળોએ નવાં જૈન મંદિરો (બંધાવીને) તથા જૂનાં દેવાલયોનો ઉદ્ધાર કરીને, અનેકનીકી જાપસ્થાપના કરીને, દુષ્કાળ સમયે અન્નક્ષેત્રો ખોલીને, અનેક પરોપકાર ને સંઘસત્કાર આદિ અગણ્ય પુણ્યના મોંઘા કરિયાણુથી ભરેલું જેનું રાજીવનરૂપી વાહન (વહાણ) સંસારસમુદ્રને તરવાને શક્તિમાન થયું હતું, તેણે ઉક્ત કુંભકર્ણ રાજના સુપ્રસાદ અને આદેશથી ‘ત્રિલોક-કી
દીપક' નામનું ચોમુખ યુગાદીશ્વરવિહાર–મંદિર સં. ૧૪૯૬માં કરાવ્યું અને શ્રી દેવસુંદરસૂરિના પટ્ટધર શ્રી સોમસુંદરસૂરિએ તેમાં પ્રતિષ્ઠા કરી.* (જિ. ૨, નં. ૩૦૭), આ રાણુના ખજાનચી વેલાએ સં. ૧૫૦પમાં ચિતોડમાં શ્રી શાંતિનાથનું એક સુંદર મંદિર બંધાવ્યું અને તેમાં
१'विक्रमतः १४९६ संख्य वर्षे...राणा श्रीकुंभकर्णसर्वोवीपतिसार्वभौमस्य विजयमानराज्ये तस्य प्रसादपात्रेण...श्रीमदहम्मदसुरत्राणदत्तफुरमाणसाधु श्रीगुणराजसंघपतिसाहचर्यकृताश्चर्यकारिदेवालयाडंबरपुरःसरश्रीशत्रुजयादितीर्थयात्रेण । अजाहरीपिंडवाटकसालेरादिबहुस्थाननवीनजैनविहारजीर्णोद्धारपदस्थापनाविषम