________________
રાજપદ-પરંપરાએ જામ સતો આવ્યો ને તેના મંત્રીઓ ઉક્ત આણંદ ને અબજી' હતા કે જે વિજયસેનસૂરિની આજ્ઞામાં રહેનારા સાચા શ્રાવક હતા. તેમણે પડધરીમાં જૈન પ્રાસાદ કરાવવા મૂહુર્ત જોવરાવી સં. ૧૬૬૧ માગશિર વદિ બીજ બુધવારે ખાત-મૂહર્ત કર્યું - જાપાયો નાંખ્યો. (૯) ઉ. પાયા વાળો, અને થંભો, કોરણી, પૂતળીઓ, અને શિખર વાળો મોટો પ્રાસાદ થયો તેમાં આણંદ મત્રીના પુત્ર શ્રી જીવરાજ' અને મેઘરાજે ઘણી મહેનત લીધી. (૧૦)
સુવિહિત સાધુઓ આવ્યા, મોટા મંડપો કીધા, આવેલા સંઘોને ઉતારી દીધા. ભોજનાદિ સમારંભ થયા વગેરે વગેરે. ભણસાલી આણંદની પની ચાંપાના નામે મુનિસુવ્રત જિનની મોટી પ્રતિમા ભરાવી. સં. ૧૬૬૪ (વેદ ૨સ તુ ચંદ્રમા) માઘ શુદિ ૧૦ શનિવારે બ્રહ્મા
યોગે રોહિણી મીન લગ્ન પ્રથમ પહોરે બિંબનો પ્રવેશ કર્યો. (૧૪) રથ યાત્રા નીકળી. ભણશાલી આણંદના નામથી કરાવેલી શાંતિ જિનની આ ડાપ્રતિમા. ભણશાલી અબજીની ગૃહિણી નવરંગના નામથી કરાવેલી મુનિસુવ્રત જિનની પ્રતિમા, રાજવાહનમાં લઈ ફેરવીને બંનેને દેહરામાં !
પધરાવી. ઉક્ત જીવરાજ અને મેઘરાજ તેમ જ શવરાજએ કુલદીપક પુત્રોએ નવાનગરમાં આદીશ્વરનો પ્રાસાદ ઘણું દ્રવ્ય ખરચી. કરાવ્યો. (૩૦) તપગચ્છાચાર્ય વિજયસેનસૂરિના સમયમાં અકબર સુલતાનનો રંજક વાચક શાંતિચંદ્રના શિષ્ય રતનચંદનચંદ્ર (કે જેઓ તે પ્રાસાદમાં બબ પ્રવેશ કર્યો તે વખતે હાજર હોવા જોઈએ) સુકવિ કહે છે કે ઋષભ અને શાંતિ જિનૈદ્રને ભવિકો! વંદન કરો. (૩૧) આ પછી ગધમાં જણાવેલું છે કે “નવાનગરમાં ઇંદ્ર લીલો વિજય ભૂષણ પ્રાસાદ ૪૨ ગજ ઉંચો અને ૨૧ ગજ પહોળો ને ૪૫ ગજ લાંબો છે. (આમાં જામની વંશપરંપરાથી મંત્રીપદું વંશપરંપરાનું કરનાર જૈન શ્રાવકોનું ટુંક વર્ણન આવે છે. આ રીતે બીજાં દિશી રાજ્યોના ઇતિહાસ ફેરવશું તો ત્યાં પણુ મંત્રી તરીકે જૈન શ્રાવકોએ અગ્રભાગ લીધેલો જણાશે.) ઉક્ત વિજયસેનસૂરિના મેરૂવિજય નામના શિષ્ય એક “શાંતિજિન-પાવૅજિન સ્તવન’ ૧૫ કડીનું રચ્યું છે તેમાંથી જણાય છે કે શાંતિનાથ સાથે પાર્શ્વજિનની પણ પ્રતિમા
૧ હીરવિજયસૂરિના નવાનગરમાંના બે શ્રાવકોનાં નામ કવિ ઝવભદાસ પોતાના સં. ૧૬૮૫ના હીરવિજયસૂરિના રાસમાં આપે છે કે “અબજભણસાલી . ઇ.૮Sજીવરાજ, નવાનગરમાં તેની લાજ”-y. ૨૮૩, તે સુરિ સં. ૧૯૫૧માં સ્વર્ગસ્થ થતાં તેની પાટે આવેલા વિજયસેનસૂરિના તે બંને આસાવ શિષ્યો થયા.
- 66 666-8 - 6