________________
श्री अघ्या. વિ. रत० वृत्ति.
॥ ૪૪ ॥
અધ્યાત્મની ભૂમિકા લાવવા માટે આ ગ્રંથની ઉત્પત્તિ છે—તેનો આત્મા શાંતરસભાવના છે. શૃંગારાદિ નવરસમાં પ્રધાનભૂત રસ શાંત રસ છે. શ્રીહેમચંદ્રસૂરિના શબ્દોમાં વૈરાગ્ય, સંસારભીરૂતા, તત્ત્વજ્ઞાન, વીતરાગપરિશીલન, પરમેશ્વરના અનુગ્રહાદિ વિભાવ, યમ નિયમ અધ્યાત્મશાસ્રાર્ગતનાદિ અનુભાવ, ધૃતિ-સ્મૃતિ-નિર્વેદ-મતિ આદિ વ્યભિચારી તૃષ્ણાક્ષયરૂપ શમ સ્થાયિભાવ ચર્વણાથી પ્રાપ્ત તે શાન્ત રસ. કર્તા મુનિસુંદરસૂરિનાં સ્તોત્રો જોઇશું તો તેમાં તેમનું હૃદય આરસી જેવું સ્વચ્છ અને પુષ્પ જેવું કોમલ દેખાય છે. તેવા એક સ્તોત્રમાંથી કંઈક વાનગી ઉપર આપી છે. તેમનું આધ્યાત્મિક હૃદય પોતાના સમયની વિષમ સ્થિતિ જોતાં ખેદથી આર્દ્ર બને તે સ્વાભાવિક છે.
વિષમતા દૂર કરી સમતા મેળવવી એ આ આખા ગ્રંથનું કેન્દ્રબિંદુ છે; તેથી પહેલા અને છેલ્લામાં સમતા વિષે જ ભાર દઈ વક્તવ્ય કર્યું છે. અધ્યાત્મ શું અને તેને આગળ કયાંસુધી લઈ જતાં સાધ્ય મેળવાય તે ન જણાવતાં સમતા આવ્યે અધ્યાત્મ-પ્રગતિ થાય એમ સ્વીકારી ગ્રંથકાર પ્રથમ, સમતા માટે ભાવનારૂપ ઔષધી બતાવે છે. સમતા એટલે કોઇને મિત્ર કે શત્રુ, પોતાનો કે પારકો, ન ગણતાં મનને કષાયરહિત અને ઇંદ્રિયોને વિષયમાં અનાસક્ત રાખવી તે. તે સ્થિતિ માટે મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ ભાવના–કે જેનું સ્વરૂપ હરિભદ્રસૂરિએ ચોથા ષોડશકમાં ખતાવ્યું છે, અને હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં કહ્યું છે તેમાંથી શ્લોકો અવતારી તે ભાવનાઓનું સ્વરૂપ સમજાવ્યું છે. ક્રોધ, લોભ, માન ને માયા-કપટ એ ચાર કષાય—સંસારવૃદ્ધિ કરનારા કહ્યા છે તેથી રહિત મનને કરવું–મનની * મહાન્ આચાર્યશ્રી હરિભદ્રસૂરિ ચોથા ષોડશકમાં કહે છે કે ધર્મતત્ત્વનાં ધર્મસિદ્ધિનાં પાંચ ચિહ્નઃ ૧ ઉદારભાવ ૨ દાક્ષિણ્ય ૩ પાપભ્રુગુપ્સા ૪ નિર્મલબોધ અને ૫ પ્રાયઃ લોકપ્રિયત્ન. ધર્મતત્ત્વવાળામાં પાપવિકારો નામે વિષયતૃષ્ણા, દૃષ્ટિસંમોહ, ધર્મપથ્યમાં અરુચિ અને પાપવાળી ક્રોધની ચળ ન હોય, પણ તેમાં ધર્મરૂપી અમૃતના પ્રભાવે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ગુણો હોય છે. આમ ધર્મસિદ્ધિવાળા જીવોમાં ઉદારભાવ આદિ ચિહ્નો ચાર પુણ્યોપાય નામે જીવદયા, વૈરાગ્ય, વિધિપૂર્વક ઉચિત દાન અને વિશુદ્ધ શીલવૃત્તિ અને જ્ઞાનયોગના ઉપાયની સિદ્ધિ પ્રાપ્ત થવાથી સહેતુભાવે સિદ્ધ થાય છેઃ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં તે ચાર ભાવના સંબંધી કહે છે તે ત્યાંથી જોઈ લેવું.
ग्रन्थका
રવિ
परिचय
अ०क०ना
प्रथम
| નૈતિમ अधिकार
|| 88 |1