________________
બ...ગઢ
***
પૂનાના હસ્તક છે તેમાં છે કે જેનો જૈનગ્રંથ તરીકે નં. ૩૭૯ સને ૧૮૮૦-૮૧ છે.-કીહૉર્ન રી. ૧૮૮૦-૮૧ પૃ. ૭૭. (૨) પત્ર ૧૯ લ. સં. ૧૯૫૫ ૧. શુ. ૧૪ ગુરૂ. નં. ૨૪૩ જૈનાનંદ પુ. સુરત.
આ ગ્રંથ મુંબઈના લાલબાગ જૈનસંઘ તરફથી ( હાલ સ્વ૰) શેઠ દેવકરણ મૂલજીએ પત્રાકારે નિર્ણયસાગર પ્રેસમાં છપાવી સં. ૧૯૬૬માં પ્રસિદ્ધ કરેલ છે.
(૨) ગુર્વાવલી—તેમાં ૪૬ શ્લોકમાં શ્રીવર્ધમાનપ્રભુથી માંડી તપાગચ્છના શ્રી ધ્રુવસુન્દર સૂરિ અને તેમના પટ્ટધર સોમસુન્દર સૂરિ અને તેમના શિષ્યો સુધીનો તેના રચનાકાલ સ. ૧૪૬૬ પર્યંતનો ક્રમ-શ્રેણિપૂર્વક ટુંક વૃત્તાંત છે. કર્રાના સૂરિ થવા પહેલાં સં. ૧૯૬૬માં પૂર્ણ કરેલી આ ગ્રંથની રચના છે અને તે પોતાના ગુરુ (દીક્ષાગુરુ) ને ગચ્છનાયક શ્રી દેવસુન્દર સૂરિ પર મોકલેલી પર્યુષાવિજ્ઞપ્તિ જેને ત્રિદેશતરંગિણી નામ આપેલ તેના ત્રણ સ્રોતના છેલ્લા-તૃતીય સ્રોતરૂપે આ ગુર્વાવલી છે એમ અગાઉ કહેવાઈ ગયું છે. તેમાંથી કર્તાના સમયની ઘણી વિશ્વસનીય હકીકત મળે છે. આ યશોવિજય જૈન ગ્રંથમાલા (૪) તરીકે કાશીમાં યશોવિજય જૈન પાઠશાલા તરફથી સન ૧૯૦૫ ( સં. ૧૯૬૧)માં મુદ્રિત થઈ પ્રસિદ્ધ થયેલ છે. તેની ૧૧ પત્રની હસ્તપ્રત કાથવર્ટના રીપોર્ટમાં નં. ૧૩૬૧ તરીકે નોંધેલી પૂના ભાં ઇ હસ્તકના સરકારી સંગ્રહમાં અને ૧૧ પત્રની પ્રત રો. એ. સો. મુંબઈ (નં. ૧૭૧૨ વેલકર સૂચી)માં છે. તેની આદિ જ્ઞેયશ્રિયં રાતુ ગિનેન્દ્રપાઃ થી શરૂ થાય છે અને અંતના શ્લોકનું છેલ્લું ચરણ પણ ‘જયશ્રી’વાળું વર્યામીLX: 5 જ્ઞતિ શ્રીલ પદુમ' છે. આમાં પોતાનો જન્મ, દીક્ષા, વાચકપદ ક્યાં ને કયારે થયાં તે સંબંધી કર્તાએ મૌન જ સેવ્યું છે.
(૩) જિનસ્તોત્રરનકોશ. કોશમાં અનેક સ્તોત્ર-સ્તવનો હોવાં જોઈએ, કારણ કે તેના એક કરતાં વધારે ભાગ પ્રસ્તાવ’ એ નામથી પાડવામાં આવ્યા જણાય છે, અને તે પૈકી ૨૩ સ્તોત્રોનો પ્રથમ પ્રસ્તાવ યશોવિજય જૈન ગ્રંથમાલા–કાશી તરફથી પ્રકટ થયેલ જૈનસ્તોત્રસંગ્રહ ભાગ ૨'માં મુદ્રિત થયેલ છેઃ—
૧ ચતુર્વિશતિ શ્રીજિનાશીર્વાદરૂપ-ગથિયાનાપરિયાયુષૅ થી શરૂ થતું ૨૭ શ્લોકનું, ૨ શત્રુંજયમંડન શ્રીઆદિનાથસ્તવરૂપ વ