________________
શ્રી બન્યા. વિ. रत्न० वृत्ति.
॥ ૩૨ ॥
તેઓ સંસ્કૃત ભાષાના જ્ઞાતા અને બહુશ્રુત હતા એટલું જ નહિ પણ દેશભાષા—ગૂજરાતીમાં પદ્યમાં છ કડીની વિજયસેન સૂરિપર સઝાય (એ. સઝાયમાળા પૃ. ૧૨) ૩૭, કડીનું શત્રુંજયસ્તવન અને ૪ કડીની શત્રુંજયમંડણસ્તુતિ (કે જે અને આ પ્રસ્તાવનાના પરિશિષ્ટમાં આપેલ છે). ગદ્યમાં પોતે રચેલા ત્રણ ખાલાવબોધ પણ ઉપલબ્ધ થાય છે:(૧) છ કર્મગ્રંથ પર બાલાવબોધ સં. ૧૭૦૦ માં ખંભાતમાં વિજયદેવ સૂરિના રાજ્યમાં રચ્યો. અને તે કર્મગ્રંથ-સ્તમકની પ્રત પોતે સં. ૧૭૦૨ જ્યેષ્ઠ વદ ૧૦ ગુરૂને દિને પરોપકારાદિપુણ્યાર્થે લખેલી હાલ અમદાવાદના વિજયમે. સૂરિ સંગ્રહ જ્ઞાનભંડારમાં છે. (પ્ર. સંગ્રહ પૃ. ૨૧૩ નં. ૭૬૯) (૨) લોકનાલસૂત્ર પર ભાષાવૃત્તિ એટલે ખલાવઓધ સં. ૧૭૦૧ માં ચા ૧૭૦૯ પહેલાં રચેલ છે. પીટર્સન રીપોર્ટ ૩, પૃ. ૨૨૭ માં નોંધેલ તે કૃતિનો રચના સંવત્ ત્રુટક (?) સાંપડે છે, પણ તેમાં વિજયસિંહ સૂરિ સહિત વિજયદેવ સૂરિના રાજ્યમાં શશિ વારિધિ શશિ...સંખ્ય’ વર્ષમાં ભાદ્રપદ માસમાં રાજનગર-અમદાવાદમાં રચના કરી એમ જણાવેલું છે ને ઉક્ત વિજયસિઁહ સૂરિ સ. ૧૭૦૯ માં સ્વર્ગસ્થ થયા, તેથી તે પહેલાં રચેલ એ નિર્વિવાદ છે. મને લાગે છે કે સંવત્ ઉતારતાં ત્રુટક હોય એમ જણાવ્યું છે, પણ તે ત્રુટક નથી. તે સં. ૧૭૦૧ ખરાખર સૂચવે છે, (૩) કર્પૂરપ્રકરણુપર સ્તખક (ટબોલાવબોધ). તેની ૩૯ પત્રની પ્રત લીંબડી ભંડારમાં છે. ધનવિજયની કૃતિ તરીકે હરિષેણુ શ્રીષેણુરાસ નં. ૩૬૪ સને ૧૮૮૨-૮૩ના સરકારી
१ संयमशतमिते वर्षे माघे मासे सिताभिधे पक्षे । श्री वीरगणमिति तिथौ नगरे स्तंभनक पार्श्वयुते ॥ १ ॥ श्री विजय देवसूरीश्वरराज्ये प्राज्यपुण्यपुण्यतिथौ । कर्मग्रंथव्याख्या लोकगिरा किंतु लिखितेऽयं ॥ २ ॥ सकलागमकषपदृश्रीमत्कल्याणविजयशिष्येण । वाचकधन विजयेन परोपकारादिपुण्यकृते ॥ ३ ॥ औत्सुक्यवशान्मतिमांद्यतश्चावितथं यदत्र लिखितं स्यात् । गीतार्थैः संशोध्यं मयि हितहेतुसमुद्दिश्य ॥ ४ ॥
જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩ પૃ. ૧૬૧૨
२ लोकगिरावृत्तिरियं विनिर्मिता लोकनालिसूत्रस्य । वाचकधनविजयेन खपरकृते राजवरनगरे ॥ १ ॥ श्री विजयदेवसूरीश्वरराज्ये विजयसिंहसूरियुते । शशिवारिधिशशि... संख्ये वर्षे वर भाद्रपदमासि ॥ पी. ३, २२३
ग्रन्थका
શનિ
परिचय
टीकाकार धनविजय
कृत गूज० कृतिओ
॥ ૩૨ ॥