________________
धनवि.
| ??
श्री अध्या. નામના સૂરિની સ્તુતિ કરૂં છું (૧૦-૧૧) જે જ્ઞાનરૂપી સૂર્ય હોઈ પ્રવાદીઓને મશાલરૂપ થાય છે એવા વિશ્વપૂજ્ય શ્રી સોમસુન્દર સૂરિ
ग्रन्थकाજયવંતા રહો (૧૨).
रादिરહ૦ વૃત્તિ અને તે ગ્રંથો અને બીજા પોતાના ગ્રંથની અંતે પણ પોતાને ઉક્ત ત્રણે સૂરિઓના શિષ્ય તરીકે ગ્રંથકાર જણાવે છે.
परिचय | ગુજરાતના સુલતાન અહમદ શાહના માન્ય ગુણરાજ સાધુના ભાઈ આમ-આબાએ સ્ત્રી સંપત્તિ આદિ તજી વૈરાગ્યવાનું થઈ દેવસુંદર સૂરિ પાસે દીક્ષા લીધી હતી તેને મુનિસંદરજીએ સં. ૧૪૬૫ માં પાઠક પદ આપ્યું હતું. (ચિત્રકૂટ પ્રશસ્તિ શ્લોક ૪૫ ને ૪૬); જ્યારે સોમ
मुनिसुन्दर સૌભાગ્ય કાવ્ય સર્ગ ૮ શ્લોક ૧૮ થી ૨૨મા પરથી લાગે છે કે તે આગ્રે ગુજરાતના કર્ણાવતીમાં સોમસુંદર સૂરિપાસે દીક્ષા લીધી હતી. જાચિત્રકૂટ પ્રશસ્તિ સં. ૧૪લ્પમાં એટલે સં. ૧૫૨૧ના સોમસૌભાગ્ય કાવ્યથી ૨૫ વર્ષ પહેલાં તકાલે રચાયેલી હોઇ તેનું વક્તવ્ય સ્વીકાર્ય છે. આમ
उपाध्याय, T ૮ મુનિસુંદર ઉપાધ્યાયનું વર્ણન–સોમસૌભાગ્ય કાવ્યમાં સૂરિપદ અપાતી વખતે છઠ્ઠા સર્ગના શ્લોક ૩૭ થી ૩૮ માં મુનિસુંદર વાચક–ઉપાધ્યાયના ગુણોનું વર્ણન કરતાં જણાવ્યું છે કે –
તેઓ એવા પ્રખર વાદી હતા કે જ્યારે તેઓ બુદ્ધિથી તરબોળ વિકલ્પ તર્કના જાળવાળું ઘણું બોલે છે ત્યારે સંસ્કારયુક્ત મદોમત્ત વાદીઓનો સમૂહ કાગાઓ ભાગે તેમ તરત નાસી જાય છે, તેઓ વાદભૂમિ પર પોતાના સાધ્યને સાધવા હેત (કારણું) નો ઉપજવાસ વિસ્તારે છે ત્યારે વાદીઓનો જેટલો ઉન્માદ હોય તે સઘળો શરીરના પરસેવા સાથે જાગી ઉઠે છે. તેમનો વૈદ્યગોષ્ઠી નામને ૧૮૯ વર્ષની વયે-ઉપાધ્યાય થયા પહેલાં રચેલો ગ્રંથ જોતાં તેમની વાદ-પદ્ધતિ અને તર્ક-દક્ષતા દેખાઈ આવે છે.
તેમનો ગુરૂ ઉપર પરમ રાગ અને ભક્તિ ભાવ હતો. તેમણે રચેલી શ્રીગુરૂની ભવ્ય કાવ્યમય વિજ્ઞપ્તિ રૂપી ગંગા, ગુણ રૂપી સારા છે ?
१ जल्पत्यनल्पं सविकल्पजालं सदाप्यनुस्यूतमतिप्रभूतं । द्राक् संस्कृतं प्रोन्मदवादिवृन्दं ननाश यस्मिन् किल काकनाशम् ॥ ३३ ॥
खसाध्यसिध्यै सति यत्र हेतूपन्यासमातन्वति वादभूमौ । प्रावादुकोन्मादभरः शरीरे खेदेन सार्द्ध किल जागरीति ॥ ३४ ॥