________________
मूर्ति सुधारसमयीमिव वीक्षमाणा येषां सुधाप्लवसुखं ददता दृशां ज्ञाः।
अक्ष्णामवाप्य मतिकृत्त्वमुदासते ते, श्रीसोमसुन्दरगणप्रभवो जयन्तु ॥ ११॥ – મહિમા અને લબ્ધિ રૂપ સર્વ વિશ્વોત્તમ ગુણો રૂપી કિરણોએ કરીને જે સૂર્યની પેઠે પ્રકાશિત હોતે છતે, બીજા બધા આચાર્યો સૂક્ષ્મ તારા સમાન લાગે છે એવા તે શ્રી દેવચંદર ગણુપ્રભુ-ગચ્છનાયક (મારા) હર્ષ માટે થાઓ. (૯) આ મારા જેવા કઠણ પથર જેવામાં પણ જેમણે પોતાનાં વચનો રૂપી કિરણથી ઉત્તમ જ્ઞાન રૂપી રસની ઉત્પત્તિ કરી છે, તથા અમૃતનું દાન દેવામાં તત્પર એવા આ નવા ચંદ્ર સરીખા શ્રી જ્ઞાનસાગર ગુરૂને હું ભક્તિપૂર્વક નમેલો છું. (૧૦) આંખોને અમૃતના છંટકાવનું સુખ આપનારા એવા જે છે અને જેની અમૃતરસ-મય મૂર્તિને જોનારા વિદ્વાનો પોતાની આંખોનું કૃતકૃત્યપણું પામે છે એવા ગચ્છનાયક શ્રી સોમસુંદર સૂરિ જયવંતા વત્તો. (૧૧)
તેમજ પોતે જયાનન્દ કેવલિ ચરિત્ર નામના પોતાના સંસ્કૃત પદ્યગ્રંથમાં પણ આદિના ૮ થી ૧૨ સુધીના શ્લોકવડે તે ત્રણે આચાર્યને આ રીતે સ્મરે છે –
अहो यत्सार्ववैद्याब्धि गाहमानाः सतां धियः । अजडाः स्युः स्तुवे तान् श्रीदेवसुन्दर-सद्गुरून् ॥ ९॥ यैर्वाङायरसासारात् सुधांभोदैरिवोन्नतैः । चक्रेऽश्माभेऽपि गर्जद्भिर्मयि विद्यालतोद्भवः ॥ १० ॥ जगत्तापहरान् स्फुर्जद्विद्युतः सुघनागमान् । श्रीज्ञानसागरायां स्तान स्तुवे सूरीन् जगद्गुरून् ॥ ११ ॥ (युग्मं )
ज्ञानाकोणां गुरो येषामुल्मूकन्ति प्रवादिनः । विश्वाास्ते जयन्तु श्रीसोमसुन्दरसूरयः ॥ १२ ॥ -અહો! જેમની સર્વ વિદ્યાના સાગરમાં ઉડુ આન કરનારા જડતા રહિત અને સારી બુદ્ધિવાળા થાય છે તે શ્રી દેવસુન્દર સૂરિ સદ્દગુરૂની હું સ્તુતિ કરૂં છું (૯) જેમણે વામયરસરૂપી જબરા વરસાદમાંથી અમૃતરૂપી ઉચાં અને ગર્જતાં વાદળાંવડે મારાં જેવા પથ્થર જેવામાં પણ વિદ્યારૂપી લતાનો ઉદ્દભવ કર્યો, તે જગના તાપને હરનારા ફરતી વીજળી વાળા મેઘ જેવા જગદગુરૂ શ્રી જ્ઞાનસાગર